અભિનેત્રી યામી ગૌતમને ED ની નોટિસ, વિદેશથી આવેલા નાણાં અંગે કરવો પડશે ખુલાસો

અભિનેત્રી યામી ગૌતમને ED ની નોટિસ, વિદેશથી આવેલા નાણાં અંગે કરવો પડશે ખુલાસો
Yami Gautam

યામી ગૌતમને ઇડીએ આ બીજી વખત એક જ કેસમાં સમન્સ બહાર પાડ્યું છે. પ્રથમ સમન્સ ગયા વર્ષે જારી કરાયું હતું. તે સમયે યામી લોકડાઉનના પ્રતિબંધોને કારણે ઇડી ઓફિસ સુધી પહોંચી શકી ન હતી.

TV9 GUJARATI

| Edited By: Hiren Buddhdev

Jul 02, 2021 | 4:32 PM

અભિનેત્રી યામી ગૌતમ (Yami Gautam) ને પ્રવર્તન નિદેશાલય (Enforcement Directorate – ED) દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું છે. તેમની FEMA (Foreign Exchange Management Act) ના ઉલ્લંઘન માટે પૂછપરછ કરવામાં આવશે. યામી ગૌતમને ઇડીએ ( ED ) આ બીજી વખત એક જ કેસમાં સમન્સ બહાર પાડ્યું છે. પ્રથમ સમન્સ ગયા વર્ષે જારી કરાયું હતું. તે સમયે યામી લોકડાઉનના પ્રતિબંધોને કારણે ઇડી ઓફિસ સુધી પહોંચી શકી ન હતી. આ વખતે યામીને 7 જુલાઇ સુધીમાં ઇડીની ઓફિસમાં હાજર થવાનું છે.

યામી ગૌતમ (Yami Gautam) પર ઇડી (Enforcement Directorate) ની નજર છે. એવા અહેવાલો છે કે યામીના ખાતામાંથી વિદેશી ચલણના ટ્રાન્જેક્શનમાં ગેરરીતિઓની તપાસ ચાલી રહી છે. અહેવાલો અનુસાર ઘણી મોટી બેનર વાળી ફિલ્મો મની લોન્ડરિંગને કારણે ઇડીના નિશાનાં પર છે. ગયા વર્ષે સુશાંત સિંહ રાજપૂતનાં અવસાન પછી ઇડીએ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઘણા લોકોની પૂછપરછ કરી છે. યામી તાજેતરમાં જ ‘ઉરી’ ડાયરેક્ટર આદિત્ય ધર સાથે લગ્ન કર્યા બાદ સમાચારોમાં આવી ચુકી છે.

તાજેતરમાં, યામી ગૌતમ તેમના પતિ સાથે મુંબઇ પરત આવી હતી. તેમના નવા લુકના ફોટા સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થયા હતા.

યામી ગૌતમને બ્યુટી પ્રોડક્ટની એડ ફેર એન્ડ લવલીથી ખ્યાતિ મળી હતી. આમાંથી તેમણે બોલિવૂડ ફિલ્મ્સનો રસ્તો પસંદ કર્યો. તેઓ ફિલ્મ ‘ઉરી’ (Uri: The Surgical Strike), ‘કાબિલ’ (Kaabil), ‘સનમ રે’ (Sanam Re), ‘ગિન્ની વેડ્સ સની’, ‘વિક્કી ડોનર’ (Vicky Donor), ‘બાલા’, ‘બદલાપુર’ (Badlapur), ‘ટોટલ સિયાપા’ જેવી ફિલ્મ્સનો ભાગ રહી ચૂકી છે.

3 ફિલ્મોમાં જોવા મળશે

યામીના આગામી પ્રોજેક્ટ્સ વિશે વાત કરવામાં આવે તો તે 3 ફિલ્મો ભૂત પુલિસ, દસવી, એ થર્સડે માં જોવા મળશે. ભૂત પુલિસમાં યામીની સાથે અર્જુન કપૂર (Arjun Kapoor), સૈફ અલી ખાન (Saif Ali Khan) અને જેકલીન ફર્નાન્ડીસ (Jacqueline Fernandez) મુખ્ય ભૂમિકામાં છે.

દસવીમાં યામી ગૌતમ સાથે અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને નિર્મત કૌર જોવા મળશે. આ ફિલ્મમાં યામી આઈપીએસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati