AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આર્થર રોડ જેલમાં શાહરૂખ ખાને આર્યન સાથે 15 મિનિટ સુધી વાતચીત કરી, જેલમાં બોલિવુડ સુપરસ્ટારને આ રીતે મળી એન્ટ્રી !

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન તેના પુત્ર આર્યન ખાનને મળવા આર્થર રોડ જેલ પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે, આર્યનની જામીન અરજી પણ એનડીપીએસ કોર્ટે ફગાવી દીધી છે.

આર્થર રોડ જેલમાં શાહરૂખ ખાને આર્યન સાથે 15 મિનિટ સુધી વાતચીત કરી, જેલમાં બોલિવુડ સુપરસ્ટારને આ રીતે મળી એન્ટ્રી  !
Shahrukh Khan & Aryan (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2021 | 12:35 PM
Share

Aryan Khan Drugs Case : ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ફસાયેલા આર્યન ખાનની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. બુધવારે સેશન્સ કોર્ટ આર્યનની જામીન અરજી ફગાવી દીધી હતી,ત્યારે ગુરૂવારે સવારે બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shahrukh Khan) તના પુત્રને મળવા આર્થર રોડ પહોંચ્યા હતા. મળતી માહિતી અનુસાર શાહરૂખ અને આર્યન વચ્ચે 15 મિનિટ સુધી વાતચીત થઈ હતી. આ પહેલા બુધવારે મુંબઈ સેશન્સ કોર્ટના જજ વીવી પાટીલે 18 પાનાના આદેશમાં કહ્યું હતું કે, પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે આર્યન ખાન વિરુદ્ધ પુરાવા છે.જેથી તેનો ચુકાદો 20 ઓક્ટોબર સુધી અનામત રાખ્યો હતો.

બોલિવુડ સુપરસ્ટારને આ રીતે જેલમાં એન્ટ્રી મળી

સૂત્રોના જણાવ્યા અનુસાર આર્યનને મળતા પહેલા શાહરુખ ખાનના આધાર કાર્ડ (Aadhar Card) અને અન્ય દસ્તાવેજો પણ તપાસવામાં આવ્યા હતા. બાદમાં તેને ટોકન આપીને અંદર મોકલવામાં આવ્યો. આર્યન અને શાહરૂખ વચ્ચે 15-20 મિનિટ સુધી વાતચીત થઈ હતી. વાતચીત દરમિયાન 4 ગાર્ડ પણ હાજર રહ્યા હતા. શાહરૂખ પણ સામાન્ય આરોપીના પરિવારની જેમ આર્યનને મળ્યો હતો. શાહરૂખને કોઈ ખાસ સુવિધા આપવામાં આવી ન હતી. મીટિંગનો સમય પૂરો થયા બાદ શાહરૂખ ખુદ બહાર ગયો હતો.

તમને જણાવી દઈએ કે, નિયમો અનુસાર અઠવાડિયામાં માત્ર એક જ વાર, પરિવારના સભ્યો અથવા વકીલો અંડર ટ્રાયલ આરોપીઓને મળી શકે છે. અને બેઠક દરમિયાન બે લોકો હાજર રહી શકે છે.

જુઓ વીડિયો

સેશન્સ કોર્ટ  જામીન અરજી ફગાવ્યા બાદ આર્યન પરેશાન !

મળતી માહિતી અનુસાર, અગાઉ શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાને આર્યન સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે બંને પુત્ર માટે ચિંતિત છે અને જેલના અધિકારીઓને (Police Officers) તેની તબિયત અંગે જાણ કરતા રહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જામીન ફગાવાયા બાદ આર્યન ખાન ખૂબ જ પરેશાન છે.

આર્યન ખાનની મુશ્કેલી વધી શકે છે

આર્યન ખાન છેલ્લા 14 દિવસથી મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. એનસીબીએ (NCB) તેના પર ડ્રગ્સ લેવા અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ટ્રાફિકિંગ સાથે કનેક્શન હોવાનો આરોપ લગાવ્યો છે. આર્યન ખાનની જામીન અરજી મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. હવે તેના વકીલોએ મુંબઈ હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે.તમને જણાવી દઈએ કે, આર્યન ખાનની ન્યાયિક કસ્ટડી (Aryan Khan Custody) સમાપ્ત થવાની છે, આવી સ્થિતિમાં NCB ફરી એક વખત તેમની ન્યાયિક કસ્ટડીની માંગ કરવા જઈ રહી છે. NCB હાઇકોર્ટમાં પોતાનો જવાબ દાખલ કરવા તૈયાર છે.

આ પણ વાંચો: આર્યન ખાનની મુશ્કેલીઓ વધી, 26 ઓક્ટોબરે હાઇકોર્ટમાં જામીન પર સુનાવણી હાથ ધરાશે.

આ પણ વાંચો: Mumbai Police Band : મુંબઇ પોલીસના જવાનોએ મેરે સપનો કી રાની સોન્ગ કર્યુ રિક્રિએટ, વીડિયો થયો વાયરલ

શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
g clip-path="url(#clip0_868_265)">