ઉર્ફી જાવેદની બિલ્ડિંગના સિક્યુરિટી ગાર્ડ સાથે થઈ તુતુ મેંમેં, જુઓ વાયરલ વીડિયો

ઉર્ફી જાવેદની બિલ્ડિંગના સિક્યુરિટી ગાર્ડ સાથે થઈ તુતુ મેંમેં, જુઓ વાયરલ વીડિયો
Urfi Javed Ugly Fight With Security Guard Viral Video Image

જો કે, જાણીતી સોશિયલ મીડિયા સ્ટાર ઉર્ફી જાવેદ તેની બોલ્ડ ફેશન સેન્સને કારણે ઘણી વાર હેડલાઇન્સમાં રહે છે, પરંતુ આ વખતે તેનો આ વાયરલ વીડિયોમાં જોરદાર ગુસ્સો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

TV9 GUJARATI

| Edited By: Jalkruti Mehta

Mar 28, 2022 | 7:56 PM

બિગ બોસ ઓટીટી (Bigg Boss OTT) ફેમ લોકપ્રિય સોશિયલ મીડિયા સ્ટાર ઉર્ફી જાવેદ (Urfi Javed)  આજે બપોરે (28/03/2022)ના મુંબઈના ગોરેગાંવમાં એક બિલ્ડિંગ પાસે એક ઈવેન્ટમાં જોવા મળી હતી. આ ઈવેન્ટમાં ઉર્ફી જાવેદનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેનો મૂડ બહુ ખરાબ હોય તેવું લાગી રહ્યું છે, એટલે કે આ વાયરલ વીડિયોમાં ઉર્ફી જાવેદ ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયા પર અત્યારે દરેક વ્યક્તિ એ વાત જાણવા માંગે છે કે આખરે શું થયું કે ઉર્ફી જાવેદ આટલી ગુસ્સે દેખાઈ રહી છે. તો ચાલો અમે તમને જણાવી દઈએ કે, ઉર્ફી જાવેદ એક કાર્યક્રમ માટે ગોરેગાંવની એક બિલ્ડિંગ ખાતે એક પબ્લિક ઈવેન્ટ માટે પહોંચી હતી, જ્યાં તેણીનો બિલ્ડિંગના સિક્યોરિટી ગાર્ડ સાથે ઝગડો થઈ ગયો હતો.

ઉર્ફી જાવેદ સિક્યુરિટી ગાર્ડ પર ભડકી ગઈ 

પાપારાઝીના કેમેરામાં કેદ થયેલી અભિનેત્રી ઉર્ફી જાવેદને તમે કારમાંથી નીચે ઉતરતા જોઈ શકો છો. આ વાયરલ વીડિયોમાં તેણીએ બ્રાઉન કલરનો હોટ ડ્રેસ પહેર્યો છે અને સાથે જ તેણીએ ગોલ્ડન કલરની હાઈ હીલ્સ પણ પહેરી છે. આ વીડિયોમાં ઉર્ફી જાવેદને ગુસ્સામાં કહેતા સાંભળી શકાય છે કે ‘જ્યારે તેણે તમને બોલાવ્યા છે, ત્યારે તે તમને રોકી શકશે નહીં.’

તમે આ વાયરલ વીડિયોમાં આગળ જોઈ શકો છો કે ઉર્ફી બિલ્ડિંગના ગેટ તરફ જાય છે અને પાપારાઝીને પોઝ આપતી વખતે એક સુરક્ષા ગાર્ડ દ્વારા મીડિયાકર્મીઓને અટકાવવામાં આવે છે. તમે ગાર્ડને પાપારાઝીને કહેતા સાંભળી શકો છો કે, તમારે અંદર આવવા માટે પરવાનગી લેવી પડશે. આ પછી, ઉર્ફી તેને ગુસ્સામાં કહે છે – શું તમે જાણો છો, હું પરત જઈ રહી છું.

View this post on Instagram

A post shared by Urrfii (@urf7i)

અમે તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદ અવારનવાર અનેક કારણોસર મીડિયાની હેડલાઈન્સમાં બની રહે છે. પછી તે તેની સોશિયલ મીડિયા પોસ્ટ્સ હોય કે તેના આગામી પ્રોજેક્ટ્સ, તે હંમેશા એક યા બીજા કારણોસર લોકોનું ધ્યાન તેના તરફ આકર્ષિત કરે છે. ઉર્ફીના ચાહકો આ વાયરલ વીડિયો જોયા બાદ તેને આરામ કરવાની સલાહ આપી રહ્યા છે.

View this post on Instagram

A post shared by Urrfii (@urf7i)

અત્રે ઉલ્લેખનીય છે કે ઉર્ફી જાવેદ ઘણીવાર તેની વિયર્ડ ફેશન સેન્સ માટે સોશિયલ મીડિયા પર ખુબ ખરાબ રીતે ટ્રોલ થાય છે. તાજેતરમાં ઉર્ફી જાવેદે તેના ટ્રોલર્સને જવાબ આપતા કહ્યું કે પહેલા હું ખુબ વિચારતી હતી કે, શું હું ખરેખર કંઈ ખોટું કરી રહી છું કે શું?? પણ પછી મેં વિચાર્યું કે ના, આ સમસ્યા મારી નથી, આ સમસ્યા સમાજની છે.

આ પણ વાંચો – ઉર્ફી જાવેદના રિસેન્ટ કુલ લુકને ચાહકોનો મળી રહ્યો છે અઢળક પ્રેમ, જુઓ Photos

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati