બોલિવૂડની ક્વીન કંગના રનૌત આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપની ઉમેદવાર છે. તે હિમાચલ પ્રદેશના મંડીથી ચૂંટણી મેદાનમાં ઉતરી છે. મંડીમાં કંગના જોરશોરથી ચૂંટણી કરી રહી છે. ત્યારે આ લોકસભાની સીટ જીતવા એડી ચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે એક મીડિયા સાથે વાત કરતા કંગનાએ મોટી જાહેરાત કરી છે.
કંગનાએ સંકેત આપ્યો કે જો તે લોકસભાની ચૂંટણી જીતશે તો તે ધીરે ધીરે શોબાજીની દુનિયા છોડી શકે છે. કારણ કે તે માત્ર એક જ કામ પર ધ્યાન આપવા માંગે છે. કંગનાને પૂછવામાં આવ્યું – તે ફિલ્મો અને રાજનીતિ કેવી રીતે મેનેજ કરી શકશે? આ અંગે અભિનેત્રીએ કહ્યું કે, ‘હું ફિલ્મોમાં કામ કરી કંટાડી જઉ છું, રોલ પણ કરું છું અને દિગ્દર્શન પણ કરું છું. જો મને રાજકારણમાં એવી શક્યતા દેખાઈ કે લોકો મારી સાથે જોડાઈ રહ્યા છે, તો જ હું રાજનીતિ કરીશ. આદર્શ રીતે હું માત્ર એક જ વસ્તુ કરવા માંગુ છું.
કંગનાએ કહ્યું “જો મને લાગે છે કે લોકોને મારી જરૂર છે તો હું તે દિશામાં જઈશ. જો હું મંડીથી જીતીશ તો રાજનીતિ જ કરીશ. ઘણા ફિલ્મમેકર્સ મને કહે છે કે રાજકારણમાં ન જાવ. તમારે લોકોની અપેક્ષાઓ પ્રમાણે જીવવું જોઈએ. મારી અંગત મહત્વાકાંક્ષાઓને કારણે લોકોને સફર કરવો પડે તો તે સારું નથી. મેં એક વિશેષાધિકૃત જીવન જીવ્યું છે, જો હવે મને લોકો સાથે જોડાવાનો મોકો મળશે, તો હું તેને ઝડપી લેવા માંગુ છું. મને લાગે છે કે સૌ પ્રથમ તમારે તમારી પાસેથી લોકોની અપેક્ષાઓ સાથે ન્યાય કરવો જોઈએ.
આગળ વાત કરતાં તેણીએ કહ્યું કે, ‘આખો દેશ ચિંતિત છે, હું રાજસ્થાન જાઉં કે પશ્ચિમ બંગાળ જાઉં, દિલ્હી જાઉં કે મણિપુર જાઉં, એવું લાગે છે કે મને આટલો બધો પ્રેમ મળે છે. આદર કરવા માટે વપરાય છે. હું ચોક્કસ કહી શકું છું કે અમિતાભ બચ્ચન જી પછી આજે ઈન્ડસ્ટ્રીમાં જો કોઈને સન્માન મળે છે તો મને મળે છે.