AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Birthday Bhanupriya : ભાનુપ્રિયાએ એક્ટિંગ માટે છોડી દીધી સ્કૂલ, જાણો તેની સાથે જોડાયેલી રસપ્રદ વાતો

એક્ટ્રેસ ભાનુપ્રિયા 90ના દાયકાની જાણીતી એક્ટ્રેસ પૈકી એક રહી છે. સાઉથ સિવાય અભિનેત્રીએ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આવો જાણીએ તેમના જન્મદિવસ પર તેમની સાથે જોડાયેલી બાબતો વિશે.

Happy Birthday Bhanupriya : ભાનુપ્રિયાએ એક્ટિંગ માટે છોડી દીધી સ્કૂલ, જાણો તેની સાથે જોડાયેલી રસપ્રદ વાતો
Bhanupriya birthday ( File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2022 | 7:04 AM
Share

સાઉથ એક્ટ્રેસ ભાનુપ્રિયાને (Bhanupriya) સોશિયલ મીડિયા પર કોઈની ઓળખની જરૂર નથી. એક્ટ્રેસ આજે તેનો 58મો જન્મદિવસ ઉજવી રહી છે. ભાનુપ્રિયાએ ઘણી તમિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેત્રી ડાન્સરની સાથે સાથે તે એક ગાયક કલાકાર પણ છે. અભિનેત્રીએ 155 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેત્રીએ માત્ર સાઉથની જ નહીં અનેક હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. ભાનુપ્રિયાએ માત્ર 17 વર્ષની વયે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તેમની પ્રથમ ફિલ્મ ‘મેલ્લા પેસુંગલ’ હતી જે 1983માં રિલીઝ થઈ હતી. અભિનેત્રીએ 90ના દાયકામાં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેનું સાચું નામ મંગા ભામા છે.

ફિલ્મો માટે અભ્યાસ છોડી દીધો

એક્ટ્રેસની ફિલ્મમાં આવવાની કહાની ખૂબ જ રસપ્રદ છે. જ્યારે ભાનુ સ્કૂલમાં ભણતી હતી ત્યારે ભાગ્યરાજા ગુરુ ત્યાં ગયા અને તેણે ભાનુપ્રિયાને તેની આગામી ફિલ્મ માટે પસંદ કરી કારણ કે તેને ડાન્સ આવડતો હતો. પરંતુ ફોટોશૂટ દરમિયાન તેને લાગ્યું કે ભાનુ ખૂબ નાની છે, જેના કારણે તેને આ ફિલ્મ માટે કાસ્ટ કરવામાં આવી ના હતી.

આ પછી ભાનુએ અભ્યાસ છોડી દીધો કારણ કે તેને લાગ્યું કે જો તે ફરીથી શાળાએ જશે તો બધા તેની મજાક ઉડાવશે. તેથી તેણે શાળાએ જવાનું છોડી દીધું હતું. આ દરમિયાન ભાનુપ્રિયાને ફોટોશૂટ અને ફિલ્મો માટે કામ મળ્યું અને તેને સફળતા પણ મળી.

ફિલ્મ ‘સિતારા’ થી મળી ઓળખ

ભાનુપ્રિયાની પહેલી ફિલ્મ બહુ કમાલ ન કરી શકી, પરંતુ તેને વાસમી ગુરુની ‘સિતારા’ ઑફર કરવામાં આવી. આ ફિલ્મ ઘણી હિટ સાબિત થઈ હતી. સિતારાને શ્રેષ્ઠ પ્રાદેશિક ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. અભિનેત્રીએ 1986માં ‘દોસ્તી દુશ્મન’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી તે ‘ઇન્સાન કી પુકાર’, ‘દાવા પેંચ’, ‘ગરીબો કા દાતા’, ‘કસમ વર્દી કી’ સહિત ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી.

‘NRA છોકરો હતો પસંદ

ભાનુપ્રિયાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેને NRI છોકરો પસંદ છે, બંનેના પરિવાર લગ્ન માટે તૈયાર નહોતા. બાદમાં ભાનુએ 1998માં કેલિફોર્નિયામાં લગ્ન કર્યા. 2005 માં અભિનેત્રીએ પુત્રી અભિનયાને જન્મ આપ્યો. જો કે લગ્નના સાત વર્ષ બાદ 2007માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. ભાનુપ્રિયાને દીકરીની કસ્ટડી મળી અને તે ચેન્નાઇ આવી ગઈ હતી.

આ પણ વાંચો : SBI ના ગ્રાહકો માટે અગત્યના સમાચાર, 1 ફેબ્રુઆરીથી બેન્ક આ ફેરફાર લાગુ કરશે , જાણો વિગતવાર

આ પણ વાંચો : સસ્તી કિંમતે શેરમાં રોકાણથી કમાણીની તક! આ ઓટો પાર્ટ્સ કંપનીનો સ્ટોક 21 ટકા ડિસ્કાઉન્ટ ઉપર મળી રહ્યો છે

g clip-path="url(#clip0_868_265)">