AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ankita Lokhande Net Worth: કરોડોની સંપત્તિની માલિક છે અંકિતા લોખંડે, જાણો અભિનેત્રીની મિલકત વિશે

અભિનેત્રી અંકિતા લોખંડેએ ટીવી સાથે બોલિવૂડમાં પણ પોતાની અલગ ઓળખ બનાવી છે. અંકિતાની એક્ટિંગ ચાહકોને ખૂબ પસંદ કરવામાં આવે છે.

Ankita Lokhande Net Worth: કરોડોની સંપત્તિની માલિક છે અંકિતા લોખંડે, જાણો અભિનેત્રીની મિલકત વિશે
Ankita Lokhande
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 19, 2021 | 3:45 PM
Share

Ankita Lokhande Net Worth: પ્રખ્યાત ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે (Ankita Lokhande) આજે તેનો 37મો જન્મદિવસ ઉજવી રહી છે. તેણે પવિત્ર રિશ્તા સાથે ટેલિવિઝનની (Television)  દુનિયામાં પ્રવેશ કર્યો હતો. અંકિતાએ પોતાના પહેલા શોથી જ ચાહકોના દિલમાં જગ્યા બનાવી હતી. હાલમાં અંકિતાએ બોલિવૂડમાં (Bollywood) પણ એન્ટ્રી કરી છે.

તેની ફિલ્મ મણિકર્ણિકા બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. અંકિતાએ ટીવી અને બોલિવૂડ બંને ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. અભિનેત્રી અંકિતા કરોડોની સંપતિની માલિક છે. રિપોર્ટ્સ અનુસાર અંકિતા લોખંડે પાસે 3 મિલિયન ડોલર છે. એટલે કે ભારતીય નાણામાં તેની 22 કરોડ જેટલી નેટવર્થ છે.

અંકિતા લોખંડે લે છે આટલી ફી

અંકિતા લોખંડેએ ઘણા શોમાં અને ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પવિત્ર રિશ્તા સીરિયલ (Pavitra Rishta Serial)  માટે તે પર એપિસોડ 1.5 લાખ રૂપિયા લેતી હતી. જ્યારે તેની પ્રથમ ફિલ્મ મણિકર્ણિકા માટે તેણે લગભગ 2-3 કરોડ રૂપિયા લીધા હતા.

અંકિતા લોખંડેનું ઘર

અંકિતા લોખંડે તેના પરિવાર સાથે મુંબઈમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટમાં રહે છે. તાજેતરમાં તેણ વિકી જૈન સાથે લગ્ન કર્યા છે અને તે તેની સાથે મુંબઈમાં 8 BHK એપાર્ટમેન્ટમાં રહેશે.

લક્ઝરી કારની શોખીન

અંકિતા લોખંડેને લક્ઝરી કારનો શોખ છે. જો રિપોર્ટ્સનું માનીએ તો તેની પાસે Jaguar XJ અને Porsche 718 પણ છે. આ વાહનોની કિંમત કરોડોમાં છે. અંકિતા લોખંડેના કરિયરની વાત કરીએ તો તેણે પવિત્ર રિશ્તા, ઝલક દિખલા જા અને પવિત્ર રિશ્તા 2 સિરિયલોમાં કામ કર્યું છે. જ્યારે તેના બોલિવૂડ કરિયરની વાત કરીએ તો અંકિતાએ મણિકર્ણિકા અને બાઘી- 3માં કામ કર્યું છે.

વિકી જૈન સાથે કર્યા લગ્ન

અંકિતા લોખંડેએ હાલમાં જ તેના બોયફ્રેન્ડ વિકી જૈન (Vicky Jain) સાથે લગ્ન કર્યા છે. બંનેના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા હતા. તેના લગ્નમાં અનેક બોલિવુડ સેલેબ્સ સામેલ થયા હતા. અંકિતા અને વિકીના લગ્નના ફંક્શનની તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ હતી. તમને જણાવી દઈએ કે કંગના રનૌત પણ અંકિતા અને વિકીના સંગીતમાં જોડાઈ હતી. અંકિતા સાથે કંગનાની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી.

આ પણ વાંચો : ZEE રિશ્તે એવોર્ડ્સ 2021 પાર્ટીમાં ટેલિવિઝનના આ એકટરોએ બતાવ્યો પોતાનો ઝલવો, જુઓ PHOTOS

આ પણ વાંચો : બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચને યાદ કર્યા સંઘર્ષના દિવસો, મહાનાયક અમિતાભે આ રીતે આપી પ્રતિક્રિયા

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">