જ્હૉન અબ્રાહમની આવનારી ફિલ્મ ‘રોમિયો અકબર વોલ્ટર’માં દુનિયા જોશે એ સત્ય જેને દેખાડતા ભારત-પાકિસ્તાન સરકાર પણ બચે છે, આ ફિલ્મથી ભારતીય જાસૂસો પર તમને થશે વધારે ગર્વ!
દેશભક્તિની ફિલ્મો કરવા માટે જાણીતા અક્ષય કુમારને ટક્કર આપવા માટે હવે જ્હૉન અબાહમ મેદાનમાં છે. તેમની આગામી ફિલ્મ ‘રોમિયો અકબર વોલ્ટર’ દેશભક્તિથી પ્રેરાયેલી છે અને તેનું ટ્રીઝર રિલીઝ થઈ ગયું છે. દેશભક્તિની ફિલ્મો કરવામાં જ્હૉન કંઈ પાછળ નથી. 2018ના વર્ષમાં તેમની બે ફિલ્મો ‘પરમાણું’ અને ‘સત્યમેવ જ્યતે’ આવી હતી અને તે બંને ફિલ્મોમાં દેશભક્તિના મુદ્દા […]

દેશભક્તિની ફિલ્મો કરવા માટે જાણીતા અક્ષય કુમારને ટક્કર આપવા માટે હવે જ્હૉન અબાહમ મેદાનમાં છે. તેમની આગામી ફિલ્મ ‘રોમિયો અકબર વોલ્ટર’ દેશભક્તિથી પ્રેરાયેલી છે અને તેનું ટ્રીઝર રિલીઝ થઈ ગયું છે.
દેશભક્તિની ફિલ્મો કરવામાં જ્હૉન કંઈ પાછળ નથી. 2018ના વર્ષમાં તેમની બે ફિલ્મો ‘પરમાણું’ અને ‘સત્યમેવ જ્યતે’ આવી હતી અને તે બંને ફિલ્મોમાં દેશભક્તિના મુદ્દા પર ચાલી હતી. હવે આ સફળતા બાદ જ્હૉન અબ્રાહમ પોતાની આગામી ફિલ્મમાં એક પાકિસ્તાની જાસૂસ તરીકેની ભુમિકા નિભાવશે. ‘રો- રોમિયો અકબર વોલ્ટર’ નામની તેમની આગામી ફિલ્મનું ટ્રીઝર પણ આવી ગયું છે.
ફિલ્મની કહાણી વિશેની વાત કરીએ તો આ ફિલ્મમાં જ્હૉન અબ્રાહમને ભારતીય જાસૂસી સંસ્થા રોનો એજન્ટ બતાવવામાં આવ્યો છે. જે બાદમાં પાકિસ્તાનની સેનામાં જોડાય જાય છે અને દેશમાં બધી સુચનાઓ મોકલતો રહે છે. આમ જ્હૉન પાકિસ્તાનમાં રહીને ભારતની મદદ કરે છે તેવી કહાણી હાલ આ ફિલ્મમાં બતાવવામાં આવી રહી છે.
આ ફિલ્મમાં કામ કરનાર અન્ય પાત્રો વિશે જોવા જઈએ તો મૌની રોય, જૈકી શ્રૌફ, સિંકદર શેખ અને સૂચિતા કૃષ્ણમૂર્તિનો સમાવેશ થાય છે. જેમાં સૂચિતા લાંબા સમય પછી બોલીવુડમાં ફરી આવી રહી છે કારણ કે તે છેલ્લે 2010માં આવેલી ‘રણ’ ફિલ્મમાં જોવા મળી હતી. જૈકી શ્રૌફ આ ફિલ્મમાં રો સંસ્થાના ચીફના પાત્રમાં જોવા મળશે. સિંકદર શેખ ફિલ્મમાં પોલીસવાળાના પાત્રમાં જોવા મળશે. હાલ ટ્રીઝરમાં પુરી કહાણી કહેવામાં આવી નથી પણ આ ફિલ્મ 70ના દશકની ઘટના પર આધારિત છે.
જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]