ફરાહ ખાન અલીએ ઉર્ફી જાવેદને કપડાં પહેરવાની આપી ‘સલાહ’, મળ્યો કંઈક આવો જવાબ
ઈન્ડિયન સોશિયલ મીડિયા સ્ટાર ઉર્ફી જાવેદ એ એક એવી સેલેબ્રિટી છે કે જે કોઈ પણ પ્રકારના પ્રયત્નો વગર સતત સમાચારોમાં બની રહેવા માટે જાણીતી છે. અભિનેત્રી ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર હંમેશા કોઈને કોઈ કારણોસર ટ્રોલ થતી રહી છે.

‘બિગબોસ 15’ ફેમ લોકપ્રિય ટેલીવુડ સ્ટાર ઉર્ફી જાવેદ (Urfi Javed) એ વાત હવે સારી રીતે જાણે છે કે, કઈ રીતે સોશિયલ મીડિયા યુઝર્સ અને પાપારાઝીઓનું ધ્યાન હંમેશા પોતાની તરફ બનાવી રાખવું જોઈએ. અભિનેત્રી ઉર્ફી જાવેદ અત્યારે ફરીથી સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી રહી છે. જો કે, જાણીતી સોશિયલ મીડિયા સ્ટાર ઉર્ફી જાવેદ તેની બોલ્ડ ફેશન સેન્સને કારણે ઘણી વાર હેડલાઈન્સમાં રહે છે. આ વખતે પણ એવું જ કંઈક થયું છે. જાણીતી ફેશન ડિઝાઈનર ફરાહ અલી ખાન (Farah Ali Khan) અને ઉર્ફી જાવેદ વચ્ચેની ઈન્સ્ટાગ્રામ (Instagram) પર થયેલી નોક-જોક અત્યારે ખુબ વાયરલ થઈ રહી છે.
ફરાહ ખાન અલીએ ઉર્ફી જાવેદ માટે લખ્યું કંઈક આવું

Urfi Javed & Farah Ali Khan Instagram Comments Exchange
ફરાહ ખાન અલીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે ‘‘મને માફ કરશો પણ આ યુવતીએ તેના ખોટા પ્રકારના ડ્રેસિંગથી બચવું જોઈએ, લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે અને તેને લાગે છે કે લોકો તેની ડ્રેસિંગ સ્ટાઇલ પસંદ કરી રહ્યા નથી. મને આશા છે કે હું ઈચ્છું છું કે કોઈ તેને આ વાત જઈને કહે.”
ઉર્ફી જાવેદ ફરાહ ખાન અલીની વાત સાથે સહમત નથી
ફરાહ અલી ખાનની આ ટિપ્પણી પર ઉર્ફી જાવેદે ઇન્સ્ટાગ્રામ પર આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેણે લખ્યું છે કે, ”મૅમ આ ટેસ્ટ ફુલ ડ્રેસિંગ શું છે? કૃપા કરીને તેનું વર્ણન કરો અને હું જાણું છું કે હું જે પ્રકારનાં કપડાં પહેરું છું તે લોકોને પસંદ નથી, જો એમ હોય તો શું તે પૂર્ણ છે? તમારા સંબંધીઓએ આવી ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે અને નિર્માણ કર્યું છે, જ્યાં મહિલાઓએ ભાગ્યે જ ડ્રેસ પહેર્યો છે અને આઈટમ નંબર કર્યા છે, શું તે સંપૂર્ણ છે? શું આઇટમ નંબર દ્વારા સ્ત્રીનું શરીર દર્શાવવું યોગ્ય છે? દાનની શરૂઆત ઘરથી થાય છે. શાંત રહો. તમારે એવું ન કહેવું જોઈએ. ઘણા કલાકારોના બાળકો કેવા પોશાક પહેરે છે, શું તેઓની ડ્રેસિંગ સેન્સ ટેસ્ટ ફૂલ છે?’
View this post on Instagram
ઉર્ફી જાવેદ ઘણી વખત ટ્રોલિંગનો શિકાર બની ચૂકી છે
View this post on Instagram
અત્રે નોંધનીય છે કે ટેલીવુડની જાણીતી અભિનેત્રી ઉર્ફી જાવેદ આ પહેલા પણ ઘણી વખત સોશિયલ મીડિયા પર યુઝર્સના ટ્રોલિંગનો શિકાર બની ચુકી છે. એવું લાગી રહ્યું છે કે અભિનેત્રીને લોકોની આ વાતથી કોઈ જ ફરક પડતો નથી. તેણી હંમેશા બોલ્ડ અને અવનવા કપડાં પહેરીને તેમના ખરાબ ટ્રોલિંગનો જવાબ આપતી રહે છે.
આ પણ વાંચો – ઉર્ફી જાવેદની બિલ્ડિંગના સિક્યુરિટી ગાર્ડ સાથે થઈ તુતુ મેંમેં, જુઓ વાયરલ વીડિયો