દૂધનું દૂધ પાણીનું પાણી: વિદ્યુત જામવાલ અને નંદિતાની સગાઈના સમાચાર વિશે સત્ય આવ્યું બહાર

તમને જણાવી દઈએ કે નંદિતા અને વિદ્યુત જામવાલની (Vidyut Jammwal) સગાઈને લઈને અટકળો ચાલી રહી હતી. હવે આ અટકળો વચ્ચે અહેવાલ આવ્યા છે કે બંનેએ 3 દિવસ અગાઉ સગાઈ કરી લીધી છે.

દૂધનું દૂધ પાણીનું પાણી: વિદ્યુત જામવાલ અને નંદિતાની સગાઈના સમાચાર વિશે સત્ય આવ્યું બહાર
Its confirmed that Vidyut jamwal and nandita mahtani got engaged
TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Sep 05, 2021 | 11:25 AM

તાજેતરમાં એક ફોટો સામે આવ્યો હતો, જેમાં અભિનેતા વિદ્યુત જામવાલ (Vidyut Jammwal) ફેશન ડિઝાઇનર નંદિતા મહતાની (Nandita Mahtani) સાથે જોવા મળ્યા હતા. આ તસ્વીર તાજમહેલ નજીક લેવામાં આવી છે. આ તસ્વીર જોયા બાદ દરેક જગ્યાએ અટકળો શરૂ થઈ કે વિદ્યુતે નંદિતા સાથે સગાઈ કરી લીધી છે. પહેલા માત્ર અટકળો હતી, પરંતુ હવે આ સમાચારની પુષ્ટિ થઈ ગઈ છે. એક અહેવાલ મુજબ, વિદ્યુત જામવાલે ત્રણ દિવસ પહેલા તેની પ્રેમિકા નંદિતા મહતાની સાથે સગાઈ કરી હતી.

વિદ્યુત અને નંદિતાની તસવીરમાં નંદિતાના હાથમાં સગાઈની વીંટી પણ જોવા મળી હતી. સૂત્રોને ટાંકીને અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વિદ્યુતે ત્રણ દિવસ પહેલા નંદિતા સાથે સગાઈ કરી લીધી છે. વિદ્યુત પહેલા નંદિતા ડીનો મોરિયાને ડેટ કરી હતી. ડીનો અને નંદિતા વચ્ચેનો સંબંધ બહુ વિચિત્ર હતો. બંને કોઈપણ સમયે અલગ થઈ જતા અને પછી પેચ અપ કરી લેતા. થોડા વર્ષો પહેલા, આખરે બંનેએ એકબીજા સાથે સંબંધ તોડી નાખ્યો, કારણ કે તેઓ એકબીજા સાથે ભાવનાત્મક રીતે જોડાઈ શક્યા ન હતા.

આ વર્ષે બંને લગ્ન કરી શકે છે

સૂત્રોને ટાંકીને અહેવાલમાં આગળ લખ્યું છે કે નંદિતાને માત્ર પાંચ મહિના પહેલા જ વિદ્યુતના પ્રેમ વિશે અહેસાસ થયો. અને હવે બંનેએ સગાઈ કરી લીધી છે, પરંતુ લગ્ન ક્યારે થશે તે અંગે કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી. જોકે, આ વાત નક્કી છે કે બંને આ વર્ષે લગ્ન કરી શકે છે.

તમને જણાવી દઈએ કે નંદિતા પહેલા વિદ્યુત ટીવી અભિનેત્રી મોના સિંહ સાથે રિલેશનશિપમાં હતો. બંને બે વર્ષ સુધી આ સંબંધમાં હતા, પરંતુ બાદમાં તેઓ અલગ થઈ ગયા. એમએમએસ લીક ​​થયા બાદ મોના સિંહે વિદ્યુત સાથે સંબંધ તોડી દીધો હોવાનું કહેવાય છે. બાદમાં જાણવા મળ્યું કે બ્રેકઅપનું કારણ માત્ર એમએમએસ જ નહીં, પરંતુ વિદ્યુતનું વ્યસ્ત બોલિવુડ શેડ્યૂલ પણ હતું. બંને એકબીજા સાથે સમય વિતાવતા ન હતા. વિદ્યુત સાથે સંબંધ તૂટ્યા બાદ મોનાએ એક બિઝનેસમેન સાથે લગ્ન કર્યા.

હાલમાં વિદ્યુત જામવાલનાં વર્કફ્રન્ટની વાત કરીએ તો તેમના હાથમાં ત્રણ મોટા પ્રોજેક્ટ છે. આમાંની એક છે સનક, જે આ વર્ષે રિલીઝ થશે. આ સિવાય તે પોતે હાફિઝની બીજી સીઝનમાં કામ કરી રહ્યા છે. લોકોને આ ફિલ્મ ખૂબ ગમી. આ ફિલ્મો સિવાય વિદ્યુત જામવાલ તેમની પ્રોડક્શન ફિલ્મ IB71 માં પણ જોવા મળશે. આ ફિલ્મ વિદ્યુતના પ્રોડક્શનની પ્રથમ ફિલ્મ છે.

આ પણ વાંચો: Pankaj Tripathi Net Worth: એક સમયે જમવાના હતા ફાંફા, આજે આટલા કરોડમાં રમે છે પંકજ ત્રિપાઠી

આ પણ વાંચો: Saira Banu Health Update: ICU માંથી બહાર આવ્યા સાયરા બાનુ, ડોક્ટરે તબિયત વિશે જણાવ્યું સત્ય

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati