Maharashtra: નવાબ મલિકે ગુજરાત સાથે જોડ્યું કનેક્શન, પાકિસ્તાનથી મોકલાવેલું 120 કિલો ડ્રગ્સ ATSએ પકડ્યું

મહારાષ્ટ્રના મંત્રી અને NCP નેતા નવાબ મલિકે ફરી એકવાર ડ્રગ્સની દાણચોરીને લઈને સવાલો ઉઠાવ્યા છે. આ વખતે નવાબ મલિકે ડ્રગ્સની દાણચોરીને ગુજરાત સાથે જોડી દીધી છે.

Maharashtra: નવાબ મલિકે ગુજરાત સાથે જોડ્યું કનેક્શન, પાકિસ્તાનથી મોકલાવેલું 120 કિલો ડ્રગ્સ ATSએ પકડ્યું
NCP leader Nawab Malik (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 10:38 PM

મહારાષ્ટ્રના (Maharashtra) મંત્રી અને NCP નેતા નવાબ મલિકે (Nawab Malik) ફરી એકવાર ડ્રગ્સની (Drugs) દાણચોરીને લઈને સવાલો ઉઠાવ્યા છે. આ વખતે નવાબ મલિકે ડ્રગ્સની દાણચોરીનું કનેક્શન ગુજરાત સાથે જોડ્યું છે. મલિકે સોમવારે એક ટ્વીટ (Tweet) શેર કર્યું હતું. ટ્વીટમાં ગુજરાત ATSએ 120 કિલો ડ્રગ્સ કબજે કર્યાની માહિતી આપી છે. ટ્વીટ શેર કરતા મલિકે લખ્યું, “ફરી ગુજરાત કનેક્શન… ઉડતા ગુજરાત” મલિકે એક ટીવી પત્રકારનું ટ્વીટ શેર કર્યું છે.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

ગુજરાતના ગૃહમંત્રી (Home Minister of Gujarat) હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ATS દ્વારા લગભગ 120 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હોવાની માહિતી છે. જેની બજાર કિંમત 600 કરોડની આસપાસ આંકવામાં આવી રહી છે. આ સિવાય કહેવામાં આવ્યું હતું કે આ ડ્રગ્સ પાકિસ્તાનથી મોકલવામાં આવ્યું હતું. ATSએ માળીયા મિયાણા (મોરબી જિલ્લો) પાસેથી ડ્રગ્સ ઝડપ્યું છે. આ કેસમાં 4 લોકો ડ્રગ્સ સાથે પણ ઝડપાયા છે.

ડીજીપી આશિષ ભાટિયા (DGP Ashish Bhatia)એ જણાવ્યું કે ATSએ 600 કરોડની કિંમતના 120 કિલો હેરોઈન સાથે ત્રણ લોકોને પકડ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ હેરોઈનનું કન્સાઈનમેન્ટ દરિયાઈ માર્ગે લાવ્યા હતા, જ્યાં તેમને પાકિસ્તાની બોટમાંથી તેની ડિલિવરી મળી હતી.

નવાબ મલિકે ગુજરાત સાથે જોડ્યું ડ્રગ્સ કનેક્શન

શિવસેના સાંસદ સંજય રાઉતને જન્મદિવસની શુભેચ્છા, દોસ્તી નિભાવવાનું આપ્યું વચન

અન્ય એક ટ્વીટમાં નવાબ મલિકે શિવસેનાના સાંસદ સંજય રાઉતને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. નવાબ મલિકે શુભેચ્છા આપતાં ક્યારેય દોસ્તી ન તોડવાનું અને તેને નિભાવવાનું વચન આપ્યું. નવાબ મલિકના આ ટ્વિટના ઘણા રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે.

કોર્ટે મલિક સામે માનહાનિના કેસમાં મળેલી રાહત અંગેનો આદેશ અનામત રાખ્યો છે

મુંબઈ હાઈકોર્ટે એનસીબીના ડિવિઝનલ ડિરેક્ટર સમીર વાનખેડેના પિતા દ્વારા મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક સામે દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં વચગાળાની રાહત આપવાના અનુરોધ પર આદેશને શુક્રવારે અનામત રાખ્યો હતો.

સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવ વાનખેડેએ NCP નેતા પાસેથી 1.25 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી છે. તેણે ટ્રાયલ દરમિયાન મલિકને વાનખેડે પરિવાર વિરૂદ્ધ કોઈપણ ખોટા નિવેદનો આપવાથી રોકવા માટે નિર્દેશ આપવાની વિનંતી પણ કરી છે.

જસ્ટિસ માધવ જામદારે અગાઉની સુનાવણીમાં અરજદારને શુક્રવાર સુધીનો સમય આપ્યો હતો, જેથી મલિકની ટ્વીટ અને દસ્તાવેજો ખોટા અને પાયાવિહોણા કેવી રીતે છે તે સમજાવવા વધારાનું સોગંદનામું દાખલ કરે. તેમણે મલિકને સોગંદનામું દાખલ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો જેમાં જણાવવામાં આવે કે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા પહેલા તેમણે દસ્તાવેજોની ચકાસણી કરી હતી.

વાનખેડેના પિતાએ 28 દસ્તાવેજો રજૂ કર્યા હતા જે દર્શાવે છે કે તેમનું નામ ‘જ્ઞાનદેવ’ હતું અને ‘દાઉદ’ નથી, જેનો એનસીપી નેતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ તરફ મંત્રીએ એફિડેવિટમાં જણાવ્યું હતું કે તેમણે દસ્તાવેજો પોસ્ટ કરતા પહેલા તેમની “વાજબી રીતે ચકાસણી” કરી હતી.

આ પણ વાંચો :  મહારાષ્ટ્રની ધરા ધ્રુજી ! આ જિલ્લામાં એક મહિનામાં બીજી વખત ભુકંપ આવતા લોકોમાં ભયનો માહોલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">