જિયા ખાનની ડોકયુમેન્ટરીમાં સૂરજ પંચોલીએ કહ્યું “હું નિર્દોષ છું”, ફેન્સમાં ગુસ્સો

જિયા ખાનના મૃત્યુને લગભગ 7 વર્ષ થઇ ગયા છે. જેને આત્મહત્યા ગણવામાં આવી હતી તેને જિયાની માતાએ હત્યા કહી હતી.

  • Publish Date - 2:28 pm, Fri, 15 January 21 Edited By: Bipin Prajapati
જિયા ખાનની ડોકયુમેન્ટરીમાં સૂરજ પંચોલીએ કહ્યું "હું નિર્દોષ છું", ફેન્સમાં ગુસ્સો
ડોક્યુમેન્ટરીમાં સૂરજ પોતાની જાતને નિર્દોષ કહી રહ્યો છે

જિયા ખાનના મૃત્યુને લગભગ 7 વર્ષ થઇ ગયા છે. જેને આત્મહત્યા ગણવામાં આવી હતી તેને જિયાની માતાએ હત્યા કહી હતી. લાંબા સમય બાદ જિયા ખાન પર ફરી ચર્ચા થઇ રહી છે. એનું કારણ છે એના પર બેનેલી ડોક્યુમેન્ટરી ‘ડેથ ઇન બોલીવૂડ’. અને આના કારણે સુરજ પંચોલીને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

જીયા ખાનની મોત પર બનેલી આ ડોક્યુમેન્ટરીનું પ્રસારણ બ્રિટનમાં બીબીસી પર થઇ રહ્યું છે. ડોક્યુમેન્ટરીમાં જિયાની માતા રાબિયા ખાન સિવાય આરોપી સૂરજ પંચોલી અને તેના પિતા આદિત્ય પંચોલીને પણ બતાવવામાં આવ્યા છે. આ સિરીઝના બીજા એપિસોડમાં સૂરજ પંચોલી જોવા મળે છે. તે વારંવાર કહી રહ્યો છે કે પોતે નિર્દોષ છે. આ વાત પર લોકો ગુસ્સામાં આવી ગયા છે અને સૂરજ પચોલી પર સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો ગુસ્સો નીકાળી રહ્યા છે.

ટ્વિટર પર લોકો અનેક પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકોએ હેઝટેગ(#ArrestSurajPancholiNow)ચલાવીને સૂરજની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે.

જિયા ખાનનો ૩ જૂન 2013ના રોજ જુહુમાં એના ફ્લેટ પર મૃતદેહ મળ્યો હતો. જિયાની માતા એ આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ આદિત્ય પંચોલી ના દીકરા સૂરજ પંચોલી પર લગાવ્યો હતો. સૂરજ પંચોલી જિયાનો બોયફ્રેન્ડ હતો. જિયાના રૂમમાંથી 6 પેજની સુસાઇડ નોટ પણ મરી હતી.

Click on your DTH Provider to Add TV9 Gujarati