AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bushirt T-Shirt: ગુજરાતી સુપરસ્ટાર સિદ્ધાર્થ રાંદેરિયા સ્ટારર ગુજરાતી કોમેડી ફિલ્મ ‘બુશશર્ટ ટી-શર્ટ’ થઈ રિલીઝ

Bushirt T-Shirt Film: 'બુશર્ટ ટી-શર્ટ' (Bushirt T-Shirt) ફિલ્મ રોજબરોજની મુશ્કેલીઓમાંથી આનંદ અને હાસ્યની દુનિયામાં લઈ જાય છે. ફિલ્મ તમામ વય જૂથોને આકર્ષે છે અને ફિલ્મમાં દરેક સાથે જોડાવા માટે કંઈક છે. આ ફિલ્મ આજે 5મી મે 2023ના રોજ એટલે કે આજે રિલીઝ થઈ ગઈ છે.

Bushirt T-Shirt: ગુજરાતી સુપરસ્ટાર સિદ્ધાર્થ રાંદેરિયા સ્ટારર ગુજરાતી કોમેડી ફિલ્મ 'બુશશર્ટ ટી-શર્ટ' થઈ રિલીઝ
Bushirt T-Shirt
TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2023 | 7:06 PM
Share

Bushirt T-Shirt Film: ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં સૌથી વધુ કમાણી કરનારી બે ફિલ્મો ‘ચાલ જીવી લઈએ’ અને ‘કહેવતલાલ પરિવાર’એ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ફિલ્મ કોકોનટ મોશન પિક્ચર્સ બનાવવામાં આવી છે. કોકોનટ મોશન પિક્ચર્સ તેની લેટેસ્ટ કોમેડી ફિલ્મ ‘બુશર્ટ ટી-શર્ટ’ સાથે પરત ફરી છે, જે રિલીઝ થઈ છે. થિયેટરોમાં આજે રિલીઝ થયેલી આ ફિલ્મ ઈશાન રાંદેરિયા દ્વારા નિર્દેશિત છે અને લખવામાં આવી છે. આ ફિલ્મમાં કમલેશ ઓઝા, વંદના પાઠક અને સુપરસ્ટાર સિદ્ધાર્થ રાંદેરિયા (Siddharth Randeria) જેવા ટોપ સ્ટાર્સ છે.

કોકોનટ મોશન પિક્ચર્સ ફેમિલી એન્ટરટેઈનર માટે જાણીતું છે. તેમની લેટેસ્ટ ફિલ્મ ‘બુશર્ટ ટી-શર્ટ’ દર્શકોને પ્રભાવિત કરવામાં કોઈ કસર છોડતી નથી. આ ફિલ્મ દર્શકોને રોજબરોજની મુશ્કેલીઓમાંથી આનંદ અને હાસ્યની દુનિયામાં લઈ જાય છે. ફિલ્મ તમામ વય જૂથોને આકર્ષે છે અને ફિલ્મમાં દરેક સાથે જોડાવા માટે કંઈક છે.

ફિલ્મની વાર્તા પંડ્યા પરિવારની આસપાસ ફરે છે. પંડ્યાઓની દુનિયામાં અરાજકતા એ ધોરણ છે અને હાસ્ય એ દરેક સમસ્યાનો ઉકેલ છે. આ ફિલ્મનું નામ સૂચવે છે તેમ ‘બુશર્ટ ટી-શર્ટ’ પિતા અને તેના પુત્ર વચ્ચેની બે અલગ અલગ વિચારધારાઓને રજૂ કરે છે. ઘણી બધી અણધારી પરિસ્થિતિઓ, ડ્રામા અને લાગણીઓ સાથે, આ મૂવી શરૂઆતથી અંત સુધી હાસ્ય લાવશે તે નિશ્ચિત છે. કોકોનટ મોશન પિક્ચર્સે ‘ચાલ જીવી લઈએ’ અને ‘કહેવતલાલ પરિવાર’ ફિલ્મોથી દર્શકોના દિલ જીતી લીધા છે.

આ પણ વાંચો : Gujarati Cinema: અમદાવાદની હેલી શાહ બોલિવુડ બાદ ગુજરાતી ફિલ્મમાં પણ કરશે ડેબ્યુ

‘બુશશર્ટ ટી-શર્ટ’ માત્ર એક ફિલ્મ નથી, તે એક ઉજવણી છે. તે એકતા, કુટુંબ અને સુખી યાદોની ઉજવણી છે જે જીવનભર ચાલશે! આ ફિલ્મ આજે 5મી મે 2023ના રોજ એટલે કે આજે રિલીઝ થઈ ગઈ છે. આ સિવાય ફિલ્મનું સોન્ગ કાકા કમરને હલાવ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આ સિવાય ફિલ્મમાં રીવા રાચ, ભક્તિ કુબાવત, મુનિ ઝા, હાર્દિક સાંગાણી અને કુલદીપ ગૌર કલાકારો જોવા મળશે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Follow Us
વડોદરામાં ભારતનું પ્રથમ સ્વદેશી C295 સૈન્ય વિમાન થઈ રહ્યું છે તૈયાર
વડોદરામાં ભારતનું પ્રથમ સ્વદેશી C295 સૈન્ય વિમાન થઈ રહ્યું છે તૈયાર
કંડલા બંદર પર દુર્ઘટના, બર્થ નંબર 13 પર ત્રણ શ્રમિકોના કરુણ મોત
કંડલા બંદર પર દુર્ઘટના, બર્થ નંબર 13 પર ત્રણ શ્રમિકોના કરુણ મોત
Breaking News: ગુજરાતમાં હવે નહીં નીકળે આરોપીઓના વરઘોડા
Breaking News: ગુજરાતમાં હવે નહીં નીકળે આરોપીઓના વરઘોડા
ગુજરાતના વિકાસ મોડલની વાસ્તવિક્તા, જાનૈયાએ બોટમાં બેસી રસ્તો ઓળંગ્યો
ગુજરાતના વિકાસ મોડલની વાસ્તવિક્તા, જાનૈયાએ બોટમાં બેસી રસ્તો ઓળંગ્યો
લગ્નમાં બિરયાની કહીને પુલાવ પીરસાતા જાનૈયાઓએ કરી મારામારી- જુઓ Video
લગ્નમાં બિરયાની કહીને પુલાવ પીરસાતા જાનૈયાઓએ કરી મારામારી- જુઓ Video
ગુજરાતમાં 'વર્ક ફ્રોમ હોમ'! મંત્રી કુવરજી બાવળિયાનું 'મોટું નિવેદન'
ગુજરાતમાં 'વર્ક ફ્રોમ હોમ'! મંત્રી કુવરજી બાવળિયાનું 'મોટું નિવેદન'
સુરતમાં ભરઉનાળે સર્જાયા ચોમાસા જેવા દૃશ્યો, લાખો લીટર પાણીનો બગાડ
સુરતમાં ભરઉનાળે સર્જાયા ચોમાસા જેવા દૃશ્યો, લાખો લીટર પાણીનો બગાડ
તલાટીએ રેલવે ટ્રેક પર કાર દોડાવી કાયદાના લીરેલીરા ઉડાડ્યા
તલાટીએ રેલવે ટ્રેક પર કાર દોડાવી કાયદાના લીરેલીરા ઉડાડ્યા
અમદાવાદઃ NEET પેપર લીક મુદ્દે NSUI ના ઉગ્ર દેખાવો, કાર્યકરોની અટકાયત
અમદાવાદઃ NEET પેપર લીક મુદ્દે NSUI ના ઉગ્ર દેખાવો, કાર્યકરોની અટકાયત
અમદાવાદમાં સેલ્સગર્લ કરોડોના સોનાના દાગીના લઈને ફરાર! જુઓ Video
અમદાવાદમાં સેલ્સગર્લ કરોડોના સોનાના દાગીના લઈને ફરાર! જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">