શું ખરેખર લાઇગર છે ઇન્ડસ્ટ્રીની આગામી મોટી એક્શન ફિલ્મ ? વિજય સાથે ચમકશે માઇક ટાયસન

શું ખરેખર લાઇગર છે ઇન્ડસ્ટ્રીની આગામી મોટી એક્શન ફિલ્મ ? વિજય સાથે ચમકશે માઇક ટાયસન
Is Liger really the next big action film in the industry?

વિજય દેવરકોંડાને તેલુગુ ફિલ્મોમાં નિર્દેશક રવિ બાબુએ 'નુવ્વિલા' માં રજૂ કર્યા હતા. શેખર કમુલાની 'લાઈફ ઈઝ બ્યુટીફુલ' તેની આગામી ફિલ્મ હતી.

TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Dec 31, 2021 | 4:41 PM

યુવા પ્રતિભાશાળી સ્ટાર વિજય દેવરકોંડા (Vijay Deverkonda), જેઓ તેલુગુ સિનેમામાં ધૂમ મચાવી રહ્યા છે, તે કરણ જોહરની (Karan Johar) લાઇગરમાં (Liger) અનન્યા પાંડેની સામે બોલિવૂડમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે. ‘Liger’ એ અપેક્ષાઓ વધારી છે. ‘લાઇગર’ બનાવવા પાછળ સાઉથ સિનેમા અને બોલિવૂડની મોટી હસ્તીઓના નામ સામેલ છે. આ ફિલ્મ પહેલા જ દેશનું ધ્યાન ખેંચી ચુકી છે. દેવરકોંડા માટે, બોલિવૂડ કનેક્શન હવે સારી રીતે સ્થાપિત થઈ ગયું છે. ‘કબીર સિંઘ’ની સફળતા બાદ ઘણા લોકો મૂળ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’માં વિજયના અભિનયને ડિસ્કવર કરી ચૂક્યા છે. આ તેલુગુ ફિલ્મને હિન્દીમાં ‘કબીર સિંહ’ તરીકે રિમેક કરવામાં આવી છે જેમાં શાહિદ કપૂર મુખ્ય ભૂમિકામાં છે.

વિજયને તેલુગુ ફિલ્મોના નિર્દેશક રવિ બાબૂએ ‘નુવ્વિલા’થી ઇન્ટ્રોડ્યૂસ કર્યો હતો. શેખર કમુલાની ‘લાઈફ ઈઝ બ્યુટીફુલ’ તેની બીજી ફિલ્મ હતી. નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત, ‘યેવડે સુબ્રહ્મણ્યમ’એ તેને ઘણી ઓળખ આપી. પાછળથી તરુણ ભાસ્કર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘પેલ્લી ચોપુલુ’ જબરદસ્ત હિટ બની, ત્યારબાદ સંદીપ રેડ્ડી વાંગાની ‘અર્જુન રેડ્ડી’ આવી. એક સાચા હૈદરાબાદી તરીકે, વિજયે ‘પેલ્લી ચોપુલુ’માં તેલંગાણા બોલી પકડી, જેણે પ્રેક્ષકોને મોહિત કર્યા. લોકો કલાકાર સાથે જોડાણ અનુભવવા લાગ્યા.

વિજયની રિલીઝ થયેલી ટેક્સીવાલા, જે ભૂતિયા ટેક્સી પર આધારિત છે, તેણે પણ સારો દેખાવ કર્યો. તે છેલ્લે નિર્દેશક ક્રાંતિ માધવની ‘વર્લ્ડ ફેમસ લવર’માં જોવા મળ્યો હતો. ફિલ્મ તમામ અપેક્ષાઓ પર ખરી ઉતરી ન હતી. વિજય દેવરકોંડાએ 2018માં પોતાની ફેશન બ્રાન્ડ રાઉડી ક્લબની શરૂઆત કરી. રસપ્રદ વાત એ છે કે, તે પોતાની એપેરલ લાઇન રજૂ કરનાર પ્રથમ ટોલીવુડ અભિનેતા બન્યો.

બોલિવૂડમાં સ્વિચ કરવાનો નિર્ણય એ એક રસપ્રદ પગલું છે. બોલિવૂડના પોતાના પડકારો છે અને એક રીતે ટોલીવુડ કરતાં વધુ સ્પર્ધાત્મક છે. દક્ષિણથી ઉત્તર તરફ જવું એ કોઈ નવી ઘટના નથી, આજે ઘણા કલાકારો બોલિવૂડ તરફ વળ્યા છે. પરંતુ તે પહેલા અભિનેત્રીઓનો નંબર આવે છે. વિજય દેવરકોંડા તેની સાઉથની હિટ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ પછી એક નેશનલ ફેનોમેનન બની ગયો, અભિનેતા દક્ષિણના સૌથી વિશ્વાસપાત્ર સ્ટાર્સમાંનો એક છે અને હવે હિન્દી ફિલ્મ ઉદ્યોગ તેમનું સ્વાગત કરવા માટે તૈયાર છે.

આ પણ વાંચો –

Big News : પુષ્પાના હિન્દી વર્ઝને KGF-1ને પછાડી, બોક્સ ઓફિસ પર 13 દિવસમાં કરી અધધ…. કમાણી

આ પણ વાંચો –

TMKOC : શું જેઠાલાલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોને અલવિદા કહી રહ્યા છે ? જાણો શું કહ્યુ દિલીપ જોશીએ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati