UK Red List: બ્રિટને તમામ દેશોને ‘રેડ લિસ્ટ’ માંથી બાકાત કર્યા, 10 દિવસ નહીં રહેવું પડે ક્વોરેન્ટાઇન
બ્રિટને હવે ટ્રાવેલ સંબંધિત રેડ લિસ્ટમાંથી તમામ દેશોને બાકાત કરી દીધા છે. જે લોકોએ રસીના બંને ડોઝ લીધા છે તેઓએ હવે ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે નહીં.
કોરોના (Corona) મહામારીને કારણે બ્રિટનમાં(britain) મુસાફરીને લઈને અનેક નિયમ લાદવામાં આવ્યા હતા. આ વચ્ચે બ્રિટને ગુરુવારે કહ્યું કે તેણે સાત દેશો – કોલંબિયા, ડોમિનિકન રિપબ્લિક, એક્વાડોર, હૈતી, પનામા, પેરુ અને વેનેઝુએલાને તેની ટ્રાવેલ ‘રેડ લિસ્ટ’માંથી બાકાત કર્યા છે. હવે જે પ્રવાસીઓએ કોરોના રસી (Corona vaccine) લીધી છે .
તેઓએ બ્રિટનમાં પ્રવેશ પર સરકાર દ્વારા માન્ય હોટલમાં ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે નહીં. આ નિર્ણય સોમવારથી લાગુ થશે. ત્યારબાદ જે મુસાફરોએ રસીના બંને ડોઝ લીધા છે તેઓએ યુકે પહોંચ્યા પછી 10 દિવસ સુધી હોટલ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે નહીં.
પરિવહન પ્રધાન ગ્રાન્ટ શેપ્સે જણાવ્યું હતું કે ‘રેડ લિસ્ટ’ યથાવત રહેશે. જેથી ભવિષ્યમાં સાવચેતી તરીકે તેનો ઉપયોગ કરી શકાય. તેમણે કહ્યું કે બ્રિટન 30 થી વધુ દેશોમાં આપવામાં આવેલી રસીને પણ મંજૂરી આપશે, ત્યારબાદ આવા દેશોની સંખ્યા વધીને 135 થઈ જશે. “અમે હમણાં જ આ કરવા માટે સક્ષમ છીએ કારણ કે અમે લાંબા સમયથી જે વેરિઅન્ટ વિશે ચિંતિત હતા, હવે તેના વિશે વધુ ચિંતા કરવાની જરૂર નથી.”
દર ત્રણ અઠવાડિયે યાદીની સમીક્ષા કરવામાં આવશે. મંત્રીએ કહ્યું કે ડેલ્ટા વેરિઅન્ટ હવે વિશ્વના મોટાભાગના દેશોમાં પહોંચી ગયું છે. સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તરી આયર્લૅન્ડની સરકારોએ પુષ્ટિ કરી છે કે તેઓ ઇંગ્લેન્ડમાં આવતા પ્રવાસીઓને લાગુ પડતા નિયમોનું પાલન કરશે, જે પરિવહન મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. મંત્રાલયે કહ્યું છે કે રેડ લિસ્ટની દર ત્રણ અઠવાડિયે સમીક્ષા કરવામાં આવશે. કોઈપણ દેશને ઉમેરતા અથવા હટાવતા પહેલા ત્યાંના નવા વેરિઅન્ટ્સ સાથે સંબંધિત ડેટાને જોવામાં આવશે અને તેનું નિરીક્ષણ કરવામાં આવશે.
હોટલ ક્વોરેન્ટાઇન માટે તૈયાર રહેશે ગ્રાન્ટ શેપ્સે જણાવ્યું હતું કે નવા વર્ષમાં રેડ લિસ્ટ સિસ્ટમની ફરી સમીક્ષા કરવામાં આવશે. જો કે, આ સમય દરમિયાન હોટલોને પહેલાની જેમ જ ક્વોરેન્ટાઇન માટે તૈયાર રાખવામાં આવશે. જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની સમસ્યા સર્જાય તો સરકારને ફરીથી તમામ તૈયારીઓ કરવી ન પડે.
સ્કોટિશ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ગ્રીમ ડેએ જણાવ્યું હતું કે આ પગલું પ્રવાસન ક્ષેત્રને ‘સામાન્ય કામગીરીમાં પાછા ફરવામાં’ મદદ કરશે. આ સાથે તેમણે કહ્યું, ‘હજુ મહામારીનો અંત આવ્યો નથી. પરિસ્થિતિનું નજીકથી નિરીક્ષણ કરવામાં આવશે અને નિયમિતપણે સમીક્ષા કરવામાં આવશે. જો જરૂર પડશે તો અમે નિયંત્રણો લાદવામાં અચકાઈશું નહીં.
આ પણ વાંચો : Facebook Name Change: ફેસબુકે બદલ્યું કંપનીનું નામ, જાણો હવે કયા નામથી ઓળખાશે
આ પણ વાંચો : BHARUCH : ઉદ્યોગ નગરીમાં રંગીન પશુઓ અને માણસ નજરે પડયા, જાણો દિવાળીમાં કેમ દેખાયા હોળી જેવા દ્રશ્યો