Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું અલ્લુ અર્જુન બોલિવૂડમાં કરશે ડેબ્યૂ ? સાઉથ સ્ટારને આ હિન્દી ફિલ્મની મળી છે ઓફર

અલ્લુ અર્જુનની 'પુષ્પા' ફિલ્મ હિન્દી વર્ઝનમાં ખુબ સારી કમાણી કરી રહી છે. તેણે 'બાહુબલી' અને 'KGF'ને પણ કમાણીમાં પાછળ રાખી દીધી છે.

શું અલ્લુ અર્જુન બોલિવૂડમાં કરશે ડેબ્યૂ ? સાઉથ સ્ટારને આ હિન્દી ફિલ્મની મળી છે ઓફર
Actor Allu Arjun (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2022 | 1:41 PM

Allu Arjun : સાઉથ સ્ટાર અલ્લુ અર્જુન તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘પુષ્પા’માં(Pushpa Film)  તેના શાનદાર અભિનયને કારણે ખુબ ચર્ચામાં છે. અલ્લુ અર્જુન માત્ર સાઉથનો જ નહીં પણ બોલિવૂડ ફિલ્મમા દર્શકોનો પણ ફેવરિટ કલાકાર બની ગયો છે. તેની ફિલ્મનુ હિન્દી વર્ઝન(Pushpa Hindi Version)  બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. આ કારણે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા ફિલ્મ નિર્માતાઓની નજર હવે અલ્લુ અર્જુન (Allu Arjun) પર છે. પોતાના બોલિવૂડ ડેબ્યૂ વિશે વાત કરતા અલ્લુએ જણાવ્યુ છે કે તે બોલિવૂડમાં ક્યારે કામ કરશે ?

આ હિન્દી ફિલ્મની મળી છે ઓફર

એક મીડિયા સાથે વાત કરતા અભિનેતાએ કહ્યુ કે, તેને હિન્દી ફિલ્મમાં કામ કરવાની ઓફર મળી છે પરંતુ દર્શકોએ રાહ જોવી પડશે. કારણ કે મને એક ફિલ્મની ઓફર મળી છે પરંતુ તે બહુ રોમાંચક નથી. તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં(Telugu Film Industry)  બે દાયકા વિતાવ્યા પછી, અર્જુન કહે છે કે જ્યારે તે કોઈ બોલિવૂડ ફિલ્મમાં અભિનેતાના સહાયકની ભૂમિકા ભજવવા માંગતો નથી.

Jyotish Shastra : તુલસીને હળદરનું પાણી ચઢાવવાથી શું થાય છે?
Pahalgam: પહેલગામનો અર્થ શું છે?
MI ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાની અટક પાછળનો ઈતિહાસ જાણો
સારા તેંડુલકરની લાઈફમાં નવા ફ્રેન્ડની એન્ટ્રી થઈ, જુઓ ફોટો
ક્રિકેટરની પત્ની વાઇન ટેસ્ટ કરીને કમાય છે લાખો રુપિયા
આ લોકોએ ઠંડા પીણાં ન પીવા જોઈએ, બગડી શકે છે સ્વાસ્થ્ય

તેણે વધુમાં કહ્યુ કે, જ્યારે આપણે જે ફિલ્મો કરીએ છીએ તેના હીરો હોય છે. જો કોઈ બોલિવૂડ નિર્માતા આવવા માંગે છે તો તે એવી ઓફર લઈને આવે જેમાં હીરોનો રોલ હોય. આ સિવાય મને કોઈ વાતમાં રસ નહીં પડે અને તે સારી રીતે સમજવું પડશે. ઉપરાંત કહ્યુ કે, તમે કોઈ મોટા સ્ટાર પાસેથી બીજી ભૂમિકા ઓફર કરો તેનો કોઈ અર્થ નથી, તેનાથી ફિલ્મને જ નુકસાન થાય છે.

હિરોના રોલમાં જ કામ કરીશ : અલ્લુ અર્જુન

‘પુષ્પા’એ હિન્દી વર્ઝનમાં અત્યાર સુધીમાં કરી અધધ..કમાણી

તમને જણાવી દઈએ કે, અલ્લુ અર્જુનની પુષ્પા હિન્દી વર્ઝનમાં ખુબ સારી કમાણી કરી રહી છે. આ ફિલ્મે બાહુબલી અને KGFને પણ પાછળ રાખી દીધી છે. પ્રભાસે બાહુબલી પછી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અને તે ઘણી બોલિવૂડ ફિલ્મો પણ કરી રહ્યો છે. બોલિવૂડમાં અલ્લુ અર્જુનના કામને લઈને હાલ ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. જો કે અલ્લુએ પણ આ વાતને નકારી નથી, પરંતુ એટલું સ્પષ્ટ કર્યું છે કે તે માત્ર મુખ્ય ભૂમિકામાં જ કામ કરશે.તમને જણાવી દઈએ કે, ‘પુષ્પા’એ હિન્દી વર્ઝનમાં અત્યાર સુધીમાં 56.69 કરોડની કમાણી કરી છે.

આ પણ વાંચો : Pushpa Box Office Collection: અલ્લૂ અર્જૂનની ‘પુષ્પા’એ નવા વર્ષે બનાવ્યો નવો રેકોર્ડ, કલેક્શન જાણીને થઈ જશો હેરાન

આ પણ વાંચો : બોલીવુડની આ એક્ટ્રેસો રહે છે હંમેશા સાસુ-સસરા સાથે, જાણો કોણ છે લિસ્ટમાં સામેલ

g clip-path="url(#clip0_868_265)">