ઘરમાં ભૂલથી પણ આ વસ્તુઓને ન રાખતા ખાલી, નહીં તો લાગી શકે છે વાસ્તુ દોષ
Image - Freepik
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં દરેક વસ્તુ રાખવાના નિયમ હોય છે.
ઘરમાં કેટલીક વસ્તુઓને ખાલી રાખવાથી વાસ્તુ દોષ લાગે છે.
રસોડામાં રાખવામાં આવેલા કન્ટેનરને ખાલી ન રાખવા જોઈએ.
કોઈ પણ વ્યક્તિ પર્સને ખાલી ન રાખવા જોઈએ. તેમાં અવશ્ય નાણા રાખવા જોઈએ.
ફૂલદાનીને ખાલી રાખવાથી અપૂર્ણ સંબંધો અને ઘરની અંદર ખાલીપણાની લાગણી દર્શાવે છે.
બાથરુમમાં રાખવામાં આવેલી ડોલને ખાલી ન રાખવી જોઈએ.
પૂજા સ્થાન પર ખાલી વાસણો ન રાખવા જોઈએ.વાસણમાં હંમેશા પાણી ભરેલું રાખવું જોઈએ.
(અહીં આપેલી માહિતી લોકોની આસ્થા સાથે જોડાયેલી છે TV9 તેનાથી સંબંધિત કોઈ દાવો કરતું નથી સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.)