Breaking News : ‘કહેના ક્યાં ચાહતે હો!’ થી ફેમસ થયેલા દિગ્ગજ અભિનેતા અચ્યુત પોતદારનું અવસાન
Achyut Potdar Passed Away : આમિર ખાનની ફિલ્મ 3 ઈડિયટ્સમાં પ્રોફેસરના પાત્રથી ફેમસ થયેલા અચ્યુત પોટદારનું 91 વર્ષની ઉંમરે નિધન થયું છે. અચ્યુત પોટદારના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

Actor Achyut Potdar Death : ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. હિન્દી અને મરાઠી ફિલ્મોમાં પોતાની શાનદાર એક્ટિંગથી ફેમસ થયેલા અભિનેતા અચ્યુત પોતદારનું 91 વર્ષની વયે નિધન થયું છે. તેમણે મુંબઈની થાણે સ્થિત ઝુપિટર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે.અચ્યુત પોતદારના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
રિપોર્ટ મુજબ અચ્યુત પોતદાર છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ સમસ્યાઓથી પરેશાન હતા. આ કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સોમવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 19 ઓગસ્ટ 2025ના રોજ થાણેમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
સેનાની નોકરી છોડી દીધી અને અભિનેતા બન્યા
એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરતા પહેલા અચ્યુત પોતદારે ભારતીય સેના અને ઈન્ડિયન ઓયલ કંપનીમાં કામ કર્યું હતુ. 80ના દશકમાં તેમણે ફિલ્મો અને ટીવી શોમાં કામ કરવાનું શરુ કર્યું અને ટુંક સમયમાં જ તેમણે એક્ટિંગથી ચાહકોના દિલ જીતી લીધા હતા.
અનેક ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું
અચ્યુત પોતદારે પોતાના લાંબા કરિયરમાં અનેક ફિલ્મો અને ટીવી સીરિયલમાં કામ કર્યું છે. જેમાં આક્રોશ, અલ્બર્ટ પિંન્ટો કો ગુસ્સા ક્યો આતા હૈ, અર્ધ સત્ય, તેજાબ, પરિંદા, રાજુ બન ગયા જેન્ટલમેન, દિલવાલે, યે દિલ્લગી, રંગીલા, મૃત્યુદંડ, યશવંત, ઈશ્ક , વાસ્તવ, આ અબ લૌટ ચલે, હમ સાથ સાથ હૈ, પરિણીતા, લગે રહો મુન્નાભાઈ,દબંગ 2 અને વેન્ટિલેટર જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું હતુ.
3 ઈડિયટ્સના ડાયલોગથી ફેમસ થયા
અચ્યુત પોતદારને આમિર ખાનની ફિલ્મ 3 ઈડિયટ્સમાં એક એન્જિન્યરિંગ પ્રોફેસરના નાનો પરંતુ યાદગાર રોલ માટે જાણવામાં આવે છે. આ ફિલ્મમાં તેનો ડાયલોગ અરે આખિર કહેના ક્યાં ચાહતે હો ડાયલોગથી ફેમસ થયા હતા. આજે પણ તેના અનેક મીમ્સ બને છે. ફિલ્મો સિવાય અચ્યુત પોતદાર બાગલે કી દુનિયા, માઝા હોશિલ ના, મિસેજ તેંડુલકર અને ભારતકી ખોજ જેવા ટીવી શોમાં કામ કર્યું હતુ. તેના નિધનના સમાચાર બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.
