AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંબાણી પરિવારની દીકરી ઈશા અંબાણીને મળ્યો ‘આઈકન ઑફ ધ યર’નો અવોર્ડ, સિમ્પલ લુકમાં જીત્યા દિલ, જુઓ-Video

ઈશા અંબાણીને એવોર્ડ શોમાં 'આઈકન ઓફ ધ યર' એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેણે આ એવોર્ડ તેની માતા નીતા અંબાણી અને પુત્રી આદિયાને સમર્પિત કર્યો. આ ઈવેન્ટમાં ગૌરી ખાનથી લઈને કૃતિ સેનન સુધીના દરેકને તેમના કામ માટે એવોર્ડ પણ મળ્યા હતા.

અંબાણી પરિવારની દીકરી ઈશા અંબાણીને મળ્યો 'આઈકન ઑફ ધ યર'નો અવોર્ડ, સિમ્પલ લુકમાં જીત્યા દિલ, જુઓ-Video
Isha Ambani got Icon of the Year see video
| Updated on: Oct 20, 2024 | 11:47 AM
Share

શનિવારે રાત્રે મુંબઈમાં એક એવોર્ડ શોમાં ઈશા અંબાણીના લુકે ફરી એકવાર બધાનું ધ્યાન ખેંચ્યું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની પુત્રી ઈશાને શનિવારે ‘આઈકન ઓફ ધ યર’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. શાહરૂખ ખાનની પત્ની ગૌરીને બેસ્ટ ઈન્ટિરિયર ડિઝાઈનર અને કૃતિ સેનનને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ફિલ્મ નિર્માતા પાયલ કાપડિયાને તેની ફિલ્મ ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ માટે હાર્પર બજારના વુમન ઓફ ધ યર એવોર્ડ્સ 2024માં શ્રેષ્ઠ દિગ્દર્શકના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. અનન્યા પાંડેએ હાર્પર બજારના વુમન ઓફ ધ યર એવોર્ડ્સ 2024માં ‘સ્પોટલાઈટ એક્ટ્રેસ ઓફ ધ યર’ એવોર્ડ જીત્યો.

એવોર્ડ શોમાં ઈશા અંબાણીનો દબદબો

ઈશા અંબાણીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ઈશા ઈવેન્ટમાં બ્લેક એન્ડ વ્હાઇટ લુકમાં જોવા મળી હતી. તેણે સ્લીવલેસ વ્હાઇટ ટોપ સાથે લાંબો બ્લેક સ્કર્ટ પહેર્યો હતો. ઈશાએ સિમ્પલ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. તેનો આ લુક ચર્ચામાં છે. એટલું જ નહીં આ એવોર્ડ નાઈટમાં તેની સાથે બોલિવૂડ અભિનેત્રીઓ પણ જોવા મળી હતી.

ઈશા અંબાણીએ દિલ જીતી લીધું

ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં ઈશાએ પોતાની જીતનો શ્રેય તેની માતા નીતા અંબાણી અને તેની પુત્રી આદિયાને આપ્યો છે. તેણે કહ્યું, ‘હું આ એવોર્ડ મારી પુત્રી આદિયાને સમર્પિત કરવા માંગુ છું જે મને દરરોજ વધુ સારું કરવા માટે પ્રેરિત કરે છે.’ ઈશા એ તેની માતાને પોતાની રોલ મોડલ ગણાવી છે, જેમણે હંમેશા તેને સપોર્ટ કર્યો છે. તેણીએ કહ્યું, ‘હું તેને હંમેશા કહું છું, મમ્મી, મને સપોર્ટ કરવા બદલ આભાર, જેથી હું તેમની સાથે આ રેસમાં દોડી શકું અને તેમના કારણે જ હું આજે અહીં છું.’

એવોર્ડ શોમાં આ સ્ટાર્સ અદ્ભુત દેખાયા

આ પછી ઈશાએ ગૌરી અને ડિઝાઈનર મનિષ મલ્હોત્રા સાથે કેમેરા સામે પોઝ આપ્યા હતા. ઈશા અનન્યા પાંડે અને ભાવના પાંડે સાથે પણ જોવા મળી હતી. ઈશા અંબાણી ઉપરાંત, એવોર્ડ શોમાં બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનન, પેરાલિમ્પિક સ્ટાર અવની લેખારા, અનન્યા પાંડે (જેમણે કોલ મી બે અને સીટીઆરએલમાં તેના કામ માટે સ્પોટલાઈટ ઓફ ધ યર એવોર્ડ જીત્યો હતો) અને ગૌરી ખાનનું પણ સન્માન કર્યું હતું.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">