AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાઉથ સિનેમાના આ 2 દિગ્ગજ સાથે કામ કરવા માંગે છે દીપિકા પાદુકોણ, જણાવ્યું અદ્ભુત વ્યક્તિત્વ

દીપિકા પાદુકોણની (Deepika Padukone) ફિલ્મ 'ગહેરાઈયા' 11મી ફેબ્રુઆરીએ એટલે કે આજે OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ ઉપરાંત અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી અને ધૈર્ય કારવા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

સાઉથ સિનેમાના આ 2 દિગ્ગજ સાથે કામ કરવા માંગે છે દીપિકા પાદુકોણ, જણાવ્યું અદ્ભુત વ્યક્તિત્વ
Deepika padukone and NTR Jr ( File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 11, 2022 | 7:07 AM
Share

દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગના (South Indian Film) અનુભવીઓ અને નવોદિત કલાકારો ચોક્કસપણે સંમત થશે કે એનટીઆર જુનિયર ખરેખર એક બહુપ્રતિભાશાળી સુપરસ્ટાર છે, કારણ કે ફિલ્મોની સફળતાની સાથે તે નિર્માતાઓની સાથે હંમેશા ચર્ચામાં રહે છે. તેમનો સુપરસ્ટારડમ માત્ર વિશ્વભરના લાખો ફેન્સ પૂરતો મર્યાદિત નથી. મીડિયા અને બોલિવૂડની ઘણી હસ્તીઓ પણ તેના વ્યક્તિત્વથી પ્રભાવિત છે. જે ‘RRR’ના પ્રમોશનમાં બહાર આવ્યું હતું. બોલિવૂડની સૌથી પ્રિય અભિનેત્રીઓ પૈકી એક દીપિકા પાદુકોણે (Deepika Padukone) એનટીઆર જુનિયર સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

દીપિકા એનટીઆર જુનિયર સાથે કામ કરવા માંગે છે.

તેની આગામી ફિલ્મના પ્રમોશન દરમિયાન દીપિકા પાદુકોણે ખુલાસો કર્યો કે તે એનટીઆર જુનિયર સાથે કામ કરવા ઉત્સાહિતછે. જ્યારે એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે તે કયા અભિનેતા સાથે કામ કરવાનું પસંદ કરશે. ત્યારે તેણે કહ્યું, “હું આશા રાખું છું કે હું જે કહેવા જઈ રહી છું તેની સાથે કોઈ દુશ્મનાવટ નથી. હું એનટીઆર જુનિયર અને અલ્લુ અર્જુન સાથે કામ કરીશ. હું હાલમાં એનટીઆર જુનિયર પ્રતિથી પ્રભાવિત છું તેમનું વ્યક્તિત્વ અદ્ભુત છે.”

સુપરસ્ટાર ખૂબ જ જલ્દી રિલીઝ થનારી ફિલ્મ ‘RRR’થી એસએસ રાજામૌલી સાથે તમામ ભાષાઓના લોકોના દિલ પર રાજ કરવા તૈયાર છે. એનટીઆર જુનિયર આ ફિલ્મમાં સ્વાતંત્ર્ય સેનાની કોમારામ ભીમની ભૂમિકા ભજવી રહ્યા છે. તે સ્પષ્ટ છે કે ‘RRR’ અભિનેતાએ રાજામૌલીના નિર્દેશનમાં તમામ પડાવ પાર કર્યા છે, પછી અભિનેતાની આકર્ષક ડાન્સ મૂવ્સ હોય કે ખતરનાક સ્ટન્ટ્સ હોય કે પછી તેનું નિર્ભય વ્યક્તિત્વ તમામ દર્શકોના દિલ જીતવામાં સક્ષમ છે.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણની ફિલ્મ ‘ગહેરાઈયા’ આજે OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ ઉપરાંત અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી અને ધૈર્ય કારવા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મને શકુન બત્રાએ ડિરેક્ટ કરી છે.

દીપિકા પાસે ઘણી ફિલ્મો છે

આ ફિલ્મ સિવાય દીપિકા પાદુકોણ પાસે બીજી ઘણી ફિલ્મો છે જે તેની બકેટ લિસ્ટમાં સામેલ છે. તે ફાઈટર, ધ ઈન્ટર્ન, પ્રભાસ – નાગ અશ્વિન મૂવી, XXX4, પઠાણ અને લવ ફોરએવર જેવી ફિલ્મોમાં જોવા મળશે. તે ‘ફાઇટર’માં હ્રિતિક રોશન અને અનિલ કપૂર સાથે જોવા મળશે. આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદ ડિરેક્ટ કરી રહ્યા છે. જ્યારે ‘પઠાણ’માં તે શાહરૂખ ખાન અને જ્હોન અબ્રાહમ સાથે જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન પણ સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Adani Wilmar ના શેરે રોકાણકારોને માલામાલ બનાવ્યા, પ્રોફિટ બુકીંગ કરવું કે રોકાણ જાળવી રાખવું? જાણો શું છે નિષ્ણાંતોની સલાહ

આ પણ વાંચો : Mobile tariff Plan: દેશના કરોડો મોબાઈલ યુઝર્સ માટે ખરાબ સમાચાર, આ વર્ષે ફરી મોંઘા થઈ શકે છે રિચાર્જ પ્લાન

g clip-path="url(#clip0_868_265)">