બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરની ‘જર્સી’ ની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને હવે શાહિદે ફિલ્મની રિલીઝ ડેટની ઘોષણા કરી દીધી છે. દિવાળી પર શાહિદ કપૂરની જર્સી ધમાલ કરવા માટે તૈયાર છે. દિવાળી નિમિત્તે આ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ સિનેમાઘરોમાં રજૂ કરવામાં આવશે. શાહિદ કપૂર દ્વારા સોશ્યલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ માહિતી આપવામાં આવી છે.
શાહિદે તેના જર્સી લુકમાં એક ફોટો શેર કર્યો અને લખ્યું કે, જર્સી દિવાળી નિમિત્તે 5 નવેમ્બર 2021 ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. માનવ આત્માનો વિજય. એવી સફર જેનો મને ખૂબ ગર્વ છે. આ ટીમ માટે… ઘણા બોલિવૂડ સેલેબ્સે શાહિદને પોસ્ટ શેર કરીને અભિનંદન આપ્યા છે.
જર્સી એ એવી વ્યક્તિની વાર્તા છે જે ખૂબ જ પ્રતિભાશાળી છે, પરંતુ નિષ્ફળ ક્રિકેટર છે. આ ફિલ્મ તેલુગુ ફિલ્મ જર્સીની રિમેક છે. ફિલ્મમાં શાહિદ સાથે મૃણાલ ઠાકુર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. શાહિદે આ ફિલ્મના શૂટિંગ પછી ફોટો શેર કરતા લખ્યું કે, જર્સીનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. કોરોના યુગમાં 47 દિવસ સુધી શૂટિંગ કરવું મુશ્કેલ હતું. મને આખી ટીમ પર ગર્વ છે. હું તે બધા લોકોનો આભાર માનું છું કે જેઓ રોજ સેટ પર આવતા હતા. જર્સી એ કોઈ વ્યક્તિના જમીનથી ઉપર ઉઠવાની વાર્તા છે. જેમ કે આપણે આ રોગચાળા સામે લડી રહ્યા છીએ. હંમેશાં યાદ રાખો કે આ સમય પણ પસાર થશે.
આ પણ વાંચો: રાહુલ દ્રવિડનુંં ઉદાહરણ આપી પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટરો પર આફ્રિદીએ લગાવી ફટકાર