AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સમગ્ર દેશમાં ‘The Kashmir Files’ ટેક્સ ફ્રી કરવા પ્રથમ બિન-ભાજપ રાજ્યની અપીલ, જાણો સમગ્ર વિગત

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કેન્દ્રને અપીલ કરી છે કે તે Kashmir Files ને દેશભરમાં કરમુક્ત બનાવવા માટે કેન્દ્રીય GST હટાવે.આ ફિલ્મને કરમુક્ત કરવા આગળ આવનાર તે પ્રથમ બિન ભાજપ રાજ્ય છે.

સમગ્ર દેશમાં 'The Kashmir Files' ટેક્સ ફ્રી કરવા પ્રથમ બિન-ભાજપ રાજ્યની અપીલ, જાણો સમગ્ર વિગત
CM Bhupesh Baghel (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2022 | 12:37 PM
Share

The Kashmir Files : છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કેન્દ્રને અપીલ કરી છે કે તે Kashmir Files ને દેશભરમાં કરમુક્ત બનાવવા માટે કેન્દ્રીય GST હટાવે.સાથે જ CM  ભૂપેશ બઘેલે (CM Bhpesh Baghel) એમ પણ કહ્યું કે તે આજે રાત્રે 8 વાગ્યે રાજ્યના ધારાસભ્યો અને મંત્રીઓ સાથે ફિલ્મનો શો જોશે. ભાજપના ધારાસભ્ય બ્રિજમોહન અગ્રવાલે આક્ષેપ કર્યા બાદ આ નિવેદન સામે આવ્યું છે,તેણે કહ્યુ હતુ કે, કોંગ્રેસ સરકાર(Congress Party)  લોકોને આ ફિલ્મ જોવા દેવા માગતી નથી અને તે થિયેટરોને ટિકિટ ન વેચવા દબાણ કરી રહી છે.ત્યારે CM ભૂપેશ બધેલે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે.

‘કાશ્મીર ફાઇલ્સ’ને કરમુક્ત કરવી જોઈએ

મુખ્ય પ્રધાન ભૂપેશ બધેલે ટ્વિટ કરીને કહ્યુ કે, ભાજપના ધારાસભ્યોએ માગ કરી છે કે’કાશ્મીર ફાઇલ્સ’ને કરમુક્ત કરવી જોઈએ. હું માનનીય વડાપ્રધાનને વિનંતી કરું છું કે તેઓ આ ફિલ્મ પરથી સેન્ટ્રલ GST હટાવવાની જાહેરાત કરે.આ ફિલ્મ દેશભરમાં કરમુક્ત થઈ જશે.

સાથે જ તેમણે બુધવારે એક ટ્વિટમાં જણાવ્યુ હતુ કે,આજે વિધાનસભાના તમામ આદરણીય સભ્યો (વિપક્ષના સભ્યો સહિત)ને એક સાથે ફિલ્મ ‘કાશ્મીર ફાઇલ્સ’ જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આજે રાત્રે 8 વાગ્યે રાજધાનીના સિનેમા હોલમાં, અમે બધા ધારાસભ્યો સાથે મળીને ફિલ્મ જોઈશું.

ભાજપ શાસિત રાજ્યોમાં ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ટેક્સ ફ્રી

એક તરફ જ્યાં ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોમાં ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને ટેક્સ ફ્રી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ સમગ્ર દેશમાં BJP નેતાઓ ફિલ્મને ટેક્સ ફ્રી કરવા મથામણ કરી રહ્યા છે.તમને જણાવી દઈએ કે અત્યાર સુધી હરિયાણા, ગુજરાત, કર્ણાટક અને મધ્ય પ્રદેશની સરકારોએ તેમના રાજ્યોમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરી છે.

આ પણ વાંચો : The Kashmir Files: બદરુદ્દીન અજમલની ફિલ્મ પ્રતિબંધની માગ પર CM હિમંતા બિસ્વાનો પલટવાર, કહ્યું ‘ધર્મ સાથે ન જોડો’

Follow Us
અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારો! જાણો હવે કેટલું ભાડુ ચૂકવવું પડશે
અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારો! જાણો હવે કેટલું ભાડુ ચૂકવવું પડશે
વડાપ્રધાન મોદીના નશા મુક્ત યુવા અભિયાન અંતગત ભરૂચ SOG એક્શન મોડમાં
વડાપ્રધાન મોદીના નશા મુક્ત યુવા અભિયાન અંતગત ભરૂચ SOG એક્શન મોડમાં
તહેવારો ટાણે જ ખાદ્યતેલના ભાવમાં ભડકો! Video
તહેવારો ટાણે જ ખાદ્યતેલના ભાવમાં ભડકો! Video
રાજકોટમાં ફરી જળસંકટના ભણકારા, મનપાએ સરકાર પાસે માગી મદદ
રાજકોટમાં ફરી જળસંકટના ભણકારા, મનપાએ સરકાર પાસે માગી મદદ
આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?
આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં
બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં
g clip-path="url(#clip0_868_265)">