AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘Gangubai Kathiawadi’થી લઈને ‘અટેક’ સુધી, થિયેટરોમાં ધમાલ મચાવશે આ ફિલ્મો

આગામી ફિલ્મો ગંગુબાઈ કાઠિયાવાડી અને અટેકની રિલીઝ અંગે મહત્વની માહિતી સામે આવી છે. તાજેતરમાં નિર્માતાઓએ એક નિવેદન બહાર પાડ્યું છે અને ચાહકોને રિલીઝ વિશે જાણ કરી છે.

'Gangubai Kathiawadi'થી લઈને 'અટેક' સુધી, થિયેટરોમાં ધમાલ મચાવશે આ ફિલ્મો
Alia Bhatt
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2021 | 10:21 PM
Share

કોરોના વાઈરસ (Corona Virus)ને કારણે સમગ્ર વિશ્વમાં ઘણું નુકસાન થયું છે. લાંબા સમયથી ઘણી મોટી ફિલ્મો થિયેટરોમાં રિલીઝ થવાની રાહ જોઈ રહી છે. કોરોનાને કારણે થિયેટરો બંધ થવાના કારણે ફિલ્મોનો બિઝનેસ અટકી ગયો છે. આવી સ્થિતિમાં બેલબોટમથી લઈને ચેહરે પછી, કેટલીક વધુ ફિલ્મો થિયેટરોમાં રજૂ થવાની તૈયારીમાં છે.

ફિલ્મ ઉદ્યોગ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ રહ્યો છે. તાજેતરમાં કેટલીક આવનારી ફિલ્મોની જાહેરાત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આગામી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી, અટેક અને આરઆરઆર વિશે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. આજે નિર્માતાઓએ ​​ફિલ્મની રિલીઝ સંબંધિત અપડેટ રજૂ કર્યું છે.

સમાચાર અનુસાર ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી, અટેક અને આરઆરઆર માત્ર થિયેટરોમાં રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે લાંબા સમયથી સમાચાર હતા કે મેકર્સ આ ફિલ્મોને OTT પર રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે, પરંતુ હવે મેકર્સે સ્પષ્ટ કરી દીધું છે કે આ વસ્તુઓ માત્ર અફવાઓ છે.

જાહેર કર્યું નિવેદન

Pen Studios દ્વારા આ અંગે નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. Pen Studiosના ચેરમેન ડૉ. જયંતિલાલ ગડા વતી ટ્વીટ કરીને લખવામાં આવ્યું છે કે અમે જણાવવા માગીએ છીએ કે ગંગુબાઈ કાઠિયાવાડી, આરઆરઆર અને અટેક થિયેટરમાં રિલીઝ થશે. અફવાઓ હતી કે આ ફિલ્મો થિયેટરો પહેલા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે, જે ખોટું છે. આ મેગ્નમ ઓપસ ફિલ્મો મોટા પડદાના અનુભવ માટે બનાવવામાં આવી છે અને થિયેટરોમાં રિલીઝ થશે.

ગંગુબાઈ કાઠિયાવાડી (Gangubai Kathiawadi)

અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt) ગંગુબાઈમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સંજય લીલા ભણસાલી આ ફિલ્મ બનાવી રહ્યા છે. આલિયા ઉપરાંત અજય દેવગણે (Ajay Devgn) પણ ફિલ્મમાં એન્ટ્રી કરી છે. અજય ફિલ્મમાં ગેંગસ્ટર કરીમ લાલાની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું ટીઝર ઘણા સમય પહેલા રિલીઝ કરવામાં આવ્યું છે. ચાહકો હવે આતુરતાથી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.

અટેક અને RRR

આરઆરઆર અને અટેક બંનેની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. આરઆરઆરમાં આલિયા ભટ્ટ પણ જોવા મળશે, જ્યારે જ્હોન અબ્રાહમ અટેકમાં જોવા મળશે. અટેકથી લક્ષ્ય રાજ ​​આનંદ ડાયરેક્શનમાં પદાર્પણ કરી રહ્યા છે, જ્યારે પેન સ્ટુડિયોઝ, જ્હોન અબ્રાહમની જેએ એન્ટરટેઈનમેન્ટ અને અજય કપૂર તેનું નિર્માણ કરી રહ્યા છે.

આ પણ વાંચો :- Wrap: આલિયા ભટ્ટે વિજય વર્મા સાથે પુરી કરી પોતાની ફિલ્મ ‘ડાર્લિંગ્સ’નું શૂટિંગ, જુઓ ફિલ્મનો BTS વીડિયો

આ પણ વાંચો :- Big News: કંગના રનૌતની ‘થલાઈવી’ ને ટક્કર આપશે સૈફ અલી અભિનીત ‘Bhoot Police’

Follow Us
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">