શાહરૂખ-દીપિકાની ‘પઠાણ’ ફિલ્મનો હવે ગુજરાતમાં પણ વિરોધ, લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ કહ્યુ-ફિલ્મમાં હિંદુ અને સનાતન ધર્મનું અપમાન

તાજેતરમાં ફિલ્મનું સોન્ગ ‘બેશરમ રંગ..’ રિલીઝ કરવામાં આવ્યું હતું અને હવે આ ગીતને લઇને જ ફિલ્મનો વિરોધ થઇ રહ્યો છે. ગીતમાં શાહરૂખ અને દીપિકા વચ્ચે સિઝલિંગ કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.

શાહરૂખ-દીપિકાની ‘પઠાણ’ ફિલ્મનો હવે ગુજરાતમાં પણ વિરોધ, લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ કહ્યુ-ફિલ્મમાં હિંદુ અને સનાતન ધર્મનું અપમાન
ગુજરાતમાં પણ 'પઠાણ' ફિલ્મનો વિરોધ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2022 | 12:06 PM

બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની મેગા બજેટ ફિલ્મ ‘પઠાણ’ લઇને દિનપ્રતિદિન વિરોધ વધી રહ્યો છે. પઠાણના વિરોધમાં અનેક હિંદુ સંગઠનો તેમજ સાધુ-સંતો મેદાનમાં આવ્યા છે. ત્યારે પઠાણનો વિરોધ હવે ગુજરાત સુધી પહોંચ્યો છે. લોક સાહિત્યકાર રાજભા ગઢવી પઠાણ ફિલ્મના વિરોધમાં આવ્યા છે. રાજભા ગઢવીએ જણાવ્યું કે બોલીવુડે નક્કી કર્યું છે કે, હિન્દુત્વ અને સનાતમ ધર્મનું કંઇક ને કંઇક અપમાન કરતા રહેવું. છેલ્લા 75 વર્ષથી બોલીવુડે આ જ કર્યું છે. આથી ગુજરાતમાં આ ફિલ્મ ચાલવા દેવી ન જોઇએ.

‘પઠાણ’ ફિલ્મનો વિરોધ ગુજરાત સુધી પહોંચ્યો

તાજેતરમાં ફિલ્મનું સોન્ગ ‘બેશરમ રંગ..’ રિલીઝ કરવામાં આવ્યું હતું અને હવે આ ગીતને લઇને જ ફિલ્મનો વિરોધ થઇ રહ્યો છે. ગીતમાં શાહરૂખ અને દીપિકા વચ્ચે સિઝલિંગ કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. પરંતુ ગીતમાં દીપિકા પાદુકોણે ભગવા રંગનો બોલ્ડ ડ્રેસ પહેર્યો છે. જેના કારણે દેશના અનેક હિંદુ સંગઠનોએ તેનો વિરોધ કર્યો છે. હિંદુ સંગઠનોએ બોલીવુડ તેમજ શાહરૂખ પર સનાતન ધર્મનું અપમાન કરવાનો આરોપ લગાવી ‘પઠાણ’ પર પ્રતિબંધ મુકવાની માગ કરી છે. તેમનું કહેવું છે કે બોલિવુડ સતત એ શોધવાનો પ્રયાસ કરે છે કે સનાતન ધર્મની મજાક કેવી રીતે ઉડાવી શકાય. હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કેવી રીતે કરવું. પઠાણ ફિલ્મમાં દીપિકા પાદુકોણે ભગવા રંગની બિકીની પહેરીને સાધુ-સંતો અને દેશના ભગવા રંગને ઠેસ પહોંચાડી છે.

ફિલ્મમાંથી વાંધાજનક સીન હટાવવાની માગ

દેશભરમાંથી ભાજપ, હિન્દુ સેના અને વિશ્વ હિન્દુ પરિષદે ફિલ્મમાંથી વાંધાજનક ભાગો હટાવવાની માગ કરી છે. આ સંદર્ભે હિન્દુ સેનાએ સેન્સર બોર્ડના અધ્યક્ષ પ્રસૂન જોશીને પત્ર પણ લખ્યો છે. જેમાં માંગ કરવામાં આવી છે કે, ફિલ્મમાંથી આવા દ્રશ્યો હટાવવા જોઈએ અને ગીતના શબ્દોમાં પણ ફેરફાર કરવા જોઈએ. આવી ફિલ્મો સેન્સર બોર્ડે પાસ કરતા પહેલા જોવી જોઈએ.

નાગ-નાગણના સુંદર જોડાએ કર્યો જબરદસ્ત ડાન્સ, કેમેરામાં કેદ થયા દ્રશ્યો
Winter Walking : શિયાળામાં કેટલી મિનિટ ચાલવું સ્વાસ્થ્ય માટે યોગ્ય છે?
ગુજરાતીઓનું ફેવરિટ અને ભારત નું સ્વર્ગ છે આ હિલ સ્ટેશન, જુઓ Photos
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વિશ્વની ટોચની 10 સેમિકન્ડક્ટર કંપનીઓ, કોણ છે નંબર 1?
બ્રિસ્બેનમાં આ ક્રિકેટર સાથે જોવા મળી સારા તેંડુલકર, જુઓ Photos

‘પઠાણ’ના ગીત સામે વિશ્વ હિન્દુ પરિષદે ઉઠાવ્યો વાંધો

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા સંગઠન વિશ્વ હિન્દુ પરિષદે પાદુકોણના કપડાના રંગને લઈને નારાજગી વ્યક્ત કરી છે. VHPએ ‘બેશરમ રંગ’ ગીતના ટાઈટલ પર પણ વાંધો ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે, હિન્દુ સમાજ આવી ફિલ્મને ક્યારેય સ્વીકારશે નહીં. VHPના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે એક વીડિયોમાં ફિલ્મના નિર્માતાઓની આકરી ટીકા કરતા કહ્યું છે કે – ભગવા ને બેશરમ કહ્યું અને અશ્લીલ કૃત્ય કરવું એ હિન્દુ વિરોધી માનસિકતાની પરાકાષ્ઠા છે.

g clip-path="url(#clip0_868_265)">