Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વર્ષના છેલ્લા દિવસે PUSHPAના કલેક્શનમાં ધરખમ વધારો, દરરોજ ફિલ્મ બનાવી રહી છે નવો રેકોર્ડ

હાલમાં જ અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા' રીલિઝ થઈ, જેણે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મ દરેક જતા દિવસે એક નવો રેકોર્ડ બનાવી રહી છે.

વર્ષના છેલ્લા દિવસે PUSHPAના કલેક્શનમાં ધરખમ વધારો, દરરોજ ફિલ્મ બનાવી રહી છે નવો રેકોર્ડ
Increase in Third Friday box office collection of Pushpa
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2022 | 10:39 PM

સાઉથની ફિલ્મોને (South Movie) લોકો ફક્ત પસંદ જ નથી કરી રહ્યા પરંતુ આ ફિલ્મો લોકોને ભરપૂર મનોરંજન પણ પૂરુ પાડી રહી છે. હવે ભાષાનો કોઇ અવરોધ નથી. ડબિંગે તમામ પ્રકારની ફિલ્મો માટે માર્ગ ખોલ્યો છે. સાઉથના તમામ એક્ટર અને એક્ટ્રેસે દેશના લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવી છે. કેટલાક ખાસ કલાકારો છે જેમની ફિલ્મો લોકો ચોક્કસપણે જોતા હોય છે. જેમાં અલ્લુ અર્જુનની (Allu Arjun) ફિલ્મ ટોપ પર છે. હાલમાં જ અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’ (Pushpa) રીલિઝ થઈ હતી, જેણે બોક્સ ઓફિસ (Box Office) પર ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મ દરરોજ નવો રેકોર્ડ બનાવી રહી છે.રિલીઝના પહેલા જ દિવસે, ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી ઓપનિંગ કરી હતી અને લોન્ચ થયા પછી ફિલ્મનું કલેક્શન સતત વધી રહ્યું છે.

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ ‘પુષ્પા’નું હિન્દી વર્ઝન એક ભેટ સમાન છે. વર્ષના અંતિમ દિવસે, ‘પુષ્પા’ના હિન્દી વર્ઝનના કલેક્શનમાં  વધારો થયો હતો. અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મે તેના ત્રીજા શુક્રવારે લગભગ રૂ. 6 કરોડની કમાણી કરી હતી, પંદર દિવસમાં તેની કુલ કમાણી રૂ. 239.50 કરોડ પર પહોંચી હતી. રવિવારે આ ફિલ્મ રૂ. 250 કરોડને પાર કરી જશે, હિન્દી વર્ઝન જે રીતે પ્રદર્શન કરી રહ્યું છે, તેને જોઇને લાગે છે કે ફિલ્મ જલ્દી જ 300 કરોડ ક્લબમાં પહોંચી જશે.

પુષ્પાનું બોક્સ ઓફિસ કલેક્શન

પહેલું અઠવાડિયું – રૂ. 177.75 કરોડ બીજુ અઠવાડિયું – રૂ. 55.75 કરોડ ત્રીજુ અઠવાડિયું – રૂ. 6 કરોડ કુલ – રૂ. 239.50 કરોડ

સારા તેંડુલકરે મુંબઈની ટીમ ખરીદી
ક્યા 5 મેડિકલ ટેસ્ટ છે જે વર્ષમાં એક વાર જરૂર કરાવવા જોઇએ ?
ડિલિવરી પછી પેટની ચરબી કેવી રીતે ઘટાડવી?
IPL 2025માં શ્રેયસ અય્યર એક કલાકમાં કેટલા પૈસા કમાઈ રહ્યો છે?
આ કોરિયોગ્રાફરની માસિક આવક 2 કરોડ રૂપિયાથી વધુ છે, જુઓ ફોટો
Waqf Meaning: વક્ફનો અર્થ શું છે, આ શબ્દ ક્યાંથી આવ્યો?

ત્રીજા શુક્રવારનું કલેક્શન ફિલ્મની ઓપનિંગ ડે કરતા વધુ હતુ અને નવા વર્ષની ઉજવણીને જોતા હાલના એક બે દિવસમાં કલેક્શનમાં વધારો થવાની સંપૂર્ણ શક્યતા છે. પહેલા એવી ઘારણા હતી કે 7 જાન્યુઆરીએ RRR ના રિલીઝ થવાની સાથે આ કલેક્શન પર અસર થશે પરંતુ હવે કોરોનાને લઇને RRR ની રિલીઝ ડેટ પોસ્ટપોન કરવામાં આવી છે. એટલે પુષ્પાનું કલેક્શન હજી વધવાની શક્યતા છે.

આ પણ વાંચો –

Happy New Year 2022: સેલેબ્સે પોતાના અલગ જ અંદાજમાં તેમના ચાહકોને પાઠવી નવા વર્ષની શુભેચ્છાઓ

આ પણ વાંચો –

Video: અનુષ્કા શર્માએ શેર કર્યો દીકરી વામિકાનો ‘મમ્મા’ કહેતા વીડિયો, અભિનેત્રીએ કહ્યું- 2021ની સૌથી શ્રેષ્ઠ સાંજ

g clip-path="url(#clip0_868_265)">