AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

John Abraham Net Worth : અભિનયની સાથે બિઝનેસમાં પણ જોન અબ્રાહમે લગાવ્યા છે ઘણા પૈસા, કરોડોના બિઝનેસના માલિક છે કલાકાર

જોન અબ્રાહમ આજે બોલિવૂડના મોટા સ્ટાર બની ગયા છે, જ્યાં તેમની પાસે ઘર, કાર, પરિવાર, બધું જ છે, આવી સ્થિતિમાં, બહુ ઓછા લોકો જાણે છે કે અભિનેતા પાસે બીજા ઘણા બિઝનેસ પણ છે. જેમાં તેમણે પોતાના પૈસા રોક્યા છે. ચાલો તેમના વિશે જાણીએ.

John Abraham Net Worth : અભિનયની સાથે બિઝનેસમાં પણ જોન અબ્રાહમે લગાવ્યા છે ઘણા પૈસા, કરોડોના બિઝનેસના માલિક છે કલાકાર
John Abraham
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 11:07 PM
Share

બોલિવૂડના બહેતરીન અભિનેતા જોન અબ્રાહમ (John Abraham) આ દિવસોમાં સતત પોતાની ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. અભિનેતા શરૂઆતથી જ ઇન્ડસ્ટ્રીના લોકોથી દૂર રહેવું અને પોતાના કામથી કામ રાખવાનું પસંદ કરે છે. જોન એક્ટિંગની બાબતમાં કોઈથી ઓછા નથી, પછી ભલે તે એક્શન ફિલ્મ હોય, કોમેડી ફિલ્મ હોય કે થ્રિલર ફિલ્મ હોય, જોન દરેક ફિલ્મના દરેક પાત્રમાં પોતાને ઢાળી દે છે. જેના કારણે અભિનેતાને બોલિવૂડમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. ફિલ્મો ઉપરાંત, જોનનાં ઘણા મોટા બિઝનેસ છે જેમાં ફૂડ જોઇન્ટથી લઈને વોડકાની બ્રાન્ડ્સ પણ સામેલ છે. આજે જાણો અભિનેતાની કુલ નેટવર્થ કેટલી છે?

એક અહેવાલ અનુસાર જોન અબ્રાહમની નેટવર્થ 34 મિલિયન ડોલરની નજીક છે, જે ભારતીય રુપિયામાં લગભગ 251 કરોડ છે. જોન મુંબઈમાં તેમના પેન્ટ હાઉસમાં રહે છે. જ્યાં તેમની કમાણીમાં સતત વધારો થઈ રહ્યો છે. જોન બ્રાન્ડ્સને પ્રમોટ કરીને ફિલ્મો કરતા વધારે પૈસા કમાય છે. દાન આપવામાં પણ જોનનો નંબર પણ મોખરે છે. તેમની આવકનો મોટો હિસ્સો વિવિધ ચેરિટી ઇવેન્ટ્સ અને ઝુંબેશોમાં દાન કરવામાં આવે છે. આ સિવાય જોન બોલીવુડમાં સૌથી વધુ ટેક્સ ભરનાર અભિનેતા પણ છે.

જોનની કમાણી અને બિઝનેસ

દર મહિને જોન 1 કરોડ 20 લાખ રૂપિયા કમાય છે, જ્યાં અભિનેતા આખા વર્ષમાં 15 કરોડ રૂપિયાથી વધુ કમાય છે. જોનના અન્ય વ્યવસાયની વાત કરીએ તો, અભિનેતા પાસે નવી દિલ્હીમાં ‘ફેટ અબ્રાહમ બર્ગર’ નામની પોતાની રેસ્ટોરન્ટ છે. તેમની પોતાની ફૂટબોલ ટીમ પણ છે. જેનું નામ મુંબઈ એન્જેલ્સ છે. જોન વોડકાની એક બ્રાન્ડનાં પણ માલિક છે, તેમની વોડકા બ્રાન્ડનું નામ ‘પ્યોર વંડર અબ્રાહમ’ છે. આ સિવાય તેમની પાસે એક પરફ્યુમની બાન્ડ છે જેનું નામ “જોન અબ્રાહમ સીડક્ષણ” છે.

જોનનું આલિશાન ઘર

જોન મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આલીશાન ડુપ્લેક્સ ફ્લેટમાં રહે છે. જોનનું ઘર 5,100 sq ftમાં ફેલાયેલું છે. જોન આ ઘરમાં તેમના આખા પરિવાર સાથે રહે છે.

કારના શોખીન છે જોન

જ્યારે પણ બોલિવૂડમાં કારની વાત થાય છે ત્યારે જોન અબ્રાહમનો ઉલ્લેખ ચોક્કસપણે થાય છે. ચાલો જાણીએ કે જોન પાસે કેટલા વાહનો છે.

કાર

લમ્બોર્ગિની ગેલાર્ડો (Lamborghini Gallardo) ઓડી ક્યુ3 (Audi Q3) ઓડી ક્યુ7 (Audi Q7)

બાઈક

યામાહા આર 1 (Yamaha R1 Bike) યામાહા વીએમએએક્સ (Yamaha VMAX) સુઝુકી હાયાબુસા (Suzuki Hayabusa)

વર્ષ 2003 માં જોને તેમની ફિલ્મ જિસ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. જે પછી અભિનેતાનું નામ તેમની સહ-કલાકાર બિપાશા બાસુ સાથે ખૂબ જ જોડાયું હતું, પરંતુ થોડા વર્ષો પછી બંને એકબીજાથી અલગ થઈ ગયા. જોને વર્ષ 2014 માં તેમની લાંબા સમયની ગર્લફ્રેન્ડ પ્રિયા રૂંચાલ સાથે લગ્ન કર્યા.

આ પણ વાંચો :- Fear: કરણ જોહરે કહ્યુ, શું છે તેમના જીવનનો સૌથી મોટો ડર, શેના કારણે થાય છે તકલીફ

આ પણ વાંચો :- Tokyo Olympics: રણદીપ હુડ્ડા સહીત અનેક સ્ટાર્સની ભારતીય મહિલા હોકી ટીમ ઉપર અભિનંદન વર્ષા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">