Al Pacinoની 53 વર્ષ નાની ગર્લફ્રેન્ડ બનશે માતા, 82 વર્ષની ઉંમરે ચોથી વખત પિતા બનશે એક્ટર
Al Pacino Girlfriend: હોલીવુડના ફેમસ એક્ટર અલ પચિનો (Al Pacino) 82 વર્ષની ઉંમરે ચોથી વખત પિતા બનવા જઈ રહ્યો છે. 'ધ ગોડફાધર' ફેમ એક્ટરની 53 વર્ષની ગર્લફ્રેન્ડ નૂર અલફલ્લાહ પ્રેગ્નેન્ટ છે. ટૂંક સમયમાં બંને માતા-પિતા બનવાના છે.

Al Pacino Father At 82 Age: હોલીવુડના ફેમસ એક્ટર અને ફિલ્મમેકર અલ પચિનો (Al Pacino) 82 વર્ષની ઉંમરે ફરી એકવાર પિતા બનવાના છે. આ ચોથી વખત છે જ્યારે પચિનો પિતા બની રહ્યો છે. હાલમાં એક્ટર તેની ગર્લફ્રેન્ડ નૂર અલફલ્લાહ સાથે રિલેશનશિપમાં છે. જે તેના કરતા 53 વર્ષ નાની છે. નૂર આઠ મહિનાની પ્રેગ્નેન્ટ છે અને ટૂંક સમયમાં જ તેના ઘરે કિલકારી ગુંજી શકે છે.
બંને 2022માં ડિનર ડેટ પર સાથે મળ્યા હતા જોવા
અલ પચિનો આ ઉંમરે પિતા બનવા પર ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છે. એક્ટરે કહ્યું કે તેની ગર્લફ્રેન્ડની ડિલિવરી માત્ર એક મહિના પછી થવા જઈ રહી છે. પચિનો અને નૂરના સંબંધોના સમાચાર ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે બંને 2022માં ડિનર ડેટ પર સાથે જોવા મળ્યા હતા. પરંતુ બંને કોવિડના સમયથી એકબીજા સાથે સંબંધમાં છે.
View this post on Instagram
નૂર પોતે ખૂબ જ રિચ ફેમિલીમાંથી આવે છે અને તે ખૂબ જ અમીર અને વૃદ્ધ લોકોને ડેટ કરી રહી છે. પચિનો પહેલા નૂર 22 વર્ષની ઉંમરે 74 વર્ષના ફેમસ સિંગર મિક જેગરને ડેટ કરી ચૂકી છે. નૂર અલફલ્લાહ 60 વર્ષના અબજોપતિ નિકોલસ બર્ગ્રેનને પણ ડેટ કરી ચૂકી છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે પચિનો 3 બાળકોના પિતા બની ચૂક્યા છે. તેની એક્સ ગર્લફ્રેન્ડ જેન ટેરેન્ટની 33 વર્ષની પુત્રી જુલી મેરી છે, જે એક્ટિંગ કોચ છે. આ સિવાય તેને એક્સ ગર્લફ્રેન્ડ બેવર્લી ડી’એન્જેલોના 2 જોડિયા બાળકો એન્ટોન અને ઓલિવિયા છે. બંનેનો સંબંધ 1997 થી 2003 સુધી રહ્યો હતો.
View this post on Instagram
આ પણ વાંચો : આમિર ખાનને પગે લાગ્યો કપિલ શર્મા, મિસ્ટર પરફેક્શનિસ્ટે કોમેડિયનને કરી ફરિયાદ, જુઓ Viral Video
અલ પચિનો ક્લાસિક ધ ગોડફાધર સિરીઝ સિવાય સ્કારફેસ, હીટ, સર્પિકો, સેન્ટ ઓફ અ વુમન, સી ઓફ લવ, ધ ડેવિલ્સ એડવોકેટ, એન્ડ જસ્ટિસ ફોર ઓલ, કાર્લિટોઝ વે અને ઓશન થર્ટીન જેવી બ્લોકબસ્ટર ફિલ્મો માટે જાણીતો છે. તેમની હાલની ફિલ્મોની લિસ્ટમાં વન્સ અપોન અ ટાઈમ ઈન હોલીવુડ, ધ આયરિશમેન, હાઉસ ઓફ ગુચ્ચી, ધ પાઈરેટ્સ ઓફ સોમાલિયા જેવી ફિલ્મોમાં સામેલ છે.