વર્ષ 2022માં OTT પર રિલીઝ થનારી આ ફિલ્મો અને સિરીઝની જુઓ સંપૂર્ણ યાદી

ગયા વર્ષની જેમ આ વર્ષે પણ OTT પ્લેટફોર્મ (OTT) પ્રેક્ષકોને સંપૂર્ણ મનોરંજન પ્રદાન કરશે. ચાલો તમને જણાવીએ કે આ વર્ષે OTT પ્લેટફોર્મ પર કઈ મોટી સિરીઝ અને મૂવી રિલીઝ થવા જઈ રહી છે.

વર્ષ 2022માં OTT પર રિલીઝ થનારી આ ફિલ્મો અને સિરીઝની જુઓ સંપૂર્ણ યાદી
Best upcoming series and films in 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2022 | 10:34 AM

OTT : બધાએ હવે વર્ષ 2021ને અલવિદા કહી દીધું છે. તમામ લોકો દિલથી 2022નું સ્વાગત કરવામાં વ્યસ્ત છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ કોરોના (Corona)નો ફેલાવો શરૂ થયો છે, લોકો તેમના ઘરોમાં કેદ છે, પરંતુ ગયા વર્ષની જેમ આ વર્ષે પણ OTT પ્લેટફોર્મ (OTT) દર્શકોને ભરપૂર મનોરંજન (Entertainment) આપવા જઈ રહ્યા છે. ચાલો તમને જણાવીએ કે આ વર્ષે OTT પ્લેટફોર્મ પર કઈ મોટી સિરીઝ અને મૂવી  (Movie)રિલીઝ થવા જઈ રહી છે.

Kaun Banegi Shikharvati – ZEE 5

ફેમિલી ડ્રામા સીરિઝ કૌન બનેગી શિખરવતી આ વર્ષની શરૂઆતમાં આવવા જઈ રહી છે. આ સીરિઝ 7 જાન્યુઆરી, 2022 થી Zee5 પર સ્ટ્રીમ કરવામાં આવશે. તેમાં નસીરુદ્દીન શાહ, લારા દત્તા, સોહા અલી ખાન, કૃતિકા કામરા અને અન્યા સિંહ મુખ્ય ભૂમિકામાં છે. તે કોમેડી સાથે રસપ્રદ વાર્તા બતાવશે.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

Yeh Kaali Kaali Ankhein -Netflix

તે આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી સીરિઝની યાદીમાં છે કારણ કે, તેમાં તાહિર રાજ ભસીન, શ્વેતા ત્રિપાઠી અને આંચલ સિંહ મુખ્ય ભૂમિકામાં છે. આ એક અલગ પ્રકારની લવ સ્ટોરી છે. જેમાં ત્રણ લોકો એકબીજાને મેળવવાની લાલસામાં વ્યસ્ત છે, તેનું નિર્દેશન સિદ્ધાર્થ સેન ગુપ્તા કરી રહ્યા છે. તે 14 જાન્યુઆરી, 2022 ના રોજ Netflix પર પ્રીમિયર થશે.

ozark season 4 – netflix

Netflixની સૌથી લોકપ્રિય સીરિઝમાંની એક, દરેક વ્યક્તિ આ સીરિઝની ચોથી સિઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તે 21 જાન્યુઆરી 2022 ના રોજ Netflix પર સ્ટ્રીમ થશે. આ મની લોન્ડરિંગ પર આધારિત ક્રાઈમ ડ્રામા સિરીઝ છે. જેમાં અગણિત હત્યાઓ એક જ પરિવારના લોકોની છે. તેની ત્રણેય સિરીઝ જોરદાર હિટ સાબિત થઈ છે.

Gehraiyaan -Amazon Prime

આ વર્ષની શરૂઆતમાં દીપિકા પાદુકોણની ફિલ્મ સૌથી મોટી ફિલ્મ તરીકે દર્શકોની વચ્ચે આવશે. આ ફિલ્મની જાહેરાત ડિસેમ્બર 2021માં કરવામાં આવી હતી. આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર 25 જાન્યુઆરી 22ના રોજ રિલીઝ થશે. તેના નિર્દેશક સકૂન બત્રા છે. દીપિકા ઉપરાંત, તેમાં સિદ્ધાંત ચતુર્વેદી અને અનન્યા પાંડે મુખ્ય ભૂમિકામાં છે.

Human – Disney+ Hotstar

વિપુલ અમૃતલાલ શાહ દ્વારા દિગ્દર્શિત થ્રિલર સિરીઝ ‘હ્યુમન’ ટ્રેલર રિલીઝ થયા બાદથી જ ચર્ચામાં છે. તેમાં ડ્રગ ટેસ્ટિંગ પર આધારિત સિરીઝ છે, જેમાં પૈસાની ગંદી રમત બતાવવામાં આવી છે. આ સિરીઝમાં શેફાલી શાહ અને કીર્તિ મુખ્ય ભૂમિકામાં છે અને 14 જાન્યુઆરી, 2022 થી ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે.

Rudra – Disney Plus Hot Star

અજય દેવગન આ સિરીઝ સાથે પહેલીવાર વેબ સિરીઝની દુનિયામાં પગ મુકવા જઈ રહ્યો છે. આ શ્રેણી અંગ્રેજી સિરીઝ ‘લુથર’ની સત્તાવાર રિમેક છે. OTT પર અજય દેવગન જેવા મોટા સ્ટારને જોવા માટે દર્શકો આતુર છે. તેની રીલિઝ તારીખ જાહેર કરવામાં આવી નથી પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે ટૂંક સમયમાં ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે.

Scam 2003 – Sony Liv

વર્ષ 2020ની 1992ની સૌથી લોકપ્રિય સિરીઝની બીજી સિઝન આ વર્ષે જ રિલીઝ થશે. હંસલ મહેતા બનાવશે, આ સિરીઝમાં એક નવા Scamની વાર્તા હશે. તે Sony Liv પર સ્ટ્રીમ થશે, હજુ સુધી તેના વિશે વધુ માહિતી શેર કરવામાં આવી નથી.

Panchayat Season 2 – Amazon Prime

દર્શકો આતુરતાથી પંચાયત 2 ની રાહ જોઈ રહ્યા હતા. આ સીરિઝ ઘણા સમયથી બની રહી છે. તેનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. આ પણ ટૂંક સમયમાં એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થશે. આમાં જિતેન્દ્ર લીડ રોલમાં જોવા મળશે.

આ પણ વાંચો : Uttarakhand Election:કોંગ્રેસે 45 ઉમેદવારના નામ નક્કી કર્યા, ચૂંટણી લડવા માટે રાવતનું પત્તુ અકબંધ

g clip-path="url(#clip0_868_265)">