37 વર્ષના અભિનેતાની ચોરોએ ગોળી મારી હત્યા કરી, ચાહકો થયા ઈમોશનલ
હોલિવૂડ અભિનેતા જોની વેક્ટરને 37 વર્ષની વયે ચોરોએ ગોળી મારી હત્યા કરી નાખી,જોનીને જનરલ હોસ્પિટલમાં બ્રેન્ડ કૉર્બિનના પાત્ર માટે જાણીતો છે. અભિનેતાએ અનેક શોમાં કામ કર્યું છે.
હોલિવુડમાંથી એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. હોલિવુડ અભિનેતા જોની વેક્ટરની ગોળી મારી હત્યા કરવામાં આવી છે આ દુખદ સમાચારને લઈ અભિનેતાના ચાહકોમાં દુખની લાગણી જોવા મળી રહી છે. ચોર અભિનેતાની કારમાંથી ચોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. જેેને અભિનેતાએ અટકાવ્યા હતા , આ દરમિયાનઅભિનેતા જોની વેક્ટરની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. અભિનેતા પર ચોરે લોસ એન્જિલ્સમાં હુમલો કર્યો હતો. અભિનેતાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.અભિનેતા અંદાજે 37 વર્ષનો છે. આ મામલે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. તેના ચાહકો સોશિયલ મીડિયા પર દુખ વ્યક્ત કરી રહ્યા છે.
જોનીના એજન્ટ ડેવિડ શૈલે તેમના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે. ‘પીપલ્સ મેગેઝિન’ સાથે વાત કરતા ડેવિડે જોનીને ‘અદ્ભુત વ્યક્તિ’ તરીકે યાદ કર્યા. તેણે કહ્યું, ‘તે ખૂબ જ પ્રતિભાશાળી હતો. જેઓ તેને ઓળખતા હતા તેમના માટે તે એક અદ્ભુત વ્યક્તિ હતો. તેણે સખત મહેનત કરી અને ક્યારેય હાર ન માની. પ્રોફેશનલ લાઈફમાં પણ તેણે પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કર્યો હતો. ડેવિડ શૉલે આગળ કહ્યું, ‘તેમના મૃત્યુના સમાચારે બધાને ચોંકાવી દીધા છે.’
સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરી શ્રદ્ધાંજલિ આપી
જોનીને જનરલ હોસ્પિટલમાં બ્રેન્ડ કૉર્બિનના પાત્ર માટે જાણીતો છે. 200થી વધુ એપિસોડ વાળા આ શોમાં જોનીએ સાશાના પતિનો રોલ નિભાવ્યો હતો. 2022માં તેમણે આ શોને અલવિદા કહી દીધું હતુ. તેના મોતના સમાચારથી કો-સ્ટાર સોફિયા મેટસન દુખમાં છે. તેમણે સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરી શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું મારું દિલ તુટી ગયું છે. જોની બેસ્ટ હતો. તે સાચો અને મારું ધ્યાન રાખતો હતો. તે ખુબ જ મેહનતી અને વિનમ્ર હતો.
View this post on Instagram
આ શોમાં કામ કરી ચૂક્યો હતો જોની
જનરલ હોસ્પિટલ સિવાય જોનીને એનસીઆઈએસ, ધઓએ, વેસ્ટવર્લ્ડ, ધ પેસેન્જર, સ્ટેશન 19, બાર્બી રિહૈબ, સાઈબેરિયા, એજન્ટ એક્સ, વેટાસ્ટિક, એનિમલ કિંગડમ, હોલિવુડ ગર્લ, ટ્રેનિંગ ડે અને ક્રમિનિલ માઈન્ડસ જેવાા શોમાં જોવા મળ્યો હતો. પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત 2007થી આર્મી વાઈવ્સથી કરી હતી.
આ પણ વાંચો : ભાવનગરમાં છે સાસરિયું અમદાવાદમાં થયો જન્મ, ગુજરાતી, હિન્દી તેમજ તમિલ ફિલ્મમાં કામ કરી ચૂકી છે અભિનેત્રી
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો