AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિવાદાસ્પદ નિવેદનને કારણે શ્વેતા તિવારીની વધી મુશ્કેલી, અભિનેત્રી વિરુદ્ધ FIR નોંધવામાં આવી

ભોપાલમાં પોતાની વેબ સિરીઝના લોન્ચિંગ ઈવેન્ટમાં શ્વેતાએ સ્ટેજ પર ભગવાનને લઈને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતુ. જેને કારણે અભિનેત્રીની મુશ્કેલી હાલ વધતી જોવા મળી રહી છે.

વિવાદાસ્પદ નિવેદનને કારણે શ્વેતા તિવારીની વધી મુશ્કેલી, અભિનેત્રી વિરુદ્ધ FIR નોંધવામાં આવી
Fir against shweta tiwari (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 2:13 PM
Share

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari) પર હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે. એક ઈવેન્ટ દરમિયાન તેણે વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતુ, જે બાદ શ્વેતા તિવારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ભોપાલમાં (Bhopal)  પોતાની વેબ સિરીઝના લોન્ચિંગ ઈવેન્ટમાં શ્વેતાએ સ્ટેજ પર ‘ભગવાન’નું નામ લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતુ. જે બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો. ત્યારે હવે ભોપાલના શ્યામલા હિલ્સ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 295 (A) હેઠળ અભિનેત્રી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

શ્વેતા તિવારી વિરુદ્ધ FIR નોંધવામાં આવી

ઉલ્લેખનીય છે કે, આ FIR મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કરી છે. મિશ્રાએ આ મામલે કહ્યું કે, ‘મેં પોતે શ્વેતા તિવારીના મોંથી આ સાંભળ્યું છે. હું તેનો વિરોધ કરું છું. મેં ભોપાલ પોલીસ કમિશનરને (Bhopal Commissioner) આ મામલે તપાસ કરવા જણાવ્યુ છે અને રિપોર્ટ પણ માંગ્યો છે. આ મામલે અભિનેત્રી પર કાર્યવાહી કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે અભિનેત્રીના વિવાદાસ્પદ નિવેદનને લઈને ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ (Narotam Mishra) ભોપાલ પોલીસ કમિશનરને પણ આ સંબંધમાં તમામ તથ્યો તપાસવા અને 24 કલાકની અંદર રિપોર્ટ આપવાનો નિર્દેશ આપ્યો છે, ત્યારબાદ આગળ નિર્ણય લેવામાં આવશે.

જાણો શુ છે સમગ્ર મામલો ?

તાજેતરમાં અભિનેત્રી શ્વેતા તિવારી વેબસિરીઝ ઈવેન્ટમાં સામેલ થવા ભોપાલ ગઈ હતી. આ ઈવેન્ટમાં તેમણે ભગવાનને સંંબંધિત વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતુ. જે બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. ત્યારે જ અટકળો શરૂ થઈ હતી કે અભિનેત્રી શ્વેતા તિવારી વિવાદમાં ફસાઈ શકે છે. પોતાની અપકમિંગ વેબસીરીઝના લોન્ચિંગ ઈવેન્ટમાં પહોંચેલી અભિનેત્રી કાર્યક્રમમાં બાકીના લોકો સાથે સ્ટેજ પર બેઠી હતી, તે જ સમયે શ્વેતાના મોઢામાંથી આ વિવાદાસ્પદ નિવેદન બહાર આવ્યુ, ‘મારી બ્રા સાઈઝ…’. આ વિવાદાસ્પદ નિવેદનને લઈને હાલ અભિનેત્રીની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો : HBD Shruti Haasan: જ્યારે શ્રુતિ હાસને તેની ફિલ્મમાં અક્ષય કુમારને કાસ્ટ કરવાની વાત થઈ ત્યારે ફીને લઈને થયું હતું કંઈક આવું, એક્ટ્રેસે આપ્યું હતું રિએક્શન

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">