હવે સાથે નથી નતાશા ! અનંત અંબાણીના સંગીતમાં એકલો પહોંચ્યો હાર્દિક પંડ્યા, ડિવોર્સની ખબરોને ફરી મળ્યો વેગ

પત્ની નતાશા સાથે હાર્દિકના સંબંધો ખતરામાં છે. હાર્દિકે હજુ સુધી આ સમાચારો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ શુક્રવારે સાંજે જ્યારે હાર્દિક અનંત અંબાણીના સંગીત સમારોહમાં પહોંચ્યો ત્યારે છૂટાછેડાના સમાચારને વધુ વેગ મળ્યું.

હવે સાથે નથી નતાશા ! અનંત અંબાણીના સંગીતમાં એકલો પહોંચ્યો હાર્દિક પંડ્યા, ડિવોર્સની ખબરોને ફરી મળ્યો વેગ
Hardik reached Anant Ambani sangeet alone
Follow Us:
| Updated on: Jul 06, 2024 | 11:59 AM

ભારતીય ક્રિકેટ ટીમ માટે T20 વર્લ્ડ કપ 2024માં ખાસ યોગદાન આપનાર સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના અંગત જીવનના સમાચારો સતત જોર પકડી રહ્યા છે. જો રિપોર્ટ્સનું માનીએ તો તેની પત્ની નતાશા સાથે તેના સંબંધો ખતરામાં છે. હાર્દિકે હજુ સુધી આ સમાચારો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ શુક્રવારે સાંજે જ્યારે હાર્દિક અનંત અંબાણીના સંગીત સમારોહમાં પહોંચ્યો ત્યારે છૂટાછેડાના સમાચારને વધુ વેગ મળ્યો છે.

ફરી હાર્દિક સાથે ના જોવા મળી નતાશા

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત સમારોહમાં ક્રિકેટર હાર્દિક પંડ્યાએ એકલો પોતાના ભાઈ-ભાભી સાથે પહોચ્યોં હતો. ત્યારે આ ઇવેન્ટમાં હાર્દિકની પત્ની નતાસા સ્ટેનકોવિક જોવા ન મળતા ફરી અલગ થવાની અટકળોને વધુ વેગ મળ્યો છે. હાર્દિકની સાથે તેનો ભાઈ કૃણાલ પંડ્યા તેની પત્ની પંખુરી અને ક્રિકેટર ઈશાન કિસન જોવા મળ્યા હતા. આ પાર્ટીમાં તેનો સારો મિત્ર ઈશાન કિશન પણ તેની સાથે જોડાયો હતો.

આજનું રાશિફળ તારીખ : 20-07-2024
અંજીર તમારા શરીરમાં ફાયદાને બદલે કરશે નુકસાન, આ લોકો ભૂલથી પણ ન ખાતા
150 રૂપિયા રોજ બચાવી બનાવી શકશો 2 કરોડ રૂપિયા... SIP નો આ કરોડપતિ ફોર્મ્યુલા છે અદ્ભુત
મખાના ખાવાથી કયો રોગ મટે છે?
આ દેશમાં ભારતના 10 રૂપિયા થઈ જાય છે લગભગ 2 હજાર રૂપિયા
સૂતા પહેલા જીરાનું પાણી પીવાના 5 ફાયદા

જીત બાદ હાર્દિકે દિકરા સાથે સેલિબ્રેશન કર્યુ

ગુરુવારે સવારે બાર્બાડોસથી ઘરે પરત ફરેલા પંડ્યાએ ક્રિકેટર ઇશાન કિશન સાથે પાપારાઝી માટે પોઝ આપ્યો હતો. અગાઉ, ટીમ ઈન્ડિયાએ મુંબઈમાં તેની ભવ્ય T20 વર્લ્ડ કપની વિજય પરેડ પૂરી કર્યા પછી તરત જ પંડ્યાએ તેના પુત્ર અગસ્ત્ય સાથે પરિવારની ઉજવણીની તસવીરો પોસ્ટ કરી હતી. આ તસવીરોમાં હાર્દિકની પત્ની નતાશા સ્ટેનકોવિક જોવા મળી ન હતી, જેના કારણે ચાહકો ચિંતામાં મુકાયા હતા.

નતાશાએ હજુ સુધી અભિનંદન નથી આપ્યા

પંડ્યાના ચાહકો પણ આશ્ચર્ય પામી રહ્યા છે કે શા માટે સ્ટેનકોવિક તેના પતિની T20 વર્લ્ડ કપની સફળતા અંગે સોશિયલ મીડિયા પર ચૂપ છે. દરમિયાન, ભાભી પંખુરી શર્મા હાર્દિક પંડ્યાને દિલથી અભિનંદન આપી રહી છે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ તેમના લગ્નના એક અઠવાડિયા પહેલા શુક્રવારે મુંબઈના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ખાતે સંગીત સમારોહનું આયોજન કરી રહ્યા છે. આ ભવ્ય સમારોહમાં ક્રિકેટ સ્ટાર્સ અને બોલિવૂડના મોટા મહેમાનો હાજરી આપશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">