AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હાર્દિક પંડ્યાની 5 કરોડની કિંમતની બે ઘડિયાળ થઈ જપ્ત, કસ્ટમ વિભાગે આ કારણે એરપોર્ટ પરથી લીધી કબ્જામાં

ક્રિકેટર હાર્દિક પંડ્યાની 5 કરોડની કિંમતની 2 ઘડિયાળો કસ્ટમ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવી છે.

હાર્દિક પંડ્યાની 5 કરોડની કિંમતની બે ઘડિયાળ થઈ જપ્ત, કસ્ટમ વિભાગે આ કારણે એરપોર્ટ પરથી લીધી કબ્જામાં
Hardik Pandya-Natasa Stankovic
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 8:23 PM
Share

ક્રિકેટર હાર્દિક પંડ્યાની 5 કરોડની કિંમતની 2 ઘડિયાળો કસ્ટમ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવી છે. હાર્દિક પંડ્યા પાસે આ ઘડિયાળના ઈન્વોઈસ નહોતા અને ન તો તેણે આ ઘડિયાળો જાહેર કરી હતી. ICC ટૂર્નામેન્ટમાંથી બહાર થયા બાદ ટીમ ઈન્ડિયા વાપસી કરી હતી. ટીમ સાથે હાર્દિક પંડ્યા પણ રવિવારે મોડી રાત્રે ઘરે પરત ફર્યો હતો.

પરંતુ કસ્ટમ વિભાગ દ્વારા તેને અટકાવવામાં આવ્યો હતો અને બે ઘડિયાળની અટકાયત કરવામાં આવી હતી. ઘડિયાળોની કિંમત 5 કરોડ રૂપિયા હતી. હાર્દિક પંડ્યા તાજેતરમાં પૂર્ણ થયેલા ICC T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ફ્લોપ સાબિત થયો હતો. હાર્દિક પંડ્યાને સારો ઓલરાઉન્ડર માનવામાં આવે છે.

પરંતુ આ ટુર્નામેન્ટમાં તે તેની પાસેથી અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યો નહોતો. T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2021ની 3 ઇનિંગ્સમાં હાર્દિકના બેટમાંથી માત્ર 69 રન આવ્યા હતા. ખાસ કરીને ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન સાથેની નિર્ણાયક મેચમાં તેણે નિર્ણાયક સમયે વિકેટો પણ ગુમાવી હતી.

મહત્વનું છે કે, BCCIએ ન્યુઝીલેન્ડ સામેની સીરીઝ માટે 16 સભ્યોની T20 ટીમની જાહેરાત કરી હતી. આવા ઘણા ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું, જેમણે આઈપીએલમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું. વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. ટીમમાં વેંકટેશ અય્યર, હર્ષલ પટેલ અને અવેશ ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સિવાય ઋતુરાજ ગાયકવાડને પણ ટીમમાં જગ્યા મળી છે. જોકે, પૂર્વ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણનું કહેવું છે કે વેંકટેશ અય્યર ટીમમાં હાર્દિક પંડ્યાનો બેકઅપ સાબિત થઈ શકે છે. તેણે કહ્યું કે, વેંકટેશ અય્યરને ઓલરાઉન્ડર તરીકે તૈયાર કરી શકાય છે.

આ પણ વાંચો: IBPS SO Application 2021: સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યા માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક, આ રીતે કરો અરજી

આ પણ વાંચો: IIT Delhi Recruitment 2021: IIT દિલ્હીમાં વિવિધ પોસ્ટ માટે ભરતી, અહીં જુઓ તમામ વિગતો

g clip-path="url(#clip0_868_265)">