Bigg Boss 19: “મીની સ્કર્ટમાં બધાએ તને જોઈ છે”..દીપક ચહરની બહેને તાન્યા મિત્તલની ખોલી પોલ, જુઓ-Video
"બિગ બોસ 19" નો એક પ્રોમો વીડિયો સામે આવ્યો, જેમાં માલતી ચહરે તાન્યા મિત્તલના જુઠ્ઠાણાને ઉજાગર કરવામાં કોઈ કસર છોડી નથી. તેણીએ તાન્યા મિત્તલના દરેક દાવા પર પશ્ન કર્યો અને આખરે તાન્યા મિત્તલને ચૂપ કરી દીધી છે.

બ્લોકબસ્ટર ટીવી શો “બિગ બોસ 19” એ નાના પડદા પર હેડલાઇન્સમાં આવવામાં કોઈ કસર છોડી નથી. ક્રિકેટર દીપક ચહરની બહેન, માલતી ચહર ગઈકાલે બિગ બોસ 19માં વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે પ્રવેશી છે. તેની એન્ટ્રી સાથે, બિગ બોસ 19ના ઘરમાં તેણે તાન્યાની મોટી મોટી વાતોની પોલ ખોલી છે.
માલતી ચહરે તાન્યાની ખોલી પોલ
માલતી ચહરે સલમાન સાથે વાત કરતા કહ્યું હતું કે તે અમાલ મલિકની ટીમમાં જોડાવા માંગે છે, તેમજ તાન્યા સાથે પણ ઘણી ચર્ચા કરવા માગે છે . તાજેતરમાં, “બિગ બોસ 19” નો એક પ્રોમો વીડિયો સામે આવ્યો, જેમાં માલતી ચહરે તાન્યા મિત્તલના જુઠ્ઠાણાને ઉજાગર કરવામાં કોઈ કસર છોડી નથી. તેણીએ તાન્યા મિત્તલના દરેક દાવા પર પશ્ન કર્યો અને આખરે તાન્યા મિત્તલને ચૂપ કરી દીધી છે.
View this post on Instagram
મીની સ્કર્ટમાં બધાએ તને જોઈ છે
બિગ બોસ 19 ના પ્રોમો વીડિયોમાં, તાન્યા મિત્તલ માલતી ચહરને પૂછ્યું કે શું તે બહાર સારી દેખાય છે. માલતીએ જવાબ આપ્યો, “તમે હંમેશા સાડીમાં જોવા મળો છે, પરંતુ તમારા બધા જૂના વીડિયો દેખાઈ રહ્યા છે. માલતી ચહર કહે છે કે, “જો તમે જે કહી રહ્યા છો તે ભૂતકાળમાં સાચું ન હોય, તો તે બધું બહાર આવી રહ્યું છે.” તાન્યા મિત્તલે જવાબ આપ્યો, “હું આ બકલાવા જેવી વસ્તુઓ કરું છું, તે એક સામાન્ય વાત છે.” માલતીએ જવાબ આપ્યો, “અમે પણ તે કરીએ છીએ, ઉદાહરણ તરીકે, તમે કહો છો કે તમે બધું સાડી પહેરીને કર્યું છે, પરંતુ લોકોએ તમને મિનીસ્કર્ટમાં પણ જોયા છે અને તેના વીડિયો પણ ખુબ વાયરલ થઈ રહ્યા છે.”
તે કોઈ સઘર્ષ કર્યો જ નથી- માલતી ચહર
માલતી ચહર તાન્યા મિત્તલને આગળ કહે છે કે, “લોકો જાણવા માંગે છે કે તમે જાતે શેનો વ્યવસાય કર્યો છે કારણ કે આ અંગે તુ ક્યારેય વાત નથી કરતી. આગળ માલતી કહે છે કે જેમ તાન્યા તમે કહ્યું છે, મેં ઘણો સંઘર્ષ કર્યો છે, પણ તમે ઘરની બહાર ગયા નથી, તો તમે કેવી રીતે સંઘર્ષ કર્યો?” આના પર, તાન્યા મિત્તલે જવાબ આપ્યો કે મારો નાનો ભાઈ મને ખૂબ સપોર્ટ આપે છે. તે મારું મોટાભાગનું કામ કરે છે. આના પર માલતીએ જવાબ આપ્યો, “તો પછી એ સંઘર્ષ કેવી રીતે થયો?” જ્યારે તાન્યાએ વાતચીત આગળ વધારી અને કહ્યું કે હવે હું ચૂપ રહીશ, કંઈ બોલીશ નહીં. પણ છેલ્લે પણ માલતી તેને ટોણો મારે છે કે તુ ચૂપ થતી જ નથી”
