Shocking: શું સોનુ નિગમને BMC ચીફ ચહલના ભાઈ તરફથી મળી રહી છે ધમકી ? જાણો સમગ્ર વિગત

ઘણા કારણોસર સોનુ નિગમ પોતાને ઈન્ડસ્ટ્રીથી દૂર રાખી રહ્યો છે. ત્યારે હાલ સોનુ નિગમ તેને મળી રહેલી ધમકીના કારણે ચર્ચામાં છે.

Shocking: શું સોનુ નિગમને BMC ચીફ ચહલના ભાઈ તરફથી મળી રહી છે ધમકી ? જાણો સમગ્ર વિગત
Singer Sonu Nigam (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 6:49 PM

Mumbai : આ દિવસોમાં સોનુ નિગમ (Sonu Nigam) ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી અંતર બનાવી રહ્યો છે. થોડા સમય પહેલા તેની અને ભૂષણ કુમાર વચ્ચેના વિવાદ બાદ તે હાલ ફિલ્મોથી દૂર રહે છે. આ સિવાય ઘણા કારણોસર સોનુ નિગમ પોતાને ઈન્ડસ્ટ્રીથી (Bollywood Industry) દૂર રાખી રહ્યો છે. હાલ વધુ એક વિવાદ હવે સામે આવ્યો છે. ફેમસ સિંગર સોનુ નિગમ ફરી એકવાર વિવાદોમાં ફસાયા છે. ઝૂમ ડિજિટલના એક અહેવાલ મુજબ, BMC ચીફ ઈકબાલ સિંહ ચહલનો (Iqbal singh Chahal)  પિતરાઈ ભાઈ રાજીન્દર સિંગરની મુશ્કેલી વધારી રહ્યા છે.

મળતી માહિતી મુજબ,ઇકબાલે સોનુને તેના પિતરાઇ ભાઇ રાજીન્દર સાથે મળાવ્યો હતો અને તેને વિદેશમાં એક મ્યુઝિક કોન્સર્ટમાં પરફોર્મ કરવાની વિનંતી કરી હતી. સોનુના મ્યુઝિક કોન્સર્ટની (Music Concert)  વિગતો રોકી નામના આંતરરાષ્ટ્રીય પ્રમોટર દ્વારા હેન્ડલ કરવામાં આવતી હોવાથી, સિંગરે કથિત રીતે રાજીન્દરને રોકી સાથે વાત કરવાનુ કહ્યું હતું અને દેખીતી રીતે રાજીન્દર સાથેની વાતચીત યોગ્ય રહી નહિ, જેને કારણે તેણે અપમાનજનક સંદેશાઓ સોનુને મોકલ્યા હતા.

અનેક ધમકીભર્યા મેસેજ મોકલવામાં આવ્યા હતા

સુત્રોના જણાવ્યા મુજબ, મેસેજમાં જણાવવામાં આવેલી કેટલીક બાબતો ધમકીને સંબધિત છે અને જેની તપાસ કરવાની જરૂર છે.  રાજિન્દર દ્વારા આ સંદેશાઓમાં જે ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે અભદ્ર છે અને આપણા દેશના સૌથી આદરણીય અને પ્રિય કલાકારોમાંના એક સોનુજી માટે આઘાતજનક છે. સુત્રોનુ માનીએ તો સોનુ પાસે ધમકીભરી વાતચીતની ઓડિયો ક્લિપ્સ અને સ્ક્રીનશોટ પણ છે. સિંગરને ઈકબાલ સિંહ ચહલ માટે ખૂબ આદર અને પ્રશંસા છે અને તેથી જ તેણે કોઈ પગલાં ન લેવાનું નક્કી કર્યું.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

સિંગર પલક મુચ્છલને પણ મળી રહી છે ધમકી

રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સિંગર પલક મુચ્છલને પણ ધમકીઓ મળી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ સોનુ પાસે એવા ઘણા લોકોની સાક્ષી છે જેમણે રાજીન્દરના હાથે સહન કરવુ પડ્યુ છે, જે તેના પિતરાઈ ભાઈ ઈકબાલ ચહલનું નામ લઈને લોકોને બ્લેકમેલ કરી રહ્યો છે. જો કે, જેમના પર આ આરોપો લગાવવામાં આવ્યા છે તેમના તરફથી હજુ સુધી કોઈપણ પ્રકારનું નિવેદન બહાર આવ્યું નથી.

આ પણ વાંચો: સુકેશ ચંદ્રશેખર કેસમાં EDનો મોટો ખુલાસો, બોલિવુડની આ 3 અભિનેત્રીઓને પણ મળી હતી મોંઘી ભેટ

g clip-path="url(#clip0_868_265)">