શું તમે જાણો છો કે અભિનેત્રી અમૃતા રાવ છે છેલ્લા આટલા વર્ષોથી પરિણીત ?

બોલિવુડની 2000'sના દાયકાની ખૂબ જાણીતી અભિનેત્રી અમૃતા રાવ આજે સિલ્વર સ્ક્રીન પર તો એટલી તો જોવા નથી મળતી, પરંતુ તે તેના પતિ અને આરજે અનમોલ સાથે સોશિયલ મીડિયા પર અનેક ક્યૂટ વિડિયોઝ અને પોસ્ટસ તેના ફેન્સ સાથે શેયર કરતી રહે છે.

શું તમે જાણો છો કે અભિનેત્રી અમૃતા રાવ છે છેલ્લા આટલા વર્ષોથી પરિણીત ?
Amruta Rao With Her Husband File Photo
TV9 GUJARATI

| Edited By: Jalkruti Mehta

Apr 01, 2022 | 6:52 PM

વર્ષ 2014માં બોલિવુડની (Bollywood) જાણીતી અભિનેત્રી અમૃતા રાવે (Amrita Rao) આરજે અનમોલ (RJ Anmol) સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. સોશિયલ મીડિયામાં તેમના લગ્નના સમાચાર લીક થવાથી બચવા માટે, આટલા વર્ષો સુધી આ સ્ટાર કપલે તેને ખૂબ જ ઘનિષ્ઠ અને ખાનગી રાખ્યા હતા. જો કે, તાજેતરમાં આ સ્ટાર કપલે તેમના ખાનગી લગ્નના એક્સક્લુઝિવ ફૂટેજ શેર કર્યા છે. અમૃતા રાવ તેની શાહિદ કપૂર સાથેની ફિલ્મ ‘વિવાહ’માં તેની અભૂતપૂર્વ એક્ટિંગના લીધે આજે પણ લાખો લોકોના હ્રદય પર રાજ કરી રહી છે.

અમૃતા રાવ અને આરજે અનમોલે કરેલા પ્રાઈવેટ સેરેમનીમાં લગ્ન 

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આ સ્ટાર કપલના લગ્ન્નની પોસ્ટ અને વિડિયોઝ વાઇરલ થઈ રહ્યા છે. જેમાં આ સ્ટાર કપલના  પરિવારના સભ્યો વાત કરે છે કે, કેવી રીતે તેઓએ તેમના પરિવાર અને મિત્રો પાસેથી તેમના લગ્નના સમાચારને છુપાવી રાખ્યા હતા. અમૃતાની બહેન, પ્રીતિકા રાવ, જે તે સમયે તેની કલર્સ ટીવીની સિરિયલ ‘બેઇન્તેહા’નું શૂટિંગ કરી રહી હતી. ત્યારે તેણીએ તેના નિર્માતાઓ સાથે જૂઠું બોલવું પડ્યું હતું, અને કહ્યું હતું કે તે મોરેશિયસમાં પિતરાઈ ભાઈના લગ્નમાં હાજરી આપી રહી હતી જેથી તે પુણે તેની બહેન અમૃતાના લગ્નમાં જઈ શકે.

અમૃતા રાવે પોતાના લગ્નના દિવસે હેર & મેકઅપ જાતે જ કર્યા હતા

તાજેતરમાં, અમૃતાએ એ પણ ખુલાસો કર્યો કે તેઓએ તેમના લગ્નને ખૂબ જ ગુપ્ત રાખ્યા હતા, તેથી તેણી ડિઝાઇનર બ્રાઈડલ લહેંગો પીએન પસંદ કરી શકી ના હતી. તેણી તેના લગ્નના દિવસે હેર કે મેકઅપ આર્ટિસ્ટને પણ હાયર કરી શકી ના હતી. તેથી અંતે, તેણીએ દાદરની એક દુકાનમાંથી સાડી ખરીદી હતી અને તેના લગ્નના દિવસે બ્રાઈડલ હેર સ્ટાઈલ અને મેકઅપ બધું જાતે જ કર્યું હતું. ‘ઇશ્ક વિશ્ક’ અને ‘વિવાહ’ જેવી ફિલ્મોથી અનન્ય ખ્યાતિ મેળવનારી અભિનેત્રી અમૃતાએ કહ્યું કે, “કોઈપણ રીતે, મને મારા લગ્ન માટે એક સામાન્ય ભારતીય સાડી જોઈતી હતી.”

આ એક ‘હશ-હશ’ અફેર હતું 

અભિનેત્રી અમૃતાના પતિ આરજે અનમોલે કહ્યું કે, તેના કિસ્સામાં, તેણે ફેબઇન્ડિયામાંથી કુર્તો ખરીદ્યો હતો અને તેની બહેન દ્વારા ભેટમાં આપેલી ધોતી પહેરી હતી. તેના લગ્નના આખા પોશાકની કિંમત લગભગ 2,000 થી 2,500 રૂપિયા જેટલી જ છે. સ્ટાર કપલે એ પણ ખુલાસો કર્યો હતો કે, અમૃતા પાસે ખાસ મહેંદી ડિઝાઇન હતી. તેણીએ તેની લોકપ્રિય ફિલ્મોના નામ તેની આંગળીઓ પર લખ્યા હતા. અમે તમને જણાવી દઈએ કે, તેમના માતા-પિતાએ પણ મજાક ઉડાવી હતી કે કેવી રીતે તેઓએ તેમના લગ્નને ટોપ સિક્રેટ રાખવા માટે કેટલા કેટલુ જૂઠ્ઠુ બોલવુ પડ્યુ હતુ.

આ પણ વાંચો – વિલ સ્મિથને ‘થપ્પડ કાંડ’ પછી ઓસ્કાર સમારંભ છોડવા માટે કહેવામાં આવ્યું હતું : ધ એકેડમી

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati