Breaking News : ‘અનુપમા’ના સેટ પર લાગી ભીષણ આગ કરોડોનો સામાન બળીને ખાખ! અનુપમાનું શૂટિંગ બંધ
સ્ટાર પ્લસની સીરિયલ અનુપમાના સેટ પરથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ટીવીના આ નંબર વન શોના સેટ પર આગ લાગી છે. હાલમાં આગને કંટ્રોલ કરવામાં આવી છે. ફાયર બ્રિગેડની 5 ગાડીઓ હાલમાં સીરિયલના સેટ પર હાજર છે.

ગોરેગાંવ ફિલ્મ સિટીમાં સોમવારના રોજ ટીવીની પોપ્યુલર સીરિયલ અનુપમાના સેટ પર ભયંકર આગ લાગી છે. આગ એટલી ભયાનક છે, કે, 5 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. ટીવી 9 હિન્દી ડિજિટલના સુત્રોને મળેલી જાણકારી મુજબ આ અકસ્માતમાં હજુ કોઈ ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા નથી. સોમવારે 23 જૂનના રોજ મુંબઈના દાદા સાહેબ ફાલ્કે ચિત્રનગરી સ્થિત અનુપમા સીરિયલના સેટ પર અચાનક આગ લાગી ગઈ હતી. ધીમે ધીમે આ આગ આખા સેટમાં ફેલાય ગઈ હતી. આગ લાગ્યા બાદ સેટની અંદર રહેલા લોકો જલ્દી બહાર આવી ગયા અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
બીજા સેટ પર શિફ્ટ
હાલમાં, આ બધા કૂતરાઓને રાજન શાહીના બીજા શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ના સેટ પર ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સંભાળ રાખવામાં આવી રહી છે. રૂપાલીનો પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ ફક્ત સેટ પૂરતો મર્યાદિત નથી. તેના ઘરમાં ઘણા પાલતુ પ્રાણીઓ પણ છે, જેમની તે સંપૂર્ણ જવાબદારી સાથે સંભાળ રાખે છે. પ્રાણીઓ પ્રત્યેનો તેનો પ્રેમ ઘણીવાર તેની સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં જોવા મળે છે,
કરોડોનો માલ બળીને રાખ
હાલમાં એવું જણાવવામાં આવી રહ્યું છે કે, આગ વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ લાગી હતી.સાંજે 7 વાગ્યાની શિફ્ટ હોવાથી, સેટ પર સુરક્ષાકર્મીઓ અને થોડા લોકો સિવાય કોઈ કલાકારો અને સ્ટાફ હાજર નહોતા. આ જ કારણ છે કે, આ આગમાં કોઈને ઈજા થઈ નથી. પરંતુ આ આગને કારણે સેટને ઘણું નુકસાન થયું છે. એવું માનવામાં આવે છે કે ,લાખો અને કરોડોનો માલ બળીને રાખ થઈ ગયો છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે.
ટીવીની નંબર વન સીરિયલ છે અનુપમા
સ્ટાર પ્લસની ટીવી સીરિયલ અનુપમા ટીવીની સૌથી વધારે જોવાતી સીરિયલ છે. રુપાલી ગાંગુલી આ શોમાં લીડ રોલમાં છે. શો હંમેશા ટીઆરપીની લિસ્ટમાં નંબર વન પર રહે છે. 5 વર્ષ પહેલા 23 જુલાઈના રોજ અનુપમા સીરિયલની શરુઆત થઈ હતી. શરુઆતથી આ શોએ ટોપ 5માં સ્થાન મેળવ્યું છે.તમને જણાવી દઈએ કે, ટીવીના અન્ય સૌથી વધુ કમાણી કરનાર કલાકારો રૂપાલી ગાંગુલી વિશે વાત કરીએ તો, જે ‘અનુપમા’ની સફળતા પછી દરેક ઘરમાં જાણીતી છે, તેમની દરરોજની ફી લગભગ 3 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. ખાસ કરીને સિરિયલ ‘અનુપમા’માં અનુપમાનું રૂપાલીનું પાત્ર બધાનું ફેવરિટ છે.રુપાલી ગાંગુલીએ 13 ફ્રેબુઆરી 2013ના રોજ બિઝનેસમેન અશ્વિન કે. વર્મા સાથે લગ્ન કર્યા હતા. અશ્વિન હંમેશા રુપાલીને સપોર્ટ કરતો જોવા મળ્યો છે. કપલને એક રુદ્રાંશ નામનો પુત્ર પણ છે.
સેટ પર અચાનક આગ લાગવાને કારણે, અનુપમાનું શૂટિંગ હાલ પૂરતું બંધ કરી દેવામાં આવ્યું છે. હાલમાં, પ્રોડક્શનમાં કેટલાક બેંક એપિસોડ છે. એટલે કે ટીવી પર અનુપમાના ટેલિકાસ્ટમાં કોઈ સમસ્યા નહીં આવે. મળતી માહિતી મુજબ, અનુપમાની ટીમ આગામી બે દિવસમાં નવા સેટ પર શિફ્ટ થઈ શકે છે.