Kartik Aaryan ને કરણ જોહરે ઠુકરાવ્યા તો સાજીદ નડિયાદવાલાએ તેમને લગાવ્યા ગળે, સાઇન કરી રોમેન્ટિક મૂવી

|

May 14, 2021 | 3:27 PM

સાજિદ નડિયાદવાલા છેલ્લા ઘણા સમયથી કાર્તિક આર્યન સાથે ફિલ્મ કરવાની યોજના બનાવી રહ્યો છે. કરણ જોહરે કાર્તિકને દોસ્તાના -2 થી બરતરફ કર્યો તો સાજિદે તેમની નવી ફિલ્મ માટે સાઇન કરી દીધા.

Kartik Aaryan ને કરણ જોહરે ઠુકરાવ્યા તો સાજીદ નડિયાદવાલાએ તેમને લગાવ્યા ગળે, સાઇન કરી રોમેન્ટિક મૂવી
Karan Johar, Kartik Aaryan, Sajid Nadiadwala

Follow us on

બોલિવૂડના ‘ચલકલેટી બોય’ એટલે કે કાર્તિક આર્યન (Kartik Aaryan) ને કરણ જોહર (Karan Johar) એ અનપ્રોફેશનલ વર્તનને કારણે ફિલ્મમાંથી પડતા મૂક્યા હતા. આ સમાચાર પછી એવી ચર્ચાઓ થઈ હતી કે ધીરે ધીરે કરણ કાર્તિકની કારકિર્દીને પણ બર્બાદ કરી દેશે. ખૂબ હોબાળો મચ્યો પણ કહે છે કે ભગવાન બધુ બરાબર કરે છે.

કાર્તિક આર્યનને કરણ જોહર દ્વારા નકારી કાઢવામાં આવ્યા તો અભિનેતા અને નિર્માતા સાજિદ નડિયાદવાલા (Sajid Nadiadwala) એ આ મુશ્કેલ સમયમાં તેમનો સાહરો બન્યા, તેમણે ખાલી કાર્તિક આર્યનને ગલે નથી લગાવ્યા પરંતુ તેમની સાથે એક ફિલ્મ પણ સાઇન કરી હતી.

અહેવાલો અનુસાર, સાજિદ નડિયાદવાલા (Sajid Nadiadwala) ઘણા સમયથી કાર્તિક આર્યન (Kartik Aaryan) સાથે ફિલ્મ કરવાની યોજના બનાવી રહ્યો હતા. કરણ જોહરે કાર્તિકને દોસ્તાના -2 થી બરતરફ કર્યા તો, સાજિદે તેમની નવી ફિલ્મ માટે સાઇન કરી લીધા.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

સાજિદ નડિયાદવાલાની આ આગામી ફિલ્મનું નિર્દેશન સમીર વિધ્વંસ (Sameer Vidwans) કરશે, જે એક રોમેન્ટિક ફિલ્મ છે. કાર્તિક આર્યનની આ લવ સ્ટોરીનું નિર્માણ સાજિદ નડિયાદવાલા (Sajid Nadiadwala) નું બેનર નમાહ પિક્ચર્સની સાથે મળીને કરશે.

 

કાર્તિક આર્યન (Kartik Aaryan) ની છબી ચોકલેટી બોયની છે, જેના કારણે સાજિદ નડિયાદવાલા (Sajid Nadiadwala) રોમેન્ટિક લવસ્ટોરી શોધી રહ્યા હતા. સાજિદના હાથમાં એક અપિક લવ સ્ટોરી લાગી ગઈ છે અને તેમણે તેમાં કાર્તિક આર્યન લેવાનું નક્કી કર્યું છે. કાર્તિક આર્યન અત્યાર સુધીની જેટલી પણ ફિલ્મો કરી ચુકી છે, તેમા તેમનો આવો રોમેન્ટિક અવતાર બતાવવામાં નહી આવ્યો હોય, જેવું હવે જોવા જઇ રહ્યા છો.

રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા નિર્દેશક સમીર વિધ્વંસ હાલમાં ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે. જેવુ જ તેનું પ્રી-પ્રોડક્શનનું કામ પૂરું થઈ જશે અને કોવિડને કારણે બગડેલી સ્થિતિ સામાન્ય બની જશે. ત્યારે સાજિદ નડિયાદવાલા આની ગ્રેન્ડ અનાઉન્સમેન્ટ કરશે જોકે, આ ફિલ્મ માટે હજી સુધી મહિલા લીડ એક્ટ્રેસને ફાઇનલ કરવામાં આવી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આનો નિર્ણય મેકર્સ થોડા દિવસોમાં કરી દેશે.

 

આ પણ વાંચો :- Boycott Radhe : સુશાંતના ચાહકોએ Salman Khan સામે ખોલયો મોરચો, ઉઠી ‘રાધે’ને બોયકોટ કરવાની માંગ

આ પણ વાંચો :- Rishi Kapoor ના ગયા પછી એકલી પડી ગઈ નીતૂ, રણબીર-રિદ્ધિમા સાથે ન રહેવાનું જણાવ્યું આ મોટું કારણ

Next Article