AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Rain : કોંકણ અને મરાઠવાડામાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ, IMD એ અનેક વિસ્તારોમાં જાહેર કર્યુ એલર્ટ

મહારાષ્ટ્રના કોંકણ અને મરાઠવાડામાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીને પગલે અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર કર્યુ છે.

Maharashtra Rain : કોંકણ અને મરાઠવાડામાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ, IMD એ અનેક વિસ્તારોમાં જાહેર કર્યુ એલર્ટ
Heavy Rain in Maharashtra (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2021 | 8:44 AM
Share

Maharashtra Rain : મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ થયો છે. 65 મીમીથી વધુ વરસાદ થતા સમગ્ર વિસ્તારમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદને (Heavy Rains) પગલે પાણીનું સ્તર વધ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેશરને (Law Pressure) કારણે બુધવારે પણ મહારાષ્ટ્રમાં કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર અને વિદર્ભમાં (Vidarbh) ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ઉપરાંત આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું 

તમને જણાવી દઈએ કે, હવામાન વિભાગ દ્વારા મુંબઈ, થાણે, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, નાસિક, પુણે, સતારા અને કોલ્હાપુરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ (Orange Alert) જાહેર કર્યું છે. ઉપરાંત હવામાન વિભાગ દ્વારા શનિવાર સુધી દક્ષિણ કોંકણ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે નિચાણવાળા વિસ્તારોમાં ચેતવણી આપવામાં આવી છે. તેમજ પાલઘરમાં ભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ જાહેર (Red Alert) કરવામાં આવ્યુ છે.

નાંદેડ થયુ પાણી પાણી

નાંદેડમાં ભારે વરસાદને કારણે શહેરના રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. જિલ્લાના ભોકર, હડગાંવ, હિમાયતનગર, મુખેડ અને અર્ધપુરીના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જો વરસાદ હજુ ચાલુ રહેશે તો શહેરની સ્થિતિ (Condition) વધુ ગંભીર બની શકે છે.

માજલગાંવ ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા

બીડમાં થયેલા ભારે વરસાદને કારણે, માજલગાંવ ડેમમાં (Majalganv Dam) પાણીની આવક થઈ હતી, જેને પગલે પાણીના પ્રવાહને જોતા સાવચેતીના ભાગરૂપે ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા હતા.

કોંકણ અને મરાઠવાડામાં ભારે વરસાદની આગાહી

મહારાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ રાજ્યના કોંકણ (Konkan) અને મરાઠવાડા વિસ્તારમાં જોવા મળી રહ્યો છે, છેલ્લા બે ત્રણ દિવસથી થઈ રહેલા ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદની આગાહીને પગલે હાલ હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર કર્યુ છે.

આ પણ વાંચો: Mumbai: ટાટા મેમોરીયલને મળ્યું મોટું દાન, એક મહીલાએ કેમો થેરાપી સેન્ટર શરૂ કરવા 120 કરોડ રૂપિયાની જમીનનું કર્યું દાન

આ પણ વાંચો: ફુડ આર્મીનો ઈકો ફ્રેન્ડલી આઈડીયા – પ્લાસ્ટીકની નકામી થેલીમાંથી બની રહી છે રંગબેરંગી ચટ્ટાઈ

Follow Us
મેઘરાજાની તોફાની બેટિંગ! 24 કલાકમાં 95 તાલુકા ધમરોળાયા
મેઘરાજાની તોફાની બેટિંગ! 24 કલાકમાં 95 તાલુકા ધમરોળાયા
અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને કરી મોટી આગાહી!
અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને કરી મોટી આગાહી!
જુઓ પંકજ ત્રિપાઠીનું 'રૂપકથા' હોલિડે હોમ, સાદગીમાં જ છે ખાસિયત! Video
જુઓ પંકજ ત્રિપાઠીનું 'રૂપકથા' હોલિડે હોમ, સાદગીમાં જ છે ખાસિયત! Video
કાશ આવી ટીચર આપણને મળી હોત! ગાઝિયાબાદની ‘કૂલ ટીચર’નો વીડિયો થયો વાયરલ
કાશ આવી ટીચર આપણને મળી હોત! ગાઝિયાબાદની ‘કૂલ ટીચર’નો વીડિયો થયો વાયરલ
મોટી સફળતા કે સન્માન મળી શકે છે, તમારી યોગ્યતાની પ્રશંસા થશે
મોટી સફળતા કે સન્માન મળી શકે છે, તમારી યોગ્યતાની પ્રશંસા થશે
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">