ઈમ્તિયાઝ અલી લઈને આવી રહ્યા છે કોમેડી ફિલ્મ, જોવા મળશે દિવ્યેન્દુ શર્મા અને ગજરાજ રાવની જોડી

ઈમ્તિયાઝ અલી લઈને આવી રહ્યા છે કોમેડી ફિલ્મ, જોવા મળશે દિવ્યેન્દુ શર્મા અને ગજરાજ રાવની જોડી

મશહુર ફિલ્મમેકર ઇમ્તિયાઝ અલી હવે કોમેડી ફિલ્મમાં હાથ અજમાવવા જઈ રહ્યા છે. દિવ્યેન્દુ શર્મા અને ગજરાજ રાવને લઈને તે સટાયરિક ફિલ્મ બનાવશે.

Gautam Prajapati

| Edited By: Bipin Prajapati

Jan 14, 2021 | 1:12 PM

મશહુર ફિલ્મમેકર ઇમ્તિયાઝ અલી હવે સટાયરિક કોમેડી ફિલ્મમાં હાથ અજમાવવા જઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે દિવ્યેન્દુ શર્મા અને ગજરાજ રાવને લઈને ઈમ્તિયાઝ અલી સટાયરિક કોમેડી ફિલ્મ બનાવશે. બોલીવૂડ હંગામાની રીપોર્ટ મુજબ ફિલ્મનું નામ છે ‘થાઇ મસાજ’. મંગેશ હંડાવલે આ ફિલ્મને નિર્દશ કરશે. જેઓ પહેલા મલાલ જેવી ફિલ્મને નિર્દેશ કરી ચુક્યા છે.

ગજરાજ રાવ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં હશે. આ ઉપરાંત અન્ય કલાકાર આ ફિલ્મમાં જોવા મળશે. ઇમ્તિયાઝ અલીની લવ આજ કલ 2 ફ્લોપ રહી હતી. ગજરાજ રાવ એક ઉમદા કલાકાર છે જે શાનદાર કોમિક ટાઈમિંગ માટે જાણીતા છે. ગજરાજની બધાઈ હો, શુભ મંગલ સાવધાન, અને લૂટકેશ હીટ ફિલ્મ રહી હતી. તેમજ દિવ્યેન્દુ શર્માને મિરઝાપુરમાં સારી પ્રસંસા મળી હતી.

Imtiaz Ali is making a satirical comedy film 'Thai Massage'

દિવ્યેન્દુ અને ગજરાજ જોવા મળશે સાથે

થોડા સમય પહેલા ઇમ્તિયાઝ અલીએ કહ્યું હતું કે તેઓ જમ્મુ કાશ્મીરના યુવાનો માટે સ્થાનિક સ્તરે વર્કશોપ કરશે, જેથી તેઓની પ્રતિભા બતાવવાની મળે. તેમણે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં સકારાત્મકતાનો અનુભવ છે અને ત્યાના લોકોમાં ક્રિએટીવીટી અઢળક ભરી છે.

અલીએ વધુમાં જણાવ્યું હતું કે જૂની, પરંપરાગત અને લોકસાહિત્યમાં ઘણી બધી એવી વાર્તાઓ છે. જેના પર અદ્દભુત ફિલ્મો બની શકે છે. આ ઉપરાંત અલીએ જણાવ્યું હતું કે અગાઉ કરેલા પ્રયત્નો પૂરતા નથી, તેથી તે અન્ય વિષયો પર ફોકસ કરશે. બોલિવૂડ ડિરેક્ટર અલીએ કહ્યું હતું કે યુવાઓએ પોતાની પ્રતિભા વિશ્વ સામે લાવવા માટે આગળ આવવું પડશે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati