ગર્વની વાત: વિદ્યુત જામવાલને મળી નવી ઓળખ, બ્રુસ લી સાથે આ લિસ્ટમાં આવ્યું અભિનેતાનું નામ

ગર્વની વાત: વિદ્યુત જામવાલને મળી નવી ઓળખ, બ્રુસ લી સાથે આ લિસ્ટમાં આવ્યું અભિનેતાનું નામ
વિદ્યુત

વિદ્યુતનો સમાવેશ જે લિસ્ટમાં થયો છે તેમાં વિશ્વના દિગ્ગજ માર્શલ આર્ટિસ્ટ્સ જેકી ચેન, બ્રુસ લી, જેટ લિ, ચક નોરિસ, ડોની યેન, ટોની જા અને સ્ટીવન સીગલનો સમાવેશ થાય છે.

Gautam Prajapati

| Edited By: Utpal Patel

Feb 13, 2021 | 5:06 PM

વિદ્યુત જામવાલ અભિનેતાની સાથે સાથે શ્રેષ્ઠ માર્શલ આર્ટિસ્ટ પણ છે. વિદ્યુતની એક્શન જોઇને ફેન્સ પણ દિવાના થઈ જાય છે. હવે તો ગુગલે પણ સ્વીકાર્યું છે કે અભિનેતા વિશ્વના શ્રેષ્ઠ માર્શન આર્ટીસ્ટમાન એક છે. દીગાજોને હરાવીને વિદ્યુત બેસ્ટ માર્શન આર્ટિસ્ટની લિસ્ટમાં સામેલ થયો છે. તાજેતરમાં જ ગૂગલે (Google best Martial Art) વિદ્યુત જામવાલને વિશ્વના સર્વશ્રેષ્ઠ માર્શલ કલાકારોમાં એક ગણાવ્યો છે.

વિદ્યુતનો સમાવેશ જે લિસ્ટમાં થયો છે તેમાં વિશ્વના દિગ્ગજ માર્શલ આર્ટિસ્ટ્સ જેકી ચેન, બ્રુસ લી, જેટ લિ, ચક નોરિસ, ડોની યેન, ટોની જા અને સ્ટીવન સીગલનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં આ લિસ્ટમાં વિદ્યુતનું નામ આવવું મોટી બાબત છે. અભિનેતા વિશ્વની સામે દેશના સૌથી યુવાન ફિટનેસ સ્ટાર તરીકે ઉભરી આવ્યો છે.

વિદ્યુત માર્શલ આર્ટથી દરેકને આશ્ચર્ય પમાડે છે. વિદ્યુતની શાનદાર એક્શન તેની દરેક ફિલ્મોમાં સારી રીતે રજૂ કરવામાં આવી છે. હવે અભિનેતાએ માર્શલ આર્ટિસ્ટમાં દેશનું નામ રોશન કર્યું છે. અભિનેતાએ તેની એક્શનથી તેના લોકોને દિવાના બનાવ્યા છે. જ્યારે તેની બોડી યુવાને ફિટનેસ તરફ જવા માટે પ્રેરે છે.

વિદ્યુતે શીખ્યું છે માર્શલ આર્ટ્સ અભિનેતા વિદ્યુત જામવાલે માત્ર 3 વર્ષની ઉંમરે માર્શલ આર્ટ શીખવાનું શરૂ કર્યું હતું. તેણે કેરળના આશ્રમથી માર્શલ આર્ટની તાલીમ લીધી છે. તમને જણાવી દઈએ કે આ સંસ્થા વિદ્યુતની માતા દ્વારા ચલાવવામાં આવે છે. વિશ્વની ટોચની માર્શલ આર્ટની યાદીમાં વિદ્યુતનું નામ શામેલ છે. તેની તાલીમ માટે તેણે દુનિયાભરની યાત્રા કરી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati