નૌકાદળના વડા લક્ષ્મીનારાયણે કર્યું જાવેદ અખ્તર અને નસીરુદ્દીન શાહનુ સમર્થન, ઘણી હસ્તીઓ સાથે 150 થી વધુ લોકોએ ઉઠાવ્યો અવાજ

જાવેદ અખ્તર અને નસીરુદ્દીન શાહ ઘણીવાર તેમના નિવેદનોને લઈને વિવાદોમાં આવી જાય છે. તાજેતરમાં, બંનેએ અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા અંગે નિવેદન આપ્યું હતું, જે બાદ તેનો ખુબ વિરોધ થઈ રહ્યો છે.

નૌકાદળના વડા લક્ષ્મીનારાયણે કર્યું જાવેદ અખ્તર અને નસીરુદ્દીન શાહનુ સમર્થન, ઘણી હસ્તીઓ સાથે 150 થી વધુ લોકોએ ઉઠાવ્યો અવાજ
javed akhtar and naseeruddin shah get support from ex navy chief laxminarayan

જાવેદ અખ્તર અને નસીરુદ્દીન શાહને ટેકો આપવા 150 નાગરિકો આગળ આવ્યા છે. અફઘાનિસ્તાનના કબજા અંગે તાલિબાનના (Taliban) નિવેદન બાદ આ તમામ લોકો જાવેદ અને નસીરુદ્દીન સાથે કરવામાં આવતી ખરાબ વર્તણૂકનો વિરોધ કરી રહ્યા છે.

ઘણી હસ્તીઓ સાથે 150 થી વધુ લોકોએ ઉઠાવ્યો અવાજ

જાવેદ અને નસીરુદ્દીનનું સમર્થન કરતા નાગરિકોએ જણાવ્યું હતું કે, તેઓ જાવેદ અને નસીરુદ્દીન (Naseeruddin Shah) સાથે કરવામાં આવતી વર્તણૂકની નિંદા કરે છે અને તેઓ તેમના સમર્થનમાં છે. ઉપરાંત જણાવ્યુ હતુ કે, તેમને તેના મંતવ્યો વ્યક્ત કરવાનો અધિકાર છે અને તેમને આપવામાં આવી રહેલી ધમકી અયોગ્ય છે.

લોકો નસીરુદ્દીનના સમર્થનમાં જણાવી રહ્યા છે કે, તેઓ માત્ર ભારતીય ઇસ્લામની સહિષ્ણુ પરંપરાનું પુનરાવર્તન કરી રહ્યા છે, જે તાજેતરના દાયકાઓમાં સાઉદી પ્રભાવિત વહાબી ઇસ્લામથી પ્રભાવિત છે. આ એક એવો ટ્રેન્ડ છે જેને ભારતીય મુસ્લિમોનો મોટો વર્ગ માત્ર ઓળખે છે અને તેની નિંદા પણ કરે છે.

જાવેદ અખ્તર અને નસીરુદ્દીન શાહના નિવેદન પર સમર્થન

તમને જણાવી દઈએ કે આ નિવેદનો પર પૂર્વ નેવી ચીફ એડમિરલ, લક્ષ્મીનારાયણ રામદાસ (Navy Chief Laxminarayan), ફિલ્મ નિર્માતા આનંદ પટવર્ધન, ફિલ્મ લેખક અંજુમ રાજાબલી, લેખક જ્હોન દયાલ અને સામાજિક કાર્યકર્તા (Social worker) તિસ્તા સેતલવાડ, પ્રોફેસર એમરિતા, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી અને ઝોયા હસન દ્વારા સમર્થન કરવામાં આવી રહ્યુ છે.

જાવેદ અખ્તરે  દ્વારા શું નિવેદન આપવામાં આવ્યુ હતું

જાવેદે તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુ હતું કે, RSS, VHP અને બજરંગ દળ જેવા સંગઠનો તાલિબાન જેવા છે. ભારતનું બંધારણ તેમના માર્ગમાં અવરોધ બની રહ્યું છે અને જો તેમને થોડી તક મળશે તો તેઓ હદ પાર કરવામાં અચકાશે નહીં. ઉપરાંત જાવેદે (Javed Akhtar) ભારતમાં લઘુમતીઓ સાથે કરવામાં આવતા મોબ લિંચિંગ અંગે પણ પોતાનું નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે આ તાલિબાન જેવું બને તે પહેલાનું રિહર્સલ છે. તેઓ બધા સમાન છે, ફક્ત તેમના નામ અલગ છે.

નસીરુદ્દીન શાહનું વિવાદાસ્પદ નિવેદન

નસીરુદ્દીન શાહે અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાની ભારતીય મુસ્લિમોના એક વર્ગને ઉજવણી કરવા બદલ ટીકા કરી હતી અને તેને ચિંતાનું કારણ ગણાવ્યું હતું.

 

આ પણ વાંચો: Maharashtra Rain : કોંકણ અને મરાઠવાડામાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ, IMD એ અનેક વિસ્તારોમાં જાહેર કર્યુ એલર્ટ

આ પણ વાંચો:  Weather Update: આગામી 24 થી 48 કલાકમાં મુંબઈ શહેરમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો ગુજરાત સહિત દેશના મૌસમનો હાલ

Click on your DTH Provider to Add TV9 Gujarati