AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Idol 12: દિલીપ કુમારને યાદ કરતા આંખો થઈ ભીની, જાણો ધર્મેન્દ્રએ શું કહ્યું સાયરા અને દિલીપ વિશે?

તાજેતારમાં ધર્મેન્દ્ર ઇન્ડિયન આઇડલ 12ના સેટ પર જોવા મળ્યા હતા. આ શોમાં દિલીપ કુમારને ધ્રાદ્ધાંજલિ આપતા સમયે તેઓ ખુબ ભાવુક થઇ ગયા હતા.

Indian Idol 12: દિલીપ કુમારને યાદ કરતા આંખો થઈ ભીની, જાણો ધર્મેન્દ્રએ શું કહ્યું સાયરા અને દિલીપ વિશે?
A tribute was paid to the Dilip Kumar on the set of Indian Idol 12
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2021 | 7:30 AM
Share

સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ 12 (Indian Idol)ના રવિવારના એપિસોડમાં ફરી એકવાર બોલીવુડના લિજેન્ડ એક્ટર ધર્મેન્દ્ર (Dhamendra) પહોંચ્યા હતા. આ એપિસોડમાં ધર્મેન્દ્રની સાથે સુપરસ્ટાર અનિતા રાજ (Anita Raaj) પણ શોમાં જોડાઈ હતી. આ એપિસોડની થીમ હતી ‘ધર્મેન્દ્ર અને અનિતા રાજ સ્પેશિયલ’. આ સ્પેશિયલ એપિસોડમાં તમામ સ્પર્ધકોએ દિવંગત અભિનેતા દિલીપ કુમારને શ્રદ્ધાંજલિ (A tribute to Dilip Kumar) આપી હતી.

થોડાક દિવસો પહેલા જ દિલીપ કુમારના (Dilip Kumar) નિધાનના માઠા સમાચાર આવ્યા હતા. દિલીપ કુમારનું 98 વર્ષની વયે 7 જુલાઈ 2021 ના ​​રોજ અવસાન થયું હતું. આવામાં ઇન્ડિયન આઈડલ દરમિયાન દિલીપ કુમારને યાદ કરવામાં આવ્યા. શો દરમિયાન ધર્મેન્દ્ર ખુબ ઈમોશનલ થઇ ગયા હતા.

ધર્મેન્દ્રએ શોમાં કહ્યું કે આપણે સૌ હજુ એ ઝટકાથી બહાર નથી આવી શક્યા. હું સ્વસ્થ નથી થયો. તે મારો જીવ હતા. અભિનેતાએ વધુમાં કહ્યું કે મેં મારા જીવનની પહેલી ફિલ્મ દિલીપ સાહેબ સાથે જોઇ હતી. તેમને જોઇને લાગ્યું કે તેઓ કેટલા પ્રેમાળ છે. દિલીપ સાહેબ જેટલા મોટા કલાકાર હતા તેટલા જ મોટા માણસ પણ હતા. ઇન્ડસ્ટ્રીમાં મોટા-મોટા કલાકારો છે, પણ મને દિલીપ સાહેબથી વધુ સારુ કોઈ દેખાતું નથી. સાયરાએ તેમને છેલ્લા દિવસોમાં માતાની જેમ સાચવ્યા હતા. ભગવાન તેમને સ્વર્ગ આપે. આ દરમિયાન ધર્મેન્દ્રએ દિલીપ સાહેબ વિશે ઘણી વિશેષ વાતો કરી હતી.

તાજેતરમાં જ જ્યારે દિલીપકુમારનું અવસાન થયું ત્યારે અભિનેતા અંતિમ દર્શન આપવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન પણ ધર્મેન્દ્ર ઘણા ભાવનાશીલ જોવા મળ્યા હતા. દિલીપ કુમારના ગયા પછી ધર્મેન્દ્ર ઘણી વખત પોતાની વેદના વ્યક્ત કરી ચૂક્યા છે.

તમને જણાવી દઈએ કે ‘ઇન્ડિયન આઇડલ 12’ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. આ શોનો ગ્રાન્ડ ફિનાલે આવતા મહિને થવાનો છે. આવી સ્થિતિમાં, હવે સૌની નજર તેના પર છે કે આ વખતે આ શોમાં વિજેતા કોણ બનશે. તે જ સમયે, સ્પર્ધકો પણ આ શોને જીતવા માટે સખત મહેનત કરતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: Throwback: શિવભક્ત હતા Sushant Singh Rajput,ઘરે કરતા હતા મંત્રોચ્ચાર, જુઓ વીડિયો

આ પણ વાંચો: New Pic: નીતુ કપૂરે શેર કરી Alia Bhattની ન જોયેલી તસ્વીર, જલ્દી કપૂર પરિવારની પુત્રવધૂ બનશે અભિનેત્રી

g clip-path="url(#clip0_868_265)">