AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: ઉઘાડા પગે 420 કિમી દોડનાર મિલિંદ સોમન દોડતા પહેલા શું ખાય છે ? શું છે તેમના ફિટનેસનું સિક્રેટ ?

અભિનેતા અને ભૂતપૂર્વ સુપરમોડલ મિલિંદ સોમન જેઓ 4 નવેમ્બર, 2021 ના ​​રોજ તેમનો 56મો જન્મદિવસ ઉજવી રહ્યા છે, કહે છે કે આ ત્રણ વસ્તુઓનું સેવન તેમને સ્વસ્થ અને ઊર્જાવાન રહેવામાં મદદ કરે છે.

Health: ઉઘાડા પગે 420 કિમી દોડનાર મિલિંદ સોમન દોડતા પહેલા શું ખાય છે ? શું છે તેમના ફિટનેસનું સિક્રેટ ?
Milind Soman
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2021 | 6:18 PM
Share

અભિનેતા મિલિંદ સોમન (Milind Soman) ઘણીવાર તેની મેરેથોન દોડ અને વર્કઆઉટ (Workout) વીડિયો માટે હેડલાઇન્સ બનાવે છે. થોડા સમય પહેલા મિલિંદ સોમને મુંબઈથી ગુજરાત સુધી ખુલ્લા પગે દોડીને અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. મિલિંદે ગુજરાતમાં સ્થાપિત ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 420 કિમીની દોડ પૂર્ણ કરી. જણાવી દઈએ કે મિલિંદ સોમને મુંબઈથી ગુજરાતના કેવડિયામાં સરદાર સરોવર ડેમ પાસેની આ પ્રતિમા સુધીની રેસ 8 દિવસમાં પૂરી કરી હતી. 

મિલિંદ સોમને આ દોડ ઉઘાડા પગે કરી હતી જેને તેણે યુનિટી રન નામ આપ્યું હતું. મુંબઈના દાદર વિસ્તારના પ્રસિદ્ધ શિવાજી પાર્ક મેદાનથી 15 ઓગસ્ટે પોતાની રેસની શરૂઆત કરીને મિલિંદે 22 ઓગસ્ટ રવિવારના રોજ તેને પૂર્ણ કરી હતી. મિલિંદની પત્ની અંકિતા કોંવર પણ તેની સાથે થોડીવાર દોડી હતી અને લગભગ 28 કિમીનું અંતર સુધી દોડી હતી.

મિલિંદ સોમનનો શોખ મેરેથોનમાં દોડવાનો છે દેશમાં જ્યાં પણ મેરેથોન થાય છે ત્યાં મિલિંદ સોમન લોકોને પ્રોત્સાહિત કરવા પહોંચી જાય છે. મિલિંદ સોમન દેશના દરેક ફિટનેસ ફ્રીકની પ્રેરણા છે અને તેનું એક કારણ છે દોડવા પ્રત્યેનો તેમનો જુસ્સો અને ઉત્સાહ. મિલિંદ સોમને મહિલાઓના સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવા પિંક મેરેથોનમાં લાંબી દોડ પણ કરી છે.

મિલિંદ પિંક મેરેથોનના બ્રાંડ એમ્બેસેડર છે અને સમગ્ર દેશમાં આ મેરેથોનમાં ભાગ લઈને મહિલાઓને તેમના સ્વાસ્થ્ય અને ફિટનેસ પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રોત્સાહિત કર્યા છે. મિલિંદે દોડવાની ઘણી અનોખી રીતો અપનાવી છે. તેમણે ધોરીમાર્ગ, જંગલ અને ખડકાળ રસ્તાઓ પરથી પસાર થઈને વરસાદ, ઠંડી અને ઉનાળાની ઋતુમાં દોડવાનું પ્રોત્સાહન આપ્યું છે.

મિલિંદ સોમન દોડતા પહેલા શું ખાય છે? આટલા મુશ્કેલ અને લાંબા રન દોડવા એ મિલિંદ સોમનના જીવનનો એક ભાગ છે અને તે ઘણીવાર મેરેથોનમાં પણ ભાગ લે છે. દેખીતી રીતે, શારીરિક રીતે ફિટ રહેવાની સાથે, આ માટે તેમને યોગ્ય આહાર અને પોષણની જરૂર છે. હાલમાં જ મિલિંદ સોમને જણાવ્યું કે તે રેસ પહેલા શું ખાય છે.

અભિનેતાએ તેની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે જે દિવસે તેને દોડવાનું હોય છે તે દિવસે તે સવારે 3 વસ્તુઓનું સેવન કરે છે. અલગ અલગ ફળો ભરેલો એક વાટકી, 10-12 બદામ, હર્બલ ટીમાં એક ચમચી શુદ્ધ મધ.

અભિનેતા અને ભૂતપૂર્વ સુપર મોડલ મિલિંદ સોમન, જેઓ 4 નવેમ્બર, 2021 ના ​​રોજ તેમનો 56મો જન્મદિવસ ઉજવી રહ્યા છે, કહે છે કે આ ત્રણ વસ્તુઓનું સેવન તેમને સ્વસ્થ અને ઊર્જાવાન રહેવામાં મદદ કરે છે. યુનિટી રનના 8 દિવસમાં પણ મિલિંદ સોમન સવારે આ વસ્તુઓનું સેવન કરે છે.

આ પણ વાંચો: વધતા પ્રદૂષણના જમાનામાં તમારા ફેફસાંનું રાખો ખાસ ધ્યાન, નહીં તો તમને થઇ શકે છે ફેફસાનું કેન્સર

આ પણ વાંચો: ડેન્ગ્યુ અને સ્વાઇન ફ્લૂ સાથે ઝીકા વાયરસનું જોખમ પણ વધ્યું, આ લક્ષણોથી ઓળખો આ ત્રણેય રોગને

g clip-path="url(#clip0_868_265)">