Happy New Year 2022: સેલેબ્સે પોતાના અલગ જ અંદાજમાં તેમના ચાહકોને પાઠવી નવા વર્ષની શુભેચ્છાઓ
વર્ષ 2021 વીતી ગયું, હવે નવા વર્ષનું સૌ ખુલ્લા હાથે સ્વાગત કરી રહ્યા છે. દરેક વ્યક્તિ પોતપોતાની શૈલીમાં આ નવું વર્ષ 2022 ઉજવી રહ્યા છે. તે જ સમયે, મોટા સેલેબ્સ પણ આ નવા વર્ષના દિવસે સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકોને અભિનંદન અને શુભેચ્છા પાઠવી રહ્યા છે.
વર્ષ 2021 વીતી ગયું, હવે નવા વર્ષનું સૌ ખુલ્લા હાથે સ્વાગત કરી રહ્યા છે. દરેક વ્યક્તિ પોતપોતાની શૈલીમાં આ નવું વર્ષ 2022 ઉજવી રહ્યા છે. તે જ સમયે, મોટા સેલેબ્સ પણ આ નવા વર્ષના દિવસે સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકોને અભિનંદન અને શુભેચ્છા પાઠવી રહ્યા છે. ચાલો અમે તમને જણાવીએ કે, કેવી રીતે તમારા મનપસંદ બોલિવૂડ સેલિબ્રિટીઓએ તેમના ચાહકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે.
અક્ષય કુમારે ગાયત્રી મંત્રનો પાઠ કરીને શુભકામનાઓ આપી હતી
અક્ષય કુમારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે સવારે ઉગતા સૂર્યની સામે ગાયત્રી મંત્રનો પાઠ કરી રહ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું કે, નવું વર્ષ મારા માટે સમાન છે. જાગીને મારા જૂના મિત્ર સૂરજને પ્રાર્થના કરી અને નવા વર્ષની શરૂઆત કોવિડ સિવાય હકારાત્મકતા સાથે કરી. હું દરેકને સારા સ્વાસ્થ્ય અને સુખની ઇચ્છા કરું છું. નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
અમિતાભ બચ્ચને કવિતા લખીને નવા વર્ષની શુભેચ્છા પાઠવી
અમિતાભ બચ્ચને તેમના પિતા હરિવંશરાય બચ્ચનની કવિતા શેર કરીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. આ કવિતા સાથે અમિતાભ બચ્ચને તેમની તસવીરોનો કોલાજ પણ શેર કર્યો છે.
અનુપમ ખેરે વીડિયો શેર કરી પાછવી શુભેચ્છાઓ
आप सभी को नव वर्ष की हार्दिक शुभकामनाएँ! प्रभु आपको स्वस्थ रखे।आपको दुनिया भर की ख़ुशियाँ प्रदान करे।Wishing you all a very happy and healthy new year. Love, Peace and Prayers!! 🙏🌺😍 #Happy2022#NewYear#NewDreamspic.twitter.com/T02c4jMUvU
અનુપમ ખેરે પોતાના ટ્વિટર પર એક વીડિયો શેર કરીને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે, જેમાં તેઓ શાલ ઓઢેલા જોવા મળે છે. આ સાથે તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, તમને બધાને નવા વર્ષની શુભકામનાઓ, ભગવાન તમને સ્વસ્થ રાખે. તમને વિશ્વના તમામ સુખની શુભેચ્છા.
બોલિવૂડના ડેશિંગ એક્ટર રિતિક રોશને તેના ઈન્સ્ટાગ્રામ પર શર્ટલેસ તસવીર શેર કરીને તેના ચાહકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી, તે સમુદ્રની વચ્ચે બોટિંગ કરતો જોવા મળે છે.
મીરા રાજપૂતે શાહિદ કપૂર સાથે ફોટો શેર કરીને અભિનંદન પાઠવ્યા છે
મીરા રાજપૂતે શાહિદ કપૂર સાથે એક સુંદર સેલ્ફી શેર કરી અને લખ્યું કે, મીસ્ટરના ફોટા ક્લિક કરવા માટે તૈયાર હોવાથી તે ખૂબ જ સરસ થઈ રહ્યું છે. આપ સૌને નવા વર્ષની શુભકામનાઓ. આ તસવીરમાં શાહિદ અને મીરા એકદમ સાદા કપડામાં જોવા મળી રહ્યા છે.
રણવીર સિંહે દીપિકા પાદુકોણનો એક વીડિયો શેર કર્યો જેમાં તે દીપિકાને પૂછતો જોવા મળી રહ્યો છે કે, શું તું મજા માણી રહી છે? આના પર દીપિકા વિચિત્ર રીતે બોલી કે, અમે અહીં કેમ આવ્યા છીએ. માણવા આવ્યા છે. બંને કપલ સાથે ડિનરની મજા માણી રહ્યાં છે. રણવીરે કેપ્શનમાં હેપ્પી ન્યૂ યર લખ્યું છે.