Deepika Padukone એ લોન્ચ કરી ‘એ ચેન ઓફ વેલબીઈંગ’, મેન્ટલ હેલ્થ અંગે લોકોને કરશે જાગૃત

|

Jun 18, 2021 | 1:52 PM

દીપિકા પદુકોણની આ પહેલને તેમના ચાહકો ખુબ પ્રશંસા કરી રહ્યા છે. જ્યાં દરેક તેમની આ ગાઈડને સોશિયલ મીડિયા પર પણ શેર કરી રહ્યા છે. અભિનેત્રીએ ઘણી વાર કહ્યું છે કે તે પોતે પણ ડિપ્રેશનનો શિકાર બની ચુકી છે.

Deepika Padukone એ લોન્ચ કરી એ ચેન ઓફ વેલબીઈંગ, મેન્ટલ હેલ્થ અંગે લોકોને કરશે જાગૃત
Deepika Padukone

Follow us on

બોલિવૂડની સુંદર અભિનેત્રી દીપિકા પદુકોણ (Deepika Padukone) આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. જ્યાં અભિનેત્રીએ ગુરુવારે માનસિક સ્વાસ્થ્ય માટે ડિજિટલ ગાઈડને લોન્ચ કર્યું છે. આ ડિજિટલ ગાઈડનું નામ છે ‘એ ચેન ઓફ વેલબીઈંગ’. આ ડિજિટલ ગાઈડ અભિનેત્રીએ તેમના ઇન્સ્ટાગ્રામના ગાઈડ સેક્શનની અંદર લોન્ચ કરી દિધુ છે.

દીપિકાએ ઇન્સ્ટાગ્રામ ‘ગાઇડ્સ’ સુવિધાનો ઉપયોગ કરીને ‘એ ચેન ઓફ વેલ બીઈંગ’ની ચેકલિસ્ટ તૈયાર કરી છે. આનો પરિચય આપતા તેમણે લખ્યું, ”A gentle reminder to take care” તમને જણાવી દઈએ કે, દીપિકા પદુકોણ ઘણા સમયથી મેન્ટલ હેલ્થની સમસ્યા વિશે વાત કરી રહી છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

સંયુક્ત રાષ્ટ્રની એક એજન્સી, યુનિસેફ ભારતમાં પણ ઘણા ડિજિટલ પ્રભાવિતો સાથે ‘એ ચેન ઓફ વેલબીઈંગ’ માટે અભિનેત્રી સાથે ભાગીદારી કરી છે. તાજેતરમાં યુનિસેફ ઇન્ડિયાએ દીપિકા અને ‘ધ લિવ લાફ લવ ફાઉન્ડેશન’ ને ટેગ કરતા તેમના સોશ્યલ મીડિયા પર ‘મેનેજિંગ ટ્રોમા એન્ડ લોસ’ પર એક ગાઈડ શેર કરી હતી.

 

 

View on Instagram

 

તેમને લોન્ચ કરતાં અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું હતું કે, કોવિડ -19 ને કારણે ઘણા લોકો તેમના પ્રિયજનો ગુમાવી ચૂક્યા છે, જેના કારણે આપણે બધા ખૂબ જ ભાવનાત્મક રીતે તૂટી ગયા છીએ. જેમાં આપણે બધા સામેલ છીએ, યુવાન વૃદ્ધ બાળકો, આપણે બધા. આ ગાઈડમાં કેટલીક વિશેષ ટીપ્સ છે, જેને વાંચીને તેમને જીવન જીવવામાં થોડીક મદદ મળશે, તેમજ કેટલાક પરિવારોને તેમના બાળકોને સમજાવામાં મદદ મળશે કે તેઓ એકલા નથી.

દીપિકા પદુકોણની આ પહેલની તેમના ચાહકો ખુબ પ્રશંસા કરી રહ્યા છે. જ્યાં દરેક તેમની આ ગાઈડને સોશિયલ મીડિયા પર પણ શેર કરી રહ્યા છે. અભિનેત્રીએ ઘણી વાર કહ્યું છે કે તે પોતે પણ ડિપ્રેશનનો શિકાર બની ચુકી છે. જેના કારણે તે દરેકની મદદ કરવા માંગે છે. દીપિકા ઇચ્છે છે કે આ ગાઈડની મદદથી તે શક્ય તેટલા વધુ લોકો સુધી પહોંચે અને તેમની મદદ કરી શકે.

 

આ પણ વાંચો :- Sushant Singh Rajputના મિત્ર સિદ્ધાર્થને લગ્ન માટે મળ્યા જામીન, 2 જુલાઈએ કરશે સરન્ડર

આ પણ વાંચો :- Badshah નું ગીત ‘પાની-પાની’ માં ‘તારક મેહતા’ ના બાપુજીની એન્ટ્રી, VIDEO જોયા પછી હસવાનું નહી રોકી શકો

Next Article