Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi US Visit: અમેરિકાની ફેમસ ગાયિકાએ ગાયુ ભારતનુ રાષ્ટ્રગીત, પીએમ મોદીના ચરણ પણ કર્યા સ્પર્શ, જુઓ- VIDEO

પીએમ મોદી અમેરિકન ફેમસ સિંગર મેરી મિલબેનના શાનદાર પ્રદર્શનને બિરદાવ્યુ હતુ. ત્યારબાદ મેરી મિલબેન આવીને પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા હતા. મેરી મિલબેનને પગ સ્પર્શ કરતા જોઈને પીએમ મોદીએ તેમને રોક્યા અને તેમની સાથે હૂંફથી હાથ મિલાવ્યો હતો.

PM Modi US Visit: અમેરિકાની ફેમસ ગાયિકાએ ગાયુ ભારતનુ રાષ્ટ્રગીત, પીએમ મોદીના ચરણ પણ કર્યા સ્પર્શ, જુઓ- VIDEO
famous singer of America
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2023 | 10:51 AM

America: ભારતીય વડાપ્રધાન મોદી હાલ અમેરિકાની મુલાકાતે છે, ત્યારે પીએમ મોદીએ તેમની યુએસ મુલાકાત પર રોનાલ્ડ રીગન સેન્ટર ખાતે એનઆરઆઈ સમુદાયને સંબોધિત કર્યા હતા. આ પ્રસંગે અમેરિકન હોલીવુડ અભિનેત્રી અને ફેમસ ગાયિકા મેરી મિલબેને કાર્યક્રમના સમાપન સમારોહમાં ભારતીય રાષ્ટ્રગીત જન ગણ મનથી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ દરમિયાન અમેરિકન સિંગર મેરી મિલબેને ભારતનું રાષ્ટ્રગીત ગાઈને ભારતીય વડાપ્રધાન મોદીના ચરણને પણ સ્પર્શ કર્યા હતા.

અમેરિકન સિંગરે ગાયું ભારતીય રાષ્ટ્રગીત!

વડાપ્રધાન મોદી અમેરિકાના 3 દિવસના પ્રવાસે છે, જ્યાં આજે છેલ્લા દિવસે પીએમ મોદીએ NRI સમુદાયને સંબોધન કર્યું હતું. આ સમારોહમાં અમેરિકન ગાયિકા મેરી મિલબેને ભારતનું રાષ્ટ્રગીત જન… ગણ… મન… ગાયું હતું અને પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા હતા. મેરીની આ અંદાજ દરેક ભારતીયના હૃદયમાં વસી ગયો હતો તેમજ ભારતીય વડાપ્રધાને પણ મેરીની ખુબ જ પ્રસંસા કરી હતી. ત્યારે મેરીએ ગાયેલ રાષ્ટ્રગીતનો એ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વાયરલ થઈ રહેલ વીડિયોને લોકો ખુબ પસંદ પણ કરી રહ્યા છે.

IPL 2025માં કઈ ટીમના બોલરોએ સૌથી વધુ માર ખાધો છે?
રિષભ પંતના સપોર્ટમાં ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ કરી ખાસ પોસ્ટ
મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ખેલાડીઓ રામ મંદિરના દર્શન માટે અયોધ્યા પહોંચ્યા
હવે PF ઉપાડવુ થશે સરળ, સરકારે કર્યા આ મોટા ફેરફાર
છોકરામાંથી છોકરી બન્યો છે આ કોમેન્ટરનો દીકરો, જુઓ ફોટો
Jioનો એક પ્લાન અને આખા વર્ષ દરમિયાન રિચાર્જની ઝંઝટ ખતમ ! કિંમત માત્ર આટલી

(વીડિયો ક્રેડિટ- ટ્વિટર)

પીએમ મોદી અમેરિકન ફેમસ સિંગર મેરી મિલબેનના શાનદાર પ્રદર્શનને બિરદાવ્યુ હતુ. ત્યારબાદ મેરી મિલબેન આવીને પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા હતા. મેરી મિલબેનને પગ સ્પર્શ કરતા જોઈને પીએમ મોદીએ તેમને રોક્યા અને તેમની સાથે હૂંફથી હાથ મિલાવ્યો હતો. જે બાદ પીએમ મોદીએ તેમના અંદાજમાં મેરી મિલબેનને હાથ જોડીને નમન પણ કર્યુ. જવાબમાં મેરી મિલબેન પણ હાથ જોડીને પીએમનું અભિવાદનનો સ્વીકાર છે.

પીએમના ચરણ સ્પર્શ કરતો ગાઈકાનો વીડિયો વાયરલ

મેરી મિલબેને પીએમ મોદીના સમાપન સમારોહનો ભાગ બનવા પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે તે અહીં આવીને ખૂબ જ સન્માનની લાગણી અનુભવી રહી છું. જ્યારે મેરીએ મધુર અવાજમાં રાષ્ટ્રગીત ગાયું અને પછી નમીને પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા ત્યારે સમગ્ર પરીસર તાળીઓથી ગૂંજી ઉઠ્યું હતુ.

(વીડિયો ક્રેડિટ- ટ્વિટર)

મેરીએ રાષ્ટ્રગીત પૂરું કર્યું કે તરત જ પીએમ મોદી હાથ મિલાવવા આગળ વધ્યા, પરંતુ મેરીને નમતી જોઈને પીએમ મોદીએ પોતે જ તેમને નમન કરીને રોક્યા અને હાથ મિલાવ્યો. હવે મેરીના અને પીએમ મોદીના આ હાવભાવની માત્ર ભારતમાં જ નહીં પરંતુ અમેરિકામાં પણ ઘણી પ્રશંસા થઈ રહી છે.

એવોર્ડ વિનિંગ ઈન્ટરનેશનલ સિંગર મેરી મિલબેને પીએમ મોદીના વખાણ કરતા કહ્યું કે ‘પીએમ મોદી ખૂબ જ અદ્ભુત અને દયાળુ વ્યક્તિ છે’ તમને જણાવી દઈએ કે આ પહેલા 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર મેરી મિલબેને પીએમ મોદીની સાથે આયોજિત યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">