જ્હાન્વી કપૂર અને ખુશી કપૂર થઈ કોવિડનો શિકાર, સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી

ભારતમાં કોવિડનો કહેર વધી રહ્યો છે. ઘણા સેલેબ્સ પણ આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. હવે જ્હાન્વી કપૂરે પુષ્ટિ કરી છે કે તે અને તેની બહેન ખુશી કોવિડનો ભોગ બન્યા છે.

જ્હાન્વી કપૂર અને ખુશી કપૂર થઈ કોવિડનો શિકાર, સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી
Jhanvi Kapoor and Khushi Kapoor tested corona positive
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2022 | 5:27 PM

જ્હાન્વી કપૂર (Jhanvi Kapoor) અને ખુશી કપૂર (Kushi Kapoor) બંનેનો કોવિડ રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. હવે અભિનેત્રીએ પોતે આ વિશે માહિતી આપી છે. જાહ્નવીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જણાવ્યું કે તે અને ખુશી 3 જાન્યુઆરીએ કોવિડ પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારથી બંને હોમ ક્વોરેન્ટાઈનમાં હતા, પરંતુ હવે બંનેના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

જ્હાન્વીએ લખ્યું, ‘હાય ફ્રેન્ડ્સ,  મારો અને મારી બહેનનો કોવિડ રિપોર્ટ 3 જાન્યુઆરીએ પોઝિટીવ આવ્યો છે. અમે BMC દ્વારા આપવામાં આવેલ હોમ આઇસોલેશન પૂર્ણ કર્યું છે અને હવે અમારો કોવિડ રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. શરૂઆતના 2 દિવસ ખૂબ જ મુશ્કેલ હતા. પછી ધીમે ધીમે વસ્તુઓ સારી થઈ. હાલમાં, આ વાયરસથી બચવાનો એકમાત્ર રસ્તો એ છે કે માસ્ક પહેરો અને રસી લો. દરેકની કાળજી લો.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

તમને જણાવી દઈએ કે આ પહેલા જ્હાન્વીએ કેટલાક ફોટા શેર કર્યા હતા જેમાં તેણે બતાવવાનો પ્રયાસ કર્યો હતો કે તે ઘરે કેવી રીતે ક્વોરેન્ટાઈન છે. ક્યારેક જ્હાન્વી મોંમાં થર્મોમીટર પકડીને, ક્યારેક પુસ્તક વાંચતી તો ક્યારેક પેઇન્ટિંગ કરતી જોવા મળી હતી. તો ક્યારેક પલંગ પર સુતેલી જોવા મળી રહી હતી.

તમને જણાવી દઈએ કે અર્જુન કપૂર, અંશુલા કપૂર, રિયા કપૂર અને કરણ બુલાની પણ ગયા મહિને કોવિડનો શિકાર બન્યા હતા. પરંતુ ગઈકાલે એટલે કે સોમવારે જ અર્જુનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જો કે, આખો પરિવાર ઘરે છે અને પોતાની સંભાળ લઈ રહ્યો છે.

જ્હાન્વીની પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરીએ તો તે છેલ્લી ફિલ્મ રૂહીમાં જોવા મળી હતી જે કોવિડ દરમિયાન ગયા વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં રાજકુમાર રાવ અને વરુણ શર્મા મુખ્ય ભૂમિકામાં હતા. આ હોરર કોમેડી ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જોકે અભિનેત્રીની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા.

હવે જ્હાન્વી પાસે 3 મોટી ફિલ્મો રિલીઝ થવા માટે તૈયાર છે જેમાં દોસ્તાના 2, ગુડ લક જેરી અને મિલી જોવા મળશે. ગુડ લક જેરીમાં જ્હાન્વી લીડ રોલમાં છે. બીજી તરફ જ્હાન્વીના પિતા બોની કપૂર ફિલ્મ મિલી પ્રોડ્યુસ કરી રહ્યા છે. દોસ્તાના 2નું શૂટિંગ હજુ બાકી છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું હતું, પરંતુ પછી કોઈ કારણસર ફિલ્મનું શૂટિંગ બંધ થઈ ગયું હતું અને હવે ફિલ્મનું કામ ફરી શરૂ થશે.

આ પણ વાંચો – સાઉથના સ્ટાર અલ્લુ અર્જૂનની ફિલ્મ ‘પુષ્પા’ કમાણી મામલે અટકવાનું નથી રહી લઈ નામ, વર્લ્ડવાઈડ કરી આટલા કરોડની કમાણી

આ પણ વાંચો – Bigg Boss 15: સલમાન ખાનની થપ્પડ પણ મંજુર હતી, ઘરની બહાર આવ્યા બાદ ઉમર રિયાસે કહ્યું, તે ફિનાલેથી એક ડગલું દૂર હતો

g clip-path="url(#clip0_868_265)">