Ileana D’Cruzનું ટ્વીટર એકાઉન્ટ થયું હેક, અભિનેત્રીએ ચાહકોને કરી આ અપીલ

બોલિવૂડના ઘણા સ્ટાર્સ છે, જેને સોશ્યલ મીડિયા પર હેકિંગનો સામનો કરવો પડે છે. ઘણીવાર આ સ્ટાર્સના સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ હેક થઈ જાય છે, ત્યારબાદ તેમને મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે.

Ileana D'Cruzનું ટ્વીટર એકાઉન્ટ થયું હેક, અભિનેત્રીએ ચાહકોને કરી આ અપીલ
Ileana D'Cruz (File Image)
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Apr 19, 2021 | 7:21 PM

બોલિવૂડના ઘણા સ્ટાર્સ છે, જેને સોશ્યલ મીડિયા પર હેકિંગનો સામનો કરવો પડે છે. ઘણીવાર આ સ્ટાર્સના સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ હેક થઈ જાય છે, ત્યારબાદ તેમને મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે. હાલના દિવસોમાં બોલિવૂડ એક્ટ્રેસ ઈલિયાના ડિક્રુઝ હેકિંગનો સામનો કરી રહી છે. તેમનું સોશ્યિલ મીડિયા એકાઉન્ટ હેક થઈ ગયું છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

ઈલિયાના ડિક્રુઝે આ માહિતી ખુદ સોશિયલ મીડિયા દ્વારા આપી છે. તેમનું ટ્વીટર એકાઉન્ટ હેક થઈ ગયું છે. ઈલિયાના ડિક્રુઝે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને કહ્યું છે. તેમણે રવિવારે તેમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ દ્વારા ઈલિયાના ડિક્રુઝે જણાવ્યું છે કે તેમનું ટ્વીટર એકાઉન્ટ હેક થઈ ગયું છે. આવી સ્થિતિમાં તેમના ટ્વીટર હેન્ડલ દ્વારા આવતા સંદેશને અવગણો.

ઈલિયાના ડિક્રુઝે તેમની પોસ્ટમાં લખ્યું, ‘હેલો દોસ્તો … હું મારું ટ્વીટર એકાઉન્ટ એક્સેસ કરવામાં સમર્થ નથી અને મને લાગે છે કે તે હેક થઈ ગયું છે. તેથી તેમાંથી આવતા કોઈ ટ્વીટ અથવા સંદેશ અવગણો. સોશિયલ મીડિયા પર ઈલિયાના ડિક્રુઝની આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. અભિનેત્રીના ઘણા ચાહકો આ પોસ્ટ પર તેની પ્રતિક્રિયા અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

ઈલિયાના ડિક્રુઝના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તાજેતરમાં વેબ ફિલ્મ બિગ બુલમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેમણે એક પત્રકારની ભૂમિકા ભજવી હતી. બિગ બુલ 1992ના સ્ટોક માર્કેટના કૌભાંડ પર બનેલી ફિલ્મ છે. ફિલ્મમાં ઈલિયાના ડિક્રુઝ ઉપરાંત અભિષેક બચ્ચન મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મમાં અભિષેક બચ્ચને શેરબજારના પ્રખ્યાત દલાલ હર્ષદ મહેતાની ભૂમિકા ભજવી હતી.

જો કે, હર્ષદ મહેતાને એક ગુનેગાર કરતા વધારે સંજોગોનો શિકાર તરીકે ફિલ્મમાં રજૂ કરવામાં આવ્યો હતો. ફિલ્મમાં ઈલિયાના ડિક્રુઝે કૌભાંડનો પર્દાફાશ કરતા પત્રકારની ભૂમિકા ભજવી હતી, જ્યારે નિકિતા દત્તા અભિષેકના પાત્રની ગર્લફ્રેન્ડ અને પત્નીની ભૂમિકામાં જોવા મળી હતી. બિગ બુલનું નિર્માણ અજય દેવગને કર્યું છે, જ્યારે દિગ્દર્શન કુકી ગુલાટીએ કર્યું છે. આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રજૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :- પાકિસ્તાન પર સવાલ ઉઠાવવા બદલ ટ્રોલ થયા ફિલ્મ મેકર Hansal Mehta, યુઝરે બુક કરાવી કરાચીની ટિકીટ

આ પણ વાંચો :- કોરોના ઇન્ફેક્શનથી મુક્ત થતાજ માલદીવ જવા રવાના થયા Alia Bhatt અને Ranbir Kapoor, વાયરલ થયા ફોટા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">