Oscars 2022: ભારત દ્વારા નોમિનેટ થઈ ‘રાઈટીંગ વિથ ફાયર’, જાણો આ ડોક્યુમેન્ટ્રીની ખાસિયત

|

Mar 28, 2022 | 12:45 PM

પત્રકારો દ્વારા કઈ રીતે પડકારો અને સંઘર્ષનો સામનો કરવામાં આવે છે તે કહાની 'રાઈટીંગ વિથ ફાયર'માં બતાવવામાં આવી છે.

Oscars 2022: ભારત દ્વારા નોમિનેટ થઈ રાઈટીંગ વિથ ફાયર, જાણો આ ડોક્યુમેન્ટ્રીની ખાસિયત
Writing With Fire is nominated for oscars

Follow us on

Oscars 2022:  94મો એકેડેમી એવોર્ડ્સ (Oscars Awards) શરૂ થઈ ગયો છે, જેના માટે માત્ર સેલેબ્સ જ નહીં પરંતુ સામાન્ય લોકો પણ ખૂબ જ ઉત્સાહિત છે. વિજેતાઓની પસંદગી પ્રક્રિયામાં એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સના 9847 સભ્યોએ 276 ફિલ્મો માટે તેમના મત આપ્યા હતા. આ વર્ષે ઓસ્કારમાં ધ પાવર ઓફ ધ ડોગનું (The Power Of Dog) વર્ચસ્વ છે, જેને 12 નોમિનેશન મળ્યા છે. આ ફિલ્મમાં બેનેડિક્ટ કમ્બરબેચ અને કર્સ્ટન ડન્સ્ટ મુખ્ય ભૂમિકામાં છે. આ સાથે જ ઓસ્કાર નોમિનેશનમાં ભારતની એક ડોક્યુમેન્ટ્રીનું નામ પણ સામેલ છે. ભારત દ્વારા નામાંકિત આ ડોક્યુમેન્ટરી છે ‘રાઈટીંગ વિથ ફાયર‘(Writing with fire).

12 ઇન્ટરનેશનલ એવોર્ડ જીતી ચૂકી છે આ ડોક્યુમેન્ટ્રી

આ ડોક્યુમેન્ટ્રીથી દેશને ઘણી આશાઓ છે. રાઈટીંગ વિથ ફાયર એ જર્નાલિઝમ(Journalisam)  પર આધારિત એક ડોક્યુમેન્ટ્રી છે, જેને ઓસ્કાર 2022 માટે નોમિનેટ કરવામાં આવી છે. આ ડોક્યુમેન્ટરીને અગાઉ સનડાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્પેશિયલ જ્યુરી એવોર્ડ મળ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ડોક્યુમેન્ટ્રી અત્યાર સુધીમાં 12 ઇન્ટરનેશનલ એવોર્ડ જીતી ચૂકી છે.

રાઈટિંગ વિથ ફાયરનું નિર્દેશન રિન્ટુ થોમસ અને સુષ્મિત ઘોષે કર્યું છે. બંનેની કારકિર્દીની આ પ્રથમ ડોક્યુમેન્ટ્રી છે. ખાસ વાત એ છે કે તેને ગ્લોબલ લેવલ પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. પત્રકારો દ્વારા કઈ રીતે પડકારો અને સંઘર્ષનો સામનો કરવામાં આવે છે તે કહાની રાઈટીંગ વિથ ફાયરમાં બતાવવામાં આવી છે. હવે જ્યારે આ ફિલ્મ ઓસ્કાર માટે નોમિનેટ થઈ છે ત્યારે આખો દેશ તેની પાસેથી અપેક્ષા રાખી રહ્યો છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ડોલ્બી થિયેટરમાં એકેડેમી એવોર્ડ્સનું આયોજન

તમને જણાવી દઈએ કે, લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં 94માં એકેડેમી એવોર્ડ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારતીય દર્શકો પણ સ્ટાર વર્લ્ડ અને સ્ટાર મૂવીઝ દ્વારા ઓસ્કાર એવોર્ડ જોઈ શકશે. આ વખતે તે કોમેડિયન્સ એમી શૂમર, વાન્ડા સાયક્સ ​​અને રેજીના હોલ દ્વારા હોસ્ટ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Oscars 2022 Winners List : વિલ સ્મિથને બેસ્ટ એક્ટર અને જેસિકા ચેસ્ટેનને બેસ્ટ એક્ટ્રેસનો ખિતાબ મળ્યો, જાણો સંપૂર્ણ યાદી

Next Article