Aryan Drugs Case : નવાબ મલિકે ઉઠાવેલા સવાલનો યાસ્મીન અને ફ્લેચર પટેલે આપ્યો જવાબ, સમીર વાનખેડેને ખુલ્લેઆમ ટેકો આપ્યો

નવાબ મલિકે આર્યન ડ્રગ્સ કેસના સાક્ષી ફ્લેચર પટેલને લઈને ઘણા સવાલો ઉઠાવ્યા હતા.ઉપરાંત તેણે દાવો કર્યો હતો કે, ફ્લેચર પટેલ સમીર વાનખેડેના નજીકના વ્યક્તિ છે.

Aryan Drugs Case : નવાબ મલિકે ઉઠાવેલા સવાલનો યાસ્મીન અને ફ્લેચર પટેલે આપ્યો જવાબ, સમીર વાનખેડેને ખુલ્લેઆમ ટેકો આપ્યો
Nawab Malik (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2021 | 4:29 PM

Aryan Khan Drugs Case : મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ થઈ ત્યારથી એનસીપી નેતા નવાબ મલિક એનસીબીની ટીકા કરતા જોવા મળી રહ્યા છે. તેમણે NCB પર આરોપ લગાવતા કહ્યુ કે, પહેલા એનસીબીએ તેના જમાઈને ફસાવ્યા અને હવે આર્યન ખાનને ફસાવવામાં આવી રહ્યો છે. તેમણે NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની (Sameer Wankhede) બહેન યાસ્મીનનો ફોટો ટ્વિટ કર્યો છે. આ ફોટા અંગે નવાબ મલિકે પૂછ્યું છે કે ફ્લેચર પટેલ કોણ છે? ફ્લેચર પટેલ કોને ‘લેડી ડોન’ કહે છે ? આ મહિલા ડોનનો બોલીવુડ સાથે શું સંબંધ છે ? આ મહિલા ડોન સમીર વાનખેડે સાથે કેવી રીતે સંબંધિત છે ? વગેરે….સવાલો ઉઠાવ્યા હતા.

ફ્લેચર પટેલ અને યાસ્મીને મલિકને આપ્યો જવાબ

નવાબ મલિકે કહ્યું હતું કે, ફ્લેચર પટેલને (Fletcher Patel)સમીર વાનખેડેની બહેન યાસ્મીને ભાઈ માન્યો છે. પરંતુ એનસીબીએ(NCB)  તેમને ઘણા કેસોમાં પંચ સાક્ષી બનાવ્યા છે. ત્યારે યાસ્મીન અને ફ્લેચર પટેલ બંનેએ આગળ આવીને નવાબ મલિકે (Nawab Malik) ઉઠાવેલા સવાલોના જવાબ આપ્યા છે. બંનેએ સમીર વાનખેડેને ખુલ્લેઆમ ટેકો આપ્યો છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

જો નવાબ મલિક બિનજરૂરી આક્ષેપો કરશે તો હું માનહાનિનો દાવો કરીશ- યાસ્મીન

યાસ્મીન પટેલે નવાબ મલિકના પ્રશ્નોના જવાબ આપતાં કહ્યું કે, ‘મારો ભાઈ સારું કામ કરી રહ્યો છે. હું MNS સિને વિંગની ઉપાધ્યક્ષ છું. હું વકીલાત કરું છું. ફ્લેચર પટેલ મારા નજીકના ભાઈ છે. જો તેઓ મને ‘લેડી ડોન’ (Lady Don)કહે છે,તેમાં મને કોઈ વાંધો નથી. નવાબ મલિક પાયાવિહોણા આક્ષેપો ના કરો. જો નવાબ મલિક ભવિષ્યમાં આવા પાયાવિહોણા આક્ષેપો કરશે તો હું તેમની સામે માનહાનિનો દાવો કરીશ. વધુમાં કહ્યુ કે, અમે તેના બકવાસથી ડરતા નથી.

તેમના ભાઈ સમીર વાનખેડેના કામની પ્રશંસા કરતા યાસ્મીન પટેલે કહ્યું કે, ‘તેમનું કામ બોલે છે’. સમીર એક પ્રામાણિક અધિકારી છે. તેઓ તેમનો બધો સમય કામને આપે છે. નવાબ મલિકે પુરાવા સાથે બહાર આવવું જોઈએ. આ બધું કરીને તેઓ પોતાને જ શરમાવી રહ્યા છે.

આંતરિક દસ્તાવેજ તેમની પાસે કેવી રીતે પહોંચ્યા : ફ્લેચર પટેલ

નવાબ મલિકના પ્રશ્નોના જવાબમાં ફ્લેચર પટેલે કહ્યું કે, તેઓ 84 ​​આર્મર્ડ રેજિમેન્ટના (Armored Regiment)ભૂતપૂર્વ નોન-કમિશન્ડ ઓફિસર છે. તેઓ સૈનિક ફેડરેશન નામની સંસ્થા ચલાવે છે. તે બાળપણથી જ વાનખેડે પરિવારને ઓળખે છે. તેમણે કહ્યું, ‘NCB અને સમીર વાનખેડે સારું કામ કરી રહ્યા છે. સૈનિક ફેડરેશન મુંબઈના પ્રમુખ હોવાથી તેઓ એનસીબીને મદદ કરે છે. દેશમાં ડ્રગ્સ લાવીને યુવાનોને ડ્રગ્સ એડિક્ટ બનાવવામાં આવી રહ્યા છે. NCB તેને નિયંત્રણમાં લાવવા માટે કામ કરી રહી છે.

ફ્લેચર પટેલે નવાબ મલિકને પુછ્યુ કે, પંચનામા જેવા આંતરિક દસ્તાવેજો તેમની પાસે કોણ લીક કરી રહ્યું છે ? ફ્લેચરે વધુમાં કહ્યું કે જો સમીર વાનખેડે તેને મદદ માટે બોલાવે તો પણ તે તરત જ હાજર થઈ જશે. તેણે કહ્યું કે તે કોઈની પણ મદદ કરી શકે છે. આ માટે તેને નવાબ મલિકની પરવાનગીની જરૂર નથી.

આ પણ વાંચો : Aryan Drugs Case : સ્ટાર પુત્રના બદલાયા તેવર, કહ્યુ ” જેલમાંથી બહાર નીકળ્યા બાદ હું ડ્રગ્સને સ્પર્શ પણ નહીં કરૂ”

આ પણ વાંચો : મોંઘવારીનો માર : પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો, ચાર દિવસમાં દોઢ રૂપિયા વધીને એક લિટરે ભાવ રૂ. 111.17 પહોંચ્યો

Latest News Updates

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">