AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડેન્ગ્યુ અને સ્વાઇન ફ્લૂ સાથે ઝીકા વાયરસનું જોખમ પણ વધ્યું, આ લક્ષણોથી ઓળખો આ ત્રણેય રોગને

આ ત્રણેય રોગો એકસાથે ફેલાવવાથી ખતરનાક સાબિત થઈ શકે છે. તેથી જ સ્વાઈન ફ્લૂ, ઝિકા વાયરસ અને ડેન્ગ્યુના લક્ષણો વિશે દરેક વ્યક્તિએ જાગૃત રહેવું જોઈએ.

ડેન્ગ્યુ અને સ્વાઇન ફ્લૂ સાથે ઝીકા વાયરસનું જોખમ પણ વધ્યું, આ લક્ષણોથી ઓળખો આ ત્રણેય રોગને
The risk of Zika virus is also increasing between dengue and swine flu, identify these three diseases with these symptoms
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2021 | 11:29 PM
Share

ડેન્ગ્યુ (Dengue) અને સ્વાઈન ફ્લૂ (swine flu) દેશમાં ઝીકા વાયરસ (Zika virus)નું જોખમ પણ વધી રહ્યું છે. કેરળ, ઉત્તરપ્રદેશ ઉપરાંત અન્ય ઘણી જગ્યાએ ઝીકા વાયરસના ઘણા કેસ નોંધાયા છે. આ ત્રણેય રોગો એકસાથે ફેલાવવાથી ખતરનાક સાબિત થઈ શકે છે. તેથી જ સ્વાઈન ફ્લૂ, ઝિકા વાયરસ અને ડેન્ગ્યુના લક્ષણો વિશે દરેક વ્યક્તિએ જાગૃત રહેવું જોઈએ. ડોકટરોના મતે આ ત્રણેય રોગોના લક્ષણોમાં બહુ ઓછો તફાવત છે.

ડેન્ગ્યુના લક્ષણો હાલમાં દેશમાં સૌથી વધુ ડેન્ગ્યુના કેસ સામે આવી રહ્યા છે. ઘણા દર્દીઓને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. તેથી ડેન્ગ્યુથી બચવું જરૂરી છે. તબીબોના મતે આ રોગ મચ્છર કરડવાથી થાય છે, જે દિવસ દરમિયાન કરડે છે. આ મચ્છર ચોખ્ખા પાણીમાં પેદા થાય છે. એટલા માટે એ મહત્વનું છે કે લોકો તેમની આસપાસ પાણી ભેગું ન થવા દે. હંમેશા આખી બાંયના કપડાં પહેરો. જો તમને બે દિવસથી વધુ તાવ આવતો હોય, તો તરત જ ડૉક્ટરની સલાહ લો. આ સાથે નબળાઈ લાગવી, માથાનો દુખાવો થવો, આંખો પાછળ દુખાવો થવો, થાક લાગવો, ઉલ્ટી થવી અને ઝાડા પણ ડેન્ગ્યુના લક્ષણો છે.

સ્વાઈન ફ્લૂના લક્ષણો સ્વાઈન ફ્લૂ એક ચેપી રોગ છે. તે H-1N-1 વાયરસથી થાય છે. દેશની રાજધાની દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં સ્વાઈન ફ્લૂના કેસ વધી રહ્યા છે. જો કે આ રોગના કેસ ડેન્ગ્યુ કરતા ઘણા ઓછા છે, પરંતુ આ અંગે પણ સાવધાની રાખવાની જરૂર છે. તબીબોના જણાવ્યા અનુસાર જ્યારે સ્વાઈન ફ્લૂના લક્ષણો આવે છે ત્યારે દર્દીને વારંવાર ઉધરસ અને છીંક આવે છે. ભારે તાવ સાથે ગળામાં દુખાવો થાય છે. ક્યારેક ઠંડી સાથે તાવ આવે છે અને થાક લાગ્યા કરે છે. સ્વાઈન ફ્લૂથી બચવા માટે ઉધરસ અને છીંકતી વખતે તમારા મોંને ઢાંકો, જમતા પહેલા તમારા હાથને સારી રીતે ધુઓ, માસ્ક પહેરો અને ભીડવાળી જગ્યાઓથી દૂર રહો.

ઝિકા વાયરસના લક્ષણો ઝીકા વાયરસ એડીસ એજીપ્ટી અને એડીસ આલ્બોપીકટસ મચ્છરના કરડવાથી લોકોમાં ફેલાય છે. ઘણા લોકોમાં કોઈ લક્ષણો નથી હોતા અથવા માત્ર હળવા લક્ષણો છે. જો કે ગર્ભાવસ્થા દરમિયાન ઝિકા વાયરસના ચેપથી બાળકમાં ઘણી વિકૃતિઓ થઈ શકે છે.તેથી આ રોગથી સાવચેત રહેવાની જરૂર છે. ઝિકા વાયરસના લક્ષણો છે ખૂબ તાવ, આંખોમાં દુખવી, શરીરના સાંધામાં દુખાવો અને નબળાઇ લગાવી.

ઝિકા વાયરસ સામે રક્ષણ મેળવવાની રીતો

મચ્છરદાનીનો ઉપયોગ કરો ઘરમાં પાણી ભેગું ન થવા દો ઘરની આસપાસ સ્વચ્છતા રાખો જો તમને તાવ આવે તો ડૉક્ટરની સલાહ લો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">